________________
૮૨) મ. ૩. સૂ. ૧].
१५९ અથવા જેમ કે,
જેમના પ્રતાપની ઉષ્મા વડે દેવોના હાથીના મદની સરિતા પિવાઈ ગઈ છે (શોષી લેવાઈ છે), જેમણે નંદનવનની છાયામાં મદ્યપાનની જગ્યા બનાવી છે, જે રાત્રે ફરનારાઓ (= રાક્ષસો)ના હુંકાર દેવોના રાજાને પણ ક્ષોભ કરનાર છે તેમણે તમને સંતોષ આપે તેવું તથા પોતાની ખ્યાતિને અનુરૂપ કશું ક્યું છે શું? (૨૭૮)
અંગ – અંગીની જેમ “યત-ત” (એ) બે અર્થનો સંબંધ છે, યત્ અર્થવાળા અંગોનો પરસ્પર નહીં, એ નિયમથી અનેક યત્ - અર્થો વડે એક જ અર્થ નિર્દેશાતો નથી તેથી હૈ: માં વિશેષ્યની પ્રતીતિ થતી નથી. ક્ષપાવામિક એ પાઠ હોતાં સંબંધ બેસે છે.
અથવા જેમ કે, ઉપમામાં -
વાવ જેવું સ્વચ્છ આકાશ છે, હંસી જેવો શ્વેત ચન્દ્ર છે. ચન્દ્રલેખા જેવો આ હંસ છે ને હંસપંક્તિ જેવો તારો યશ છે. (૨૭૯)
તથા,
સરોવર જેવું સ્વચ્છ ગગન છે. કારાપુષ્પો જેવો શ્વેત ચન્દ્ર છે. ચન્દ્ર જેવા સફેદ હંસો છે ને હંસી જેવી શુભ-સ્વચ્છ દિશાઓ છે. (૨૮૦)
અહીં, ઉપમાન અને ઉપમેયના સાધારણ ધર્મનું કથન કરતું પદ લિંગ અને વચનથી ભિન્ન હોવાથી ઉપમાન સાથે જોડાતું નથી તેથી અનન્વિત (દોષ છે) અને જો લિંગ અને વચનના ફેરફારથી ઉપમાન સાથે પણ સંબંધ કરાય તો તે “અભ્યાસ' (= પુનરુક્તિ) નામે વાક્યભેદ (= બે સ્વતંત્ર વાક્યો) થાય. આ રીતે, વ્યવધાન વગર પ્રસ્તુત અર્થ પ્રતીત થતો નથી. વિપરિણામ (= અર્થાત્, ધારો કે અવ્યવહિત રીતે અર્થ સમજાય, તો પણ તે શાસ્ત્રમાં ચાલે, એટલે કે) એ શાસ્ત્રીય ન્યાય છે. તે કાવ્યને વિષે ઉચિત નથી. પરંતુ જ્યાં લિંગ અને વચનનો ભેદ હોવા છતાં સાધારણ ધર્મને કહેનારું પદ સ્વરૂપથી ભિન્ન જણાતું નથી ત્યાં તે દોષરૂપ નથી, જેમ કે,
વાપંચ જ જેનો સાર છે, કોઈ વિશેષ વગરની જેની અલ્પવૃત્તિ છે, તેવા સ્વામી જેવા નટત્વથી અમે સદા નિર્વિણ થયા છીએ (= હતાશ થયા છીએ) (૨૮૧)
ચન્દ્ર જેવા સુંદર મુખને તે જુએ છે. (૨૮૨)
બીજી સ્ત્રીઓથી જુદો અને મધુરતાભર્યો તેનો વેશ તેમના હાવભાવની જેમ પરમ શોભા ધારણ કરે છે. (૨૮૩)
જ્યાં ગમ્યમાન સાધારણ ધર્મ દર્શાવતું પદ હોય ત્યાં પણ દોષ (આવતો) નથી. જેમ કે, ચન્દ્ર જેવું મુખ, કમળ જેવો હાથ, બિંબકળ જેવો ઓષ્ઠ વગેરે, ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org