________________
૮૨) . ૩. સૂ. ૧]
१५७ તથા, તેનું મુખ જે (છે) તો ચંદ્રની વાત સ્થગિત થઈ ગઈ છે. તેનું સ્મિત જો (છે) તો (તેથી બીજુ) અમૃત ક્યું ? તે કાંતિ જો (છે) તો સુવર્ણ નિરુપયોગી છે. તે વાણી જો છે તો મધને ધિક્કાર છે. તે દષ્ટિ જો છે તો કુવલયોથી (સ્થાન) છોડી દેવાયું. અથવા વધુ શું કહીએ ? બ્રહ્માના સર્જનનો ક્રમ પુનરુક્ત વિગત વિષે (ને કારણે) રસ વગરનો છે. (૨૭૪) [બાલરામાયણ-૨.૧૭, વિદ્ધશાલભંજિકા–૧.૧૪]
અહીં, ઉપમાન કરતાં ઉપમેયના અતિરેકરૂપ વસ્તુ કહેવું ઇષ્ટ છે. તેને અર્થાન્તરચાસ દ્વારા (નિરૂપિત કરવાથી) વસ્તુના સર્જનની પુનરુક્તિના સાદયમાં પર્યવસાન થવાથી ભગ્નપ્રક્રમત્વ છે. વક્તા વગેરેના ઔચિત્યમાં (ભગ્નપ્રક્રમ) દોષરૂપ નથી. (જેમકે) 24
માતાના તિરસ્કારથી જેનો કોપ વધ્યો છે તેવા બાળકથી, “પિતાજી ક્યાં જાઓ છો ?'' એમ અસ્કુટ બોલાયેલ (વચને પણ) અભ્યાસને કારણે અર્થ સમજાવાથી, ગમન કરતા (પિતાના) ધર્યને ભેદી નાખ્યું. (૨૭૫)
[શિશુપાલ૦ -૧૫.૮૭] અહીં, બાળકે ‘વનંતિ’ એમ જ પ્રયોગ ક્ય છે, નહીં કે ‘ડ્રગતિ’ કેમ કે, તેમાં જ (વર્ણ) પરિચયમાં રહેલા અર્થના ફુટત્વ અંગેના ધર્યને ભેટવાનું સંભવિત (બને) છે. માત્ર શક્તિ ન હોવાને લીધે જ તેણે (= બાળકે) રેફનું (= “ર” કાર – ૨ નું) ઉચ્ચારણ ક્યું નથી.
પદાર્થોના પરસ્પર સંબંધનો અભાવ (એ થયું અનન્વિતત્વ). જેમ કે,
જેની મૂઠી (મુકી બરાબર પકડાયેલી (= કંજૂસની બંધ મુઠી હોય) છે, જે કોશ (= કૃપા કહેતાં તલવાર મ્યાન કરવાની પેટી, અને કોશ = ધનભંડાર) પર બેઠેલ, સ્વાભાવિક મલિનતાવાળા કૃપણ (= કંજૂસ) અને કૃપાણ (= તલવાર) વચ્ચે કેવળ ‘મા’ કાર (‘પ', અને પા'; અથવા ‘આકૃતિ)નો જ ભેદ છે. (૨૭૬)
અહીં, સન્નિવેશરૂપ આકાર જો વિવક્ષિત હોય તો તે પરસ્પરના પરિહારની સ્થિતિવાળા બે અર્થને વિષે સિદ્ધ જ છે તેથી અનુપાદેય છે, જ્યારે ખાસ અક્ષરરૂપી (= આ કાર) (વિગત તો) શબ્દમાં નિયત હોવાથી તે બે અર્થો વિષે સંભવતી જ નથી. તેથી અનન્વિતત્વ છે. અથવા જેમ કે,
(મોટા) નિર્ધાત (= આકાશમાં થતા ગડગડાટ) જેવા ઉગ્ર, ધનુષ્યની પણછના ટંકારથી કુંજમાં બેઠેલા (સિહોને) મારવાની ઇચ્છાવાળા (તેણે) સિંહોને ક્ષુબ્ધ ક્ય. વીર્ય (= પરાક્રમ) થી ઉન્નત એવા મૃગો (પ્રાણીઓ) વિરોના તેમનારાજશબ્દથીતે (= દશરથ) અસૂયાવાળો બન્યો. (૨૭૭) રિઘુવંશ - ૩.૬૪]
અહીં, સિંહોને વિષે તો “રાજા” શબ્દ સંભવે નહીં, કેમકે તે (= સિહો) તે (શબ્દ વડે) વાચ્ય થતા નથી અને તેની સાથે તેનો સંબંધ પણ નથી. (પ્રશ્ન) તેના (= “સિંહ” શબ્દના) પર્યાય (એવા) “મૃગરાજ' શબ્દમાં (તે વાચ્યત્વ) છે, એમ કહેવાય, તો (તે બરાબર નથી, કેમકે (તે – મૃગરાજ શબ્દ) અહીં પ્રકાન્ત થયો નથી. વળી, “BIT'માં કૃRIનાનાં’ એવી ઉક્તિ પણ નથી અને વળી મૃગોને વિષે સિંહોનું રાજત્વ છે, (પણ) શબ્દ વિષે નહિ, તેથી “વીદગ્રત્વ” એવું તેનું વિશેષણ અનુપપન્ન જ છે, કારણ તે અર્થનિક હોય એ રીતે ઉપપન્ન થાય છે. તેથી સિંહોનો ને મૃગોનો તથા અત્યંત શક્તિનો રાજા શબ્દ સાથેનો સંબંધ બેસતો નથી. તેથી, “રાનમાવ:” એમ, અથવા “5s” એમ પાઠ વધુ સારો છે. (અર્થાતું, ‘રાજ’ શબ્દનો પ્રયોગ બરાબર નથી કેમ કે, તે ‘y/TVમ્', તેષાં', કે ‘વીર્યોઘ’ - એમાંથી કોઈની પણ સાથે ગોઠવાતો નથી. શબ્દ કોઈ વસ્તુ વિષે જોડાતો નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org