________________
૧૦) . ૩. . ૬]
१६५ અહીં, અંગઅંધપંચક એ પદનું જે તે વિદ્યા જાણનારા વચ્ચેના સંવાદ (= વાતચીત) વગેરેમાં ગુણત્વ છે. શ્લેષમાં તો તે ન ગુણરૂપ હોય છે કે ન દોષરૂપ. જેમ કે,
જે અજન્માએ (બાલક્રીડામાં) ગાડું ભાંગ્યું હતું, પહેલાં બલિને જીતનાર, (પોતાના) શરીરને સ્ત્રીરૂપ બનાવ્યું હતું, જે ઉદ્ધત કાલીયને હણનાર હતો, જેમાં શ્રુતિરૂપ વેદનો લય થાય છે, જેણે ગોવર્ધન તથા પૃથ્વીને ધારણ કર્યાં હતાં, ચંદ્રને પીડનારનું મસ્તક ઉડાવી દેનાર કહી જેને દેવો સ્તુતિ યોગ્ય કહે છે, જેણે અંધકો ( યાદવો)નો નિવાસ કર્યો હતો, તે સર્વદાતા માધવ પોતે તારું રક્ષણ કરે.
(જેણે કામદેવનો નાશ કર્યો છે, પહેલાં બલિને જીતનારના શરીરનું અસ્ત્ર કર્યું હતું અને જે ઉદ્ધત સપના હાર ન વલય પહેરે છે તથા જેણે ગંગાને ધારણ કરી હતી, જેણે “ચંદ્રમૌલિ” કે “હર' કહીને દેવો સ્તુતિ કરે છે, જેણે અંધકનો નાશ કર્યો છે, તે ઉમાપતિ શિવ હંમેશ તારું રક્ષણ કરે.) (૨૯૬)
[સુભાષિતાવલીમાં-(૪૪); ચંદ્રકકવિનું (પદ્ય)] અહીં, માધવપક્ષમાં શામત (= “શિનું મનાતિ ચો સદુ:” “વિવેક’ માં) શબ્દ અને લય (ક્ષયે નિવાસં કરોતિ ય:' - 'વિવેક'માં) શબ્દ અપ્રયુક્ત છે. વાક્યગત – જેમ કે,
હે મિત્ર, આકરા ઉપાયોવાળો અને તીવ્ર સંવેગથી યુક્તનો તે પ્રયત્ન દઢભૂમિ થઈ પ્રિયની પ્રાપ્તિને વિષે સફળ થયો. (૨૯૭) અહીં, મધમત્રોપાય વગેરે શબ્દો યોગશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. (તે) ક્યારેક ગુણરૂપ બને છે). જેમ કે,
હે દેવ, આજે હેમંતમાં વસ્ત્ર ઓછાં હોવાથી, યજ્ઞની અકીર્તિની માફક અમારું પ્રસારણ દુર્લભ છે. (૨૯૮) અહીં પ્રતિપાઘ અને પ્રતિપાઠક (= બોલનાર અને સાંભળનાર) તેને જાણતા હોય તો ગુણ (રૂપ) છે. બ્રિીડા, જુગુપ્સા અને અમંગલના વ્યંજક હોઈ અશ્લીલત્વ પણ ત્રણ પ્રકારનું છે. તે પૈકી, પદગત (અશ્લીલત્વ) - જેમ કે,
જેનું સાધન (સૈન્ય, લિંગ) બહુ મોટું છે - જેવું બીજાનું જોવામાં આવતું નથી, તે બુદ્ધિવાળાની વંકાયેલી (= ખેંચાયેલી) ભ્રમરને બીજો કોણ સહી શકે ? (૨૯૯)
બીજી સ્ત્રીએ નિઃશંકપણે જેનો હોઠ કરડ્યો છે તેવો (અને પત્ની વડે) લીલામલથી જેને મારવામાં આવ્યો છે તેવો કોઈક જાણે કે પરાગરજથી આંખ દુઃખતી હોય તેમ આંખો બંધ કરીને રહ્યો (તેથી) મુગ્ધા (પત્ની) કમળની કળી જેવા મુખ વડે પવન નાખવા (= ફૂંક મારવા) લાગી ત્યારે તે (પત્ની) તે (પુરુષ) વડે ભ્રમથી કે ધૂર્તતાથી લાંબા સમય સુધી ચૂમી લેવાઈ. (૩૦૦)
[અમર૦ – ૭૨] કોમળ પવનથી વિખરાયેલા ગાઢને સુંદર (મોરનાં પીંછાંનો સમૂહ મારી પ્રિયાના વિનાશથી આજે હરીફ વગરનો થયો છે. રતિ-કડામાં છૂટી ગયેલ બંધવાળા, પુષ્પોયુક્ત, તે સુકેશીનો કેશપાશ જ હોત તો આ મોર કોને (= કોના મનને) હરી લેત? (૩૦૧)
[વિકમોવય- ૪.૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org