________________
१२३
૮૬) ઞ. રૂ. સૂ. ૨]
માત્ર સંબંધમાં જ નહીં પરંતુ એક વાક્યમાં પણ બીજા રસના વ્યવધાનથી વિરોધ દૂર થાય છે. જેમ કે, નવીન પારિજાતની માળાની પરાગથી સુવાસિત થયેલ છાતીવાળા, દેવાંગનાઓથી આશ્લેષ પામેલ છાતીવાળા, ચંદનરસ છાંટવાથી સુગંધિત થયેલ કલ્પલતાનાં વસ્ત્રો વડે પંખો નંખાયેલા, વિમાનના પલંગ ઉપર બેઠેલા વીરોએ ત્યારે કુતૂહલપૂર્વક આંગળીથી નિર્દેશેલા, પૃથ્વીની રજથી ખરડાયેલા, શિયાળવીઓ વડે જોરથી વળગવામાં આવેલા, માંસ ખાનાર પક્ષીઓની લોહીયુક્ત ફરફરતી પાંખો વડે પવન નંખાયેલ પોતાના દેહો પડેલા જોયા. (૧૯૨, ૧૯૩, ૧૯૪) ]
[
અહીં બીભત્સ તથા શૃંગારની વચ્ચે વીરરસના નિરૂપણથી વિરોધ (આવતો) નથી. ‘‘વીરો પોતાના દેહને’’ વગેરે દ્વારા ઉત્સાહની સમજ આવતાં, કર્તા અને કર્મની, આખા વાક્યાર્યમાં અનુયાયી થાય એ રીતે, પ્રતીતિ થાય છે તેથી વચ્ચે (કોઈના) પાઠના અભાવમાં પણ વીરનું વ્યવધાન બનવું વધુ સારી રીતે (સિદ્ધ) થાય છે. ‘‘પોતાના દેહોને’’ દ્વારા એક ક્તની સમજ દ્વારા આશ્રયૈક્ય (સિદ્ધ થાય છે).
અંગરૂપ ન હોતાં એમ (જે કહ્યું છે તેમાં) બે વિરુદ્ધ રસ મુખ્ય હોતાં દોષરૂપ બને છે પરંતુ અંગરૂપ પ્રાપ્ત થતાં (દોષરૂપ) નહીં. તે (અંગત્વપ્રાપ્તિ) સ્વાભાવિક હોય અથવા ‘આરોપિત’ પણ હોય. તે પૈકી જેમની સ્વાભાવિક છે તેમને તે પ્રમાણે કહેતાં વિરોધ નથી જ. જેમ કે, વિપ્રલંભમાં તેના અંગરૂપ વ્યાધિ વગેરેનું (નિરૂપણ). તે (વ્યાધિ વગેરે) નિરપેક્ષ હોતાં, અપેક્ષાભાવના વિરોધી છે છતાં, કરુણમાં દરેક રીતે અંગરૂપે જોવા મળે છે. જેમ કે ‘“પ્રમિતિમત્તહૃદયતામ્’’ વગેરેમાં. સમારોષિત (અંગભાવપ્રાપ્તિ)માં દોષનો અભાવ જેમ કે, “જોવાોમતતોતવાતતિા'' વગેરેમાં. અહીં, ‘‘બાંધીને હણાય છે’’ એ રૌદ્રના અનુભાવ રૂપકના બળથી આરોપિત કરાયા છે. તેમનો નિર્વાહ નથી કરાતો તેથી અંગત્વ (પ્રાસ થાય) છે. વળી, એકબીજા પ્રકારની અંગભાવપ્રાપ્તિ, જેમ કે, (પ્રસ્તુત) આધિકારિક હોવાથી મુખ્ય એવા એક કાવ્યાર્યને વિષે પરસ્પર વિરોધી એવા બે રસ કે બે ભાવનો અંગભાવ હોય ત્યાં પેણ દોષ નથી. જેમ કે,
હાથને વળગેલાને ફેંકી દેવાયેલ, વસ્ત્રના છેડાને પક્ડવા જતાં જોરથી પ્રહાર કરાયેલ, ચરણે પડેલાને વાળથી પડીને દૂર કરાયેલ, સંભ્રમને લીધે જોવામાં ન આવેલ, આલિંગન કરતાં જે દેવસ્ત્રીઓ વડે આંસુપૂર્ણ નેત્રકમલ દ્વારા તિરસ્કાર પામેલ, હમણાં જ અપરાધ કર્યો છે તેવા કામીની જેમ શંભુનાં બાણોનો અગ્નિ તમારાં પાપ બાળી નાખો. (૧૯૫)
[અમરુશતક-૨]
અહીં ત્રિપુરરિપુના અતિશય પ્રભાવનું વર્ણન પ્રસ્તુત હોતાં કરુણની જેમ શૃંગાર પણ અંગભૂત છે તેથી તે બે વચ્ચે વિરોધ નથી.
બીજાના અંગરૂપ હોવા છતાં પણ કઈ રીતે વિરોધીઓના વિરોધનું નિવારણ થાય છે એમ જો હો તો - વિધિમાં વિરુદ્ધ વિગતો સાથે હોતાં દોષ રહે છે, અનુવાદમાં નહીં, જેમ કે,
-
કહે છે
આવ, જા, નીચે પડ, ઊભો થા, બોલ, ચૂપ રહે એ રીતે (ધન મળવાની) આશારૂપી ગ્રહથી પીડાતા યાચકો સાથે ધનવાનો ખેલે છે. (૧૯૬) [સુભાષિતાવલીમાં (૧૩૬૮) વ્યાસમુનિનું (પ)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org