________________
१६३
૧૦) મ. ૩. ટૂ. ૬] વાક્યનું (ઉદા.) જેમ કે,
પાનથી ભરેલા ગાલવાળો આ ભલો માણસ ગમે તેમ બબડાટ કરે છે અને હંમેશાં ગમે તે ખાય છે ને પીએ છે. (૨૮૯).
(તે) ક્યારેક ગુણરૂપ બને છે, જેમ કે,
કોલમના ભાત જેવાં ફૂલોવાળાં સિધુવારનાં વૃક્ષો મને પ્રિય છે. ગાળી નાખેલા ભેંસના દહીં જેવાં સુંદર (તથા) મુગ્ધ વિચકિલ (ફૂલ)ની કૂંપળોના સમૂહ જેવા (તે છે). (૨૯૦)
[કપૂરમંજરી-૧.૧૯] અહીં, તમ, મ, મહિષી, ધ વગેરે શબ્દો લૌકિક હોવા છતાં પણ વિદૂષકની ઉક્તિમાં ગુણત્વને (પામે છે). શાસ્ત્રમાત્રમાં પ્રસિદ્ધ હોય તે – જેમ કે,
જેથી કરીને આ ભયંકર આચરણ કરતો સદા એ રીતે દેખાય છે, તેથી માનું છું કે, એનો દેવતા પિશાચ કે રાક્ષસ હરો. (૨૯૧)
અહીં “વિત” શબ્દ પુલિંગમાં છે તે “લિંગાનુશાસન'માં જ પ્રસિદ્ધ છે. વ્યવહારમાં નહીં, . અથવા જેમ કે,
સમ્યક જ્ઞાનની મહાજ્યોતિએ જેના આશયો નષ્ટ કર્યા છે તેણે કરેલાં હોવા છતાં આ કર્મો બંધનરૂપ બનતાં નથી. (૨૯૨)
અહીં “ગાય” શબ્દ વાસનાનો પર્યાય છે તે યોગશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. અને જેમ કે,
બીજાં તીર્થોમાં સ્નાન કરીને, પુણ્ય પ્રાપ્ત કરીને હવે આ આદર સાથે (= શ્રદ્ધાપૂર્વક) ગંગાનદીમાં (સ્નાન માટે) જાય છે. (૨૯૩)
અહીં, જવાના અર્થમાં પ્રયોજાયેલ દક્તિ (૫૬) ધાતુપાઠમાં જ પ્રસિદ્ધ છે. અથવા જેમ કે, આપનું હજાર આંખોવાળા (= ઇન્દ્ર) જેવું સૈન્ય શત્રુઓ દ્વારા પરાજિત ન કરાય તેવું છે. (૨૯૪)
અહીં “” શબ્દનો “અક્ષિ” અર્થ અભિધાનકોશમાં જ પ્રસિદ્ધ છે. ક્યારેક (તે) ગુણરૂપ (છે) – જેમ કે,
જેમ આ શરીરમાં પાંચ કંધોથી ભિન્ન આત્મા બોદ્ધોને મત નથી તેમ (સધ્યાઠિ) સમસ્ત કાર્યોમાં (સહાયાદ્રિ) પાંચ અંગોથી ભિન્ન, રાજાઓ માટે તે પ્રકારનો બીજો કોઈ મંત્ર નથી. (૨૯૫)
[શિશુપાલ- ૨.૨૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org