________________
૮૧) ૬. રૂ. સૂ. ]
१५३
અહીં, (નેન્દ્રવર્મ વૅ, એમ પ્રથમાન્ત પદ) ‘હાથીનું ચામડું જ’ એનું રેશમી વસ્ત્ર છે એમ કહેવું યોગ્ય છે.
સૈનિકોએ સ્નાન કર્યું, પાણી પીધું, વસ્ત્રો ધોયાં તયા ખીલેલાં કમળો હાયમાં ધર્યાં છે (= ખીલેલાં કમળોરૂપી આભૂષણો ધર્યાં) તેવા તેમણે કમળકાક્ડી ખાધી. આ રીતે, સંપત્તિનો ભોગ ન કરવાથી તે નિરર્થક છે એવા નદીઓના દોષ વિષેનો અપવાદ ધોઈ નાખ્યો (= દૂર કર્યો). (૨૬૪)
[શિશુપાલ-૫.૨૮]
અહીં, ‘ત્ય’ વગેરેનો (પ્રક્રમભંગ છે)
‘“વિશ્વમસ્ય વધુ: પ્રસૂનું” એમ કહેવું યોગ્ય છે. (‘સસ્તુઃ’ વ. દ્વારા તિત્ લકાર, પરોક્ષ ભૂતકાળ શરૂ કરીને ‘અનિનેઝુઃ’ એમ અનદ્યતન ભૂતકાળ પ્રયોજવાથી પ્રક્રમભંગ દોષ થયો).
યશ મેળવવા માટે સુખની લાલસાથી અથવા મનુષ્ય તરીકેની ગણનાને અતિક્રમી જવા, ઉત્સુક નહીં તેવા (છતાં) પ્રયત્નશીલ (મનુષ્ય)ના ખોળામાં સિદ્ધિ જાણે કે ઉત્સુક હોય તેમ આવી પડે છે. (૨૬૫) [કિરાતાર્જુનીય-૩.૪૦]
અહીં, નૃતૂ(પ્રત્યય)નો (પ્રક્રમભંગ છે) ‘“સુદ્ધનીતુિં વા” એમ (હેવું) યોગ્ય છે. સાગરથી ધરતી છવાઈ છે અને સાગર સો યોજન (પથરાયેલો છે). રોજ સૂર્યરૂપી યાત્રી આકાશના માપને માપે છે. આ રીતે અવધિ ( = મર્યાદા) ના ચિહ્નથી મુકુલિત ભાવો ઘણુંખરું (જોવા મળે છે) પણ સજ્જનોનો પ્રજ્ઞાનો ઉન્મેષ અસીમ (અની) વિજય પામે છે. (૨૬૬) [બાલરામાયણ-૧, ૮]
અહીં પર્યાયનો (પ્રક્રમભંગ છે). “મિતા મૂ: પત્યામાં સ ચ ઉતરવાં યોઞનશતમ્’' એમ કહેવું યોગ્ય છે. પરાક્રમ વગરનાને વિપત્તિઓ ઘેરી લે છે. આપત્તિ પામેલાને ભાગ્ય છોડી દે છે. ભાગ્ય વગરનાને માટે લઘુતા નિશ્ચિત છે અને ગૌરવહીન રાજ્યશ્રીનું પદ બનતો નથી. (૨૬૭)
[કિરાતાર્જુનીય- ૨.૧૪]
અહીં, ઉપસર્ગ અને પર્યાયનો (પ્રક્રમભંગ છે). ‘“તમિમવ: તે નિયતિ, લઘુતાં મનતે નિરાતિ:, નવુતામા[ ન વમ્' એમ (કહેવું) ઉચિત છે.
ખીલેલા કમળના કેસરના પરાગ જેવી શ્વેત કાંતિવાળી હે ભગવતી ગૌરી ! તમારી કૃપાથી મારી ઇચ્છા સિદ્ધ થાઓ. (૨૬૮) [નાગાનંદ ૧. ૧૩] અહીં, એકવચન દ્વારા ભગવતીને સંબોધીને પ્રસાદ અંગે જે તેના બહુવચનનો નિર્દેશ છે તે વચનનો (પ્રક્રમભંગ છે).
તું મારું અપ્રિય કરનાર નથી કે ન મારા વડે તારું પ્રતિકૂળ કરાયું છે, તો શા માટે વિલાપ કરતી રતિને ફારણ વગર જ દર્શન અપાતાં (= આપતો) નથી ? (૨૬૯)
[કુમાર॰ - ૪.૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org