________________
૧૦) ૩. રૂ. પૂ. ૬]
१७५ અહીં, ભૂતપૂર્વપુર્ (સિદ્ધહેમ - ૭-૨-૭૮) એમ પ્રત્યય થતાં “શું પહેલાં સાધુ છે કે સાધુઓમાં ફરે છે’’ એમ (પદગત) સંદેહ છે.
ક્યારેક ગુણરૂપ જેમ કે,
હું તો (તમારી પ્રિયા) એ અનિન્દ સુંદરીને, કે (જે તમારા વિરહમાં) કામજનિત પીડાથી આક્રાન્ત છે, (તેને) કૂર કાળ અથવા યમ વડે કવલિત થઈ ગયેલી સમજું છું. અમને તમારા હૃદયમાં (એના જીવતા રહેવાની કે મળવાની) આશા હોવા સાથે શું નિસ્બત?
(તે અનિન્દ ચરિત્રવાળી બાળા કામપીડાથી આક્રાન્ત નથી. તે તો ગ્રીષ્મકાળથી કરમાઈ છે. છેવટે, અમને (= અમારી સખીને) તમારે વિષે પ્રણયાભિલાષાથી શું પ્રયોજાય ?) (૩૨૩) [કાવ્યોદર-૩.૧૪૨].
અહીં, વિરહથી આતુર સ્ત્રી વિષે ગ્રીષ્મકાળ આવતાં, કાલ શબ્દ ગ્રીષ્મવાચક છે કે મૃત્યુવાચક એમ સંયુક્ત આ વચન યુવાનને અકળાવવા માટે પ્રયોજાયું છે.
વાક્યગત - જેમ કે,
સુરાલયના (મંદિર, દારૂનું પીઠું) ઉલ્લાસવાળો, જેને પૂરતું કંપન પ્રાપ્ત થયું છે તેવો - માર્ગપ્રવણ (=શોધવા નીકળેલો, બાણ ફેંકનારો), જે વિભૂતિમત્ (= ચમક્તો, રાખ ચોળેલો) છે તેવા આને જુઓ. (૩૨૪)
અહીં સુર વગેરે શબ્દો “દેવસેના” કે “બાણની સમૃદ્ધિના અર્થવાળો છે કે મદિરા વગેરેના અર્ધયુક્ત એમ સંદેહ રહે છે.
ક્યારેક ગુણરૂપ - જેમ કે,
હે મહારાજ, મોટાં સોનાનાં પાત્રવાળું (બાળકોના આર્ત સ્વરના સ્થાનરૂપ), આભૂષણોથી શોભતા સઘળા સેવકોવાળું (ભૂમિ ઉપર પડેલા બધા પરિવારના સભ્યોવાળું), ડોલતી હાથણીઓવાળું (ઉંદરોના દરની ધૂળથી ભરેલું) આપણું નિવાસસ્થાન હાલમાં સમાન જણાય છે). (૩૨૫) [
અહીં વાચ્યના મહિમાથી નિયત અર્થની પ્રતિપતિ કરાવવામાં વ્યાજસ્તુતિનું પર્યવસાન થાય છે, તેથી ગુણરૂપ છે.
પદગત અનુચિતાર્થત્વ - જેમ કે,
તપસ્વીઓ વડે જે લાંબા સમયે પ્રાપ્ત થાય છે અને યજ્ઞ કરનારાઓ દ્વારા જે પ્રયત્નપૂર્વક પમાય છે તે ગતિને રણરૂપી અશ્વમેધયજ્ઞમાં પશુરૂપ પામનારા (અર્થાત્ હોમાઈ જનારા) યરાસ્વીજનો જલદીથી પામે છે. (૩૨૬)
અહીં પશુ પદ ડર - ભયને વ્યક્ત કરે છે તેથી અનુચિતાર્થ, અથવા જેમ કે ઉપમામાં -
ક્યારેક આગળ જતા, ક્યારેક આવીને પ્રહાર કરતા તારા વડે કૂતરા દ્વારા જેમ હરણોનું ટોળું તેમ શત્રુઓનું સૈન્ય ભેડાયું. (૩૨૭)
[ભામહ-૨.૫૪] તથા, અગ્નિના તણખાની જેમ આ સૂર્ય ચમકે છે. (૩૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org