________________
૪૬) ૩. ૨. સૂ. ૨]
અહીં માનનો પ્રશમ છે. (ભાવ) સંધિ જેમ કે,
ગર્વિષ્ઠ અને તપ તથા પરાક્રમના ભંડારરૂપ (પરશુરામ)ના આગમનથી એક બાજુ (તેમની સાથેના) સત્સંગ માટેનો પ્રેમ અને વીરરસનો આવેગ મને ખેંચે છે અને બીજી બાજુ આ હરિચંદન ને ચન્દ્રસમાન શીતળ ને સ્નિગ્ધ આનંદદાયક વૈદેહીનું આલિંગન વારંવાર ચૈતન્યને હરી લઈને મને રોકી રાખે છે. (૧૨૦)
[મહાવીરચરિત- ૨.૨૨]
–
અહીં, આવેગ અને હર્ષની સંધિ છે.
(ભાવ) શખલતા જેમ કે,
ક્યાં આ અનુચિત કર્મ ને ક્યાં ચંદ્રમાનો વંશ ? શું ફરી પણ તે જોવા મળશે ? દોષો દૂર કરવા માટે અમારું જ્ઞાન છે. રોષમાં પણ મુખ સુંદર (લાગતું) હતું. ધર્માત્મા અને વિદ્વાન લોકો શું કહેરો ? સ્વપ્નમાં પણ તે દુર્લભ છે. હે ચિત્ત, સ્વસ્થતા પ્રાપ્ત કર. ખરેખર કોણ ભાગ્યશાળી યુવાન (તેના) અધરનું પાન કરશે ? (૧૨૧)
-
८३
Jain Education International
અહીં વિતર્ક, ઔત્સલ્ય, મતિ, સ્મરણ, શંકા, દૈન્ય, ધૃતિ (અને) ચિતાની રાખલતા છે.
વિવિધ રીતે અભિમુખ થઈને સ્થાયીના ધર્મ ઉપર આધાર રાખીને (તથા) પોતાના ધર્મનું અર્પણ કરીને રહે છે તેથી તે વ્યભિચારીઓ છે. ‘‘ભાવો'' એ (શબ્દ) આગળથી ઊતરી આવે છે. (તેત્રીસ એમ) સંખ્યાનું કથન નિયમન કરવા માટે છે. તેથી બીજા (તેત્રીસ સિવાયના અન્ય)નો અંતર્ભાવ આમાં (આ તેત્રીસમાં) જ (થઈ જાય છે) જેમ કે, દંભનો અવહિત્યામાં, ઉદ્વેગનો નિર્વેદમાં, ક્ષુધા-કૃષ્ણા વગેરેનો ગ્લાનિમાં (અંતર્ભાવ થાય છે). એ જ રીતે, બીજું પણ વિચારવું. બીજાઓ તો કહે છે કે, આટલા જ સહચારીઓ પ્રયોગમાં અવસ્થાવિશેષમાં પ્રદર્શિત કરાતાં, સ્થાયી ચર્વણાયોગ્ય બને છે. તેમના (= વ્યભિચારી ભાવોના) વિભાવ તથા અનુભાવ કહે છે
-
[સુભાષિતાવલીમાં કાલિદાસનું પદ્ય ૧૩૪૩]
૪૬) જ્ઞાન વગેરેને કારણે (થતી) ધૃતિ વ્યગ્રતા વગરના ભોગની કારક છે. (૨૧)
જ્ઞાન, બહુશ્રુતતા, ગુરુભક્તિ, તપ, સેવા, ક્રીડા, અર્યલાભ વગેરે વિભાવોયુક્ત ધૃતિ એટલે સંતોષ. અને તે પ્રાપ્ત કરેલાના ઉપભોગથી (વ્યગ્ર) કે નટ થયેલાના પસ્તાવાથી વ્યગ્ર થયા વિના થતો ભોગ કરે છે (= એવા ભોગની તે કારક છે). જેમ કે,
અમે અહીં વલ્ક્લોથી સંતુષ્ટ છીએ, તું લક્ષ્મીથી. (આપણો) સંતોષ અહીં સરખો હોતાં કોઈ તફાવત રહેતો નથી. દરિદ્ર તો તે છે, જેની તૃષ્ણા વિશાળ છે. મનથી સંતુષ્ટ થતાં, કોણ ધનવાન ને કોણ દરિદ્ર ? (૧૨૨)
[ભર્તૃહરિ: વૈરાગ્યરાતક-૫૩]
For Private & Personal Use Only
www.jainelibrary.org