________________
૮૧) ૬. રૂ. સૂ. ]
અહીં, કારનો (પ્રક્રમભંગ છે). ‘“ન 7 તેડ, નૃતવત્યસંમતમ્'' એમ (હેવું) યોગ્ય છે.
અને જેમ કે,
આ (સ્ત્રીઓ)નાં શરીરને ચારુતાએ વિભૂષિત કર્યાં. તેને (= ચારુતાને) (જરાય) ઓછા નહિ તેવા નવયૌવનના યોગે (વિભૂષિત કરી). તેને (= નવયૌવનયોગને) કામદેવની શોભાએ, તેને (= શોભાને) પ્રિયતમના સંગમરૂપી ભૂષણવાળા મઢે (વિભૂષિત કરી). (૨૭૦)
[શિશુપાલ- ૧૦. ૩૩]
અહીં, શૃંખલાક્રમ દ્વારા ર્તાનો કર્મભાવ પછી (બીજો ર્તા-એમ (જે રીતે) શરૂ કર્યો તેમ તેનો નિર્વાહ કર્યો નથી. ‘‘તપિ વર્ણમસઃ'' એમ કહેવું યોગ્ય છે.
તારું પુષ્પોના બાણવાળા હોવું તથા ચંદ્રનું શીતળ કિરણોવાળા હોવું આ બંને મારા જેવા માટે અયોગ્ય જ જણાય છે. કેમ કે, ચંદ્ર શીતળ કિરણો દ્વારા આગ છોડે છે અને તું પણ પુષ્પોનાં બાણને વજ્ર જેવાં બળવાળાં (તાતાં) બનાવે છે. (૨૭૧)
१५५
Jain Education International
અહીં, ક્રમનો (ભંગ છે).
અથવા જેમ કે,
અપાર તપ, તેજ અને વીર્યથી પ્રસિદ્ધ યરારૂપી નિધિવાળા, યયાર્થ અહંકારથી ભરપૂર, અને રોષથી ધસી આવતા મુનિ વિષે નવા ધનુર્વિદ્યાના ગર્વની ક્ષમતાવાળા કર્મને માટે તથા પાઠ સ્પર્શ માટે પણ હાથ ઉતાવળે ફરકે છે. (૨૭૨) [મહાવીરચરિત- ૨.૩૦]
અથવા જેમ કે, વ્યતિરેક અલંકારમાં –
હે અંગના, તારાં નયનો તરંગિત કર, સુંદર નીલકમલ ભલે પડે. ઓષ્ઠના (લાલ) વ્રણને સ્ફુટ કર, ભલે પરવાળા શ્વેતત્વ પામે. ક્ષણભર શરીર ખુલ્લું કર, (પછી) ભલે સુવર્ણ કાળાશ પડે, (અને) મુખ સહેજ ઊંચું કર (પછી) ભલે આકાશ બે ચંદ્રવાળું બને ! (૨૭૩)
[બાલરામાયણ - ૩.૨૫, વિદ્વશાલભંજિકા
૩.૨૭] અહીં, નીલકમલ વગેરે ઉપમાનોના તિરસ્કાર વડે નયન વગેરે ઉપમેયના અતિશયને કહેવાનો આરંભ કરીને-“મવતુ ૬ દ્વિત્રં નમ:' એમ સાદશ્યમાત્રના ક્થનથી નિર્વાહ કરાયો નથી તે ભગ્નપ્રક્રમત્ન છે. ‘“મવતુ તદ્ વિશ્વન્દ્ર નમઃ'' એમ (હેવું) ઉચિત છે.
For Private & Personal Use Only
[શાકુન્તલ-૩. ૩]
-
www.jainelibrary.org