________________
1. ૨. ખૂ. ૨૨-૨૩] .
(તેમાં) અભિનય જેમ કે, આટલા મોટા સ્તનવાળી, આ...ટલી મોટી આંખોવાળી આટલા જ દિવસમાં આવી થઈ ગઈ! (૫૨)
અપદેશ જેમ કે,
અહીંથી તે દેત્ય લક્ષ્મી પામ્યો છે (તેથી) તેનો નાશ કરવો યોગ્ય નથી; કેમ કે, વિષવૃક્ષ પણ ઉછેરીને જાતે જ છેદવું ઉચિત નથી (૫૩).
[કુમારસંભવ-૨.૫૫] નિર્દેશ જેમ કે,
હે રાજકુમારી ! સભાગે અહીં જ કોઈકનો કોઈક બેઠો છે એમ મને આંગળીના હાવભાવથી કહ્યું છે.” (૫૪)
માલનીમાધવ-અંક ૧] સંજ્ઞા, જેમ કે,
નજીવી વસ્તુને વિશે વાત કરતાં, પ્રશ્ન કરવાને તત્પર શંકરને, પાર્વતીએ દષ્ટિમાત્રથી સ્વીકારીને (= પ્રશ્નને સમજી લઈને) માથું ધુણાવીને ઉત્તર આપ્યો. (૫૫)
[કુમારસંભવ- ૮.૬] ઇગિત, જેમ કે,
ક્યારે આપણો મેળાપ થરો તે સાંભળી, પ્રિયતમને કહેવા માટે અસમર્થ હોઈને અબળાએ લીલા કમળને બીડી દીધું. (૫૬)
[કાવ્યાદ- ૨.૨૬૧] આકાર, જેમ કે,
(તે) ઉષ્ણ નિસાસાથી (સઘળું) કહી દીધું છે, પરંતુ મારું મન સદેહમાં પડ્યું છે. (વર માટે) પ્રાર્થી શકાય તેવો (કોઈ) છે નહીં. (બાકી) તે ઇચ્છા કરેલ તે દુર્લભ કેમ હોય ? (૫૭) કુમારસંભવ-૫.૪૬]
આ રીતે, સંસર્ગ વગેરે વડે અભિધા નિયંત્રિત થતાં, જે અન્ય અર્થને વિષે પ્રતીતિ થાય છે તે વ્યંજના વ્યાપાર વડે જ (થાય છે). ગૌણ શબ્દને વિષે પણ - મુખ્યાર્થબાધ વગેરેથી (અર્થ) નિયંત્રિત થતાં, પ્રયોજનનું જ્ઞાન વ્યંજનાવ્યાપાર વડે જ (સંભવે છે), કેમ કે તેમાં સંકેતનો અભાવ હોવાથી અભિધા નથી. મુખ્યાર્થબોધ વગેરે લક્ષણો ન હોવાથી ગૌણી કે લક્ષણા પણ નથી. વળી, લક્ષ્ય (અર્થ) કંઈ મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org