________________
૮૧) . રૂ. પૂ. ]
१४९ આ બંનેમાં ચોથે ને છકે યતિ કરાયો નથી તેથી યતિભ્રષ્ટ છે. આનો અપવાદ તો “છંદોનુશાસન'માં અમે નિરૂપ્યો છે તેથી અહીં વિસ્તાર કરાતો નથી. | (છંદોનુશાસન – ૧.૧૫ની વૃત્તિમાં]
અમૃત એ અમૃત જ છે, એમાં સંદેહ શો ? મદિરા પણ અન્યથા નથી. પ્રસન્ન રસવાળું આમ્રફળ શું મધુર છે ? એકવાર પણ, બીજો રસ જાણનાર વ્યક્તિ, તટસ્થ થઈને, અહીં પ્રિયતમાના દંતક્ષત સિવાય બીજું કંઈ સ્વાદિષ્ટ હોય તો કહે. (૨૫૩)
અહીં, “વિદ્યાત્ સ્વાવું” એ અથવ્ય છે.
ગુણરત્નોને ઉત્પન્ન કરનાર (રોહણ પર્વતની) ભૂમિ જુદી જ છે, અને તે ધન્ય એવી માટી પણ જુદી જ છે; તે સામગ્રી પણ ખરેખર જુદી જ છે, જેના વડે વિધાતાએ આ યુવાનને સર્યો છે. જેની ઉપર દૃષ્ટિ પડતાં જ શોભાવાળા અને કાંતિવાળા પરંતુ મૂઢ ચિત્તવાળા શત્રુઓના હાથમાંથી અને સ્ત્રીઓના નિતંબ સ્થળેથી (અનુક્રમે) અસ્ત્રો અને વસ્ત્રો પડી જાય છે. (૨૫૪)
અહીં, “વાળ્ય”િ એમ પાઠ હોતાં, લઘુ પણ ગુરુ બને છે.
હાય રાજા, હાય વિદ્વાન, હાય કવિઓના મિત્ર, હે હજારોના આશ્રયદાતાદેવ, હાય મુગ્ધ અને વિદગ્ધની સભામાં રત્નસ્વરૂપ, તમે ક્યાં ગયા છો? અને અમે તમારા (આશ્રિત) ક્યાં (રહી ગયા)? (૨૫૫) [ ]
હાસ્યરસનું વ્યંજક એવું આ વૃત્ત કરુણરસને અનુરૂપ નથી. એક વાક્યનાં પદો બીજા વાક્યનાં પદો સાથે મળી જાય છે તે છે સંકીર્ણત્વ. જેમ કે,
ભૂખ્યો કાગડાને ખાય છે. પ્રસન્ન થયેલો કૂરતાથી રાંધેલો ભાત ફેંકી દે છે. કૂતરાને ગળે લગાડે છે. વૃદ્ધ (પોતાના) દૌહિત્રને ડરાવે છે. (૨૫૬)
અહીં, ક્ષિતિ, રં વાતિ, વન્ડે ન ગૃતિ, શ્વાન એકતિ - એમ કહેવું ઉચિત હતું. ક્લિષ્ટત્વ એક જ વાક્ય હોતાં (સંભવે) છે (તેથી) સંકીર્ણત્વ (દોષ) ક્લિષ્ટથી ભિન્ન છે. ક્યારેક ઉક્તિપ્રત્યુક્તિમાં (1) ગુણરૂપ બને છે, જેમ કે,
હે બાલા', “હે નાથ”, “હે માનિનિ, રોષ છોડ', “રોષથી મેં શું ક્યું છે?” “અમને દુઃખ (થાય છે)'', મારે વિષે આપ અપરાધ નથી કરતા, બધા જ અપરાધ મારામાં (રહેલા છે)”, “તો શા માટે ગદગદ વાણીથી રડે છે?'', “કોની આગળ રહું?” “આ મારી આગળ', “હું તમારી કોણ છું', “પ્રિયતમા” હું (પ્રિયતમા) નથી તેથી જ રહું છું.” (૨૫૭)
(અમર૦-૫૭) * કા.પ્ર.માં ‘ધન્ય' પાઠ છે. અહીં ' ' છે, તે બેસતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org