________________
१६७
૧૦) મ. ૩. સૂ. ૬].
આ (ઉદાહરણો)માં સાધન, વાયુ અને વિનાશ (એ) શબ્દો બ્રિીડા વગેરેના વ્યંજક છે. વાક્યગત (અશ્લીલત્વ) જેમ કે,
(શત્રુ પ્રત્યે) વક્ર દષ્ટિવાળી, કંપાવતી, તે તે શસ્ત્રોના પ્રહારને વિષે ઉત્સાહવાળી, ભૂપતિની આગળ વધતી (સેનાએ) (શત્રુઓને) મૂર્શિત કરી દીધા. (૩૦૨)
‘કમ્પના સેના’, ‘વામ શત્રુ’ વિષે વિરુદ્ધ અથવા અર્થહીન (પ્રયોગ) છે. અહીં, ૩૫ર્ષા, પ્રફળન, મોદન, વગેરે શબ્દો (મથુનના સૂચક હોવાથી) બ્રીડાજનક હોવાથી અશ્લીલ છે.
જે કવિઓની પ્રવૃત્તિ બીજાના અર્થગ્રહણ કરવાને વિષે હોય છે તેઓ બીજાઓએ વમન કરેલું ખાય છે તથા બીજાના ઉત્સર્ગને ભોગવે છે. (૩૦૩)
અહીં, વાત, ઉત્સ, પ્રવર્તન વગેરે શબ્દો જુગુપ્સા જન્માવનાર છે.
હું મારા પરિવાર સાથે પિતૃગૃહે (સમશાનમાં) જાઉં છું, જ્યાં મારું હૃદય પવિત્ર પુરુષો (અગ્નિ) સાથેના સંબંધને લીધે એકદમ શોકરૂપી શલ્ય વગરનું બને છે. (૩૦૪)
(પદ) દ્વારા “પવિત્ર” અને “અગ્નિ” (બંને અર્થ ગૃહીત થાય છે) (તેથી) અહીં પિતાનું ઘર વગેરે વિવક્ષિત હોવા છતાં સ્મશાન વગેરેની જે પ્રતીતિ થાય છે, તે અમંગલજનક છે.
(તે) ક્યારેક ગુણરૂપ – જેમ કે, સુરત વગેરે ગોષ્ઠીમાં (૨૩) કિવિધ અર્થવાળાં પદો વડે રહસ્યમય વિગત છુપાવવામાં આવે.
કામરાસ્ત્રમાં – કરિહસ્ત (ની મુદ્રા) વડે યોનિમાં પ્રવેશી, અંદર હલાવીને પ્રવેશતો પુરુષનો ધ્વજ (= પુરુષલિંગ) યોનિમાં શોભે છે. (૩૦૫)
(૨૪) તર્જની અને અનામિકા (એ બે આંગળીઓ) જોડેલી (રાખવાની) એ બેની પાછળ મધ્યમાં (= વચલી મોટી આંગળી) રાખવી. (એ થયો કરિહસ્ત). “સંબોધ' એટલે અથડામણ અને યોનિ. ધ્વજ” એ પતાકા જેવું ચિહ્ન અને પુરુષેન્દ્રિય. “સાધન એટલે સૈન્ય અને સ્ત્રીયોનિ. મિથાઓમાં – જેમ કે,
છતા પડેલા, ફૂલેલા દેડકાના ચરેલા પેટ જેવી ભીની, સ્ત્રીની યોનિમાં કીડા સિવાય કોને આસક્તિ જન્મે ? (૩૦૬).
શત્રુઓ શાંત થઈ જવાથી જેમનો વેરરૂપી અગ્નિ ઓલવાઈ ગયો છે તેવા પાંડુપુત્રો માધવ સાથે આનંદિત રહો. અનુરક્ત (મિત્રો)ને ભૂમિ આપી ખુશ કરનાર, અને યુદ્ધ મટી ગયું છે તેવા કૌરવો નોકરો સાથે સ્વસ્થ થાઓ. (૩૦૭)
(વેણી-૧.૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org