________________
૮૧) ૪. રૂ. સૂ. ]
એક વાક્યમાં બીજું વાક્ય પ્રવેશી જાય (તે) ગર્ભિતત્ત્વ જેમ કે,
બીજાનો અપકાર કરવામાં ડૂબેલા દુર્જનો સાથે સંગતિ ક્યારેય કરવી ન જોઈએ. તે તત્ત્વ (=સત્ય/ તાત્ત્વિક વાત) આપને કહું છું. (૨૫૮)
१५१
અહીં, તૃતીય પાદ બીજા વાક્યની વચ્ચે પ્રવેશી ગયું છે.
ક્યારેક (ગર્ભિતત્વ) ગુણરૂપ (બને છે) જેમ કે,
દિગ્ગજોની હારમાળામાં વહેંચાયેલ ચારેય દિશાઓવાળી પૃથ્વી સધાય છે. ( = તેને પામવા/જીતવાની ઇચ્છા કરવામાં આવે છે), એમ કહેતાં અમે રોમાંચિત થઈએ છીએ કે સિદ્ધ એવી (= જિતાયેલી) તેને ( =પૃથ્વીને) (પરશુરામ વડે) બ્રાહ્મણને આપી દેવાઈ. વધુ શું (હીએ ?) તે (પરશુ) રામને નમસ્કાર, જેમનામાંથી આ થા જન્મી અને જેમનામાં વિરમી. (૨૫૯)
[ઔચિત્યવિચારચર્ચામાં (પૃ. ૧૩૮) ભટ્ટ પ્રભાકરનું (પદ્ય)]
અહીં, વીર ને અદ્ભુત રસને લીધે ‘“વવન્ત વ્’’ વગેરે બીજું વાક્ય વચ્ચે પ્રવેયું છે (પણ તે) ગુણ (રૂપ છે)
પ્રસ્તુત વિગતનો ભંગ તે ભગ્નપ્રક્રમતત્ત્વ છે જેમ કે,
આ રીતે મુખ્ય મંત્રીઓ વડે કહેવાયેલ રાજાએ સામે કહ્યું. (૨૬૦)
અહીં, ‘“ઉત્ત્ત:’” એમ શરૂ કરીને “પ્રત્યમાવત” એમ (નિરૂપણ કરવું તે) પ્રકૃતિગત ભગ્નપ્રક્રમત્વ છે. “પ્રત્યેવોવત’” એ યોગ્ય છે.
અથવા જેમ કે,
હિમાલયની વિદાય લઈને તયા ફરી શંકરને મળીને, “અમારું કાર્ય સિદ્ધ થયું છે’' તેમ જણાવી તેમનાથી છૂટા પડેલા તેઓ આકાશમાં ઊડી ગયા. (૨૬૧) [કુમાર૦ – ૬.૯૪]
અહીં, ‘“અનેન વિસૃષ્ટાઃ’' એમ કહેવું જોઈએ.
ધૈર્ય વડે, મહર્ષિની વિશ્વાસપાત્રતાથી, (અને) દુશ્મનને લીધે જન્મેલા તીવ્ર ક્રોધથી ઇન્દ્રના પુત્ર (= અર્જુન)ની શક્તિ જાણતા તેઓમાં તે શોકસ્થાન પામ્યો નહિ. (૨૬૨) [કિરાતાર્જુનીય-૩.૩૪] અહીં, સ્વાતિ વગેરે પ્રત્યયનો (પ્રક્રમભંગ છે) ‘‘તીવ્રેળ વિષિમુવાસા =’” એમ (કહેવું) યોગ્ય છે. અથવા જેમ કે,
ભસ્મ જ સફેદ અંગરાગ બની, ખપ્પર જ સ્વચ્છ મસ્તની શોભા બની. જે ભાગમાં ચિત્રાંક્તિ હંસાદિ ચિહ્નવાળા છેડાના હાથીના ચામડાથી જ રેશમી વસ્ત્રનો ભાવ (સચવાયો). (૨૬૩) [કુમાર॰ – ૭.૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org