________________
૮૨) 1. રૂ. સૂ. ૧]
१३७ અથવા જેમ કે, ઉપમામાં –
“જેના ઉપર ચક્વાક્યુગલ પાસે પાસે બેઠું છે, જેમાં કમળો (પૂર્ણ રીતે) ખીલેલાં છે, (જેની સપાટી) કમળની દાંડી (= મૃણાલ)ને છુપાવે છે તેવી વાવડી સુખ આપે છે; જેમ (ચંદન) લેપયુક્ત સ્તનવાળી વધુ.” (૨૧૫)
અહીં, કમળ અને મૃણાલની પ્રતિકૃતિ જેવા મુખ અને બાહુ કોઈ પણ પદ વડે ઉપાર ન હોવાથી ન્યૂનપદત્યુ થાય છે. ક્યારેક (ન્યૂનપદત્વ) ગુણરૂપ (હોય છે) જેમ કે,
ગાઢ આલિંગનને લીધે નાના થઈ ગયેલ સ્તનથી જેને રોમાંચ થયો છે, ગાઢ સ્નેહના અતિરેથી સુંદર નિતંબ ઉપરથી સરી જતા સુંદર અધોવસ્ત્રવાળી તે, “હે માન આપનાર ! નહીં નહીં, બહુ નહીં, મને બસ (હવે પીડીશ નહીં)” એમ અસ્પષ્ટ અક્ષર બોલતી તે શું સૂઈ ગઈ? કે શું મૃત્યુ પામી ? કે શું મારા મનમાં લીન થઈ ગઈ ? કે શું વિલીન થઈ ગઈ? (૨૦૧૬)
અમરુ૦-૪૦] ક્યારેક ગુણરૂપ પણ નહીં ને દોષરૂપ પણ નહીં, જેમ કે, તિકેતુ શોપવા વગેરેમાં (પૃ. ૮૦, (શ્લોક ૧૧૭) અહીં ‘‘વિહિતા” પછી “નૈતન્યતઃ” એટલાં પદો ન્યૂન છે પણ (તેમનાથી) ખાસ બુદ્ધિ (=વિશેષ અર્થ) થતી ન હોવાથી (તે) ગુણરૂપ નથી. (પરંતુ) પછી થતી પ્રતીતિ પહેલાંની પ્રતીતિને બાધિત કરે છે, તેથી તે દોષરૂપ (પણ) નથી.
અધિકપકત્વ જેમ કે,
ફટિક જેવા નિર્મળ સ્વરૂપનો, જેનું તીવ્ર શાસ્ત્રજ્ઞાન ખૂબ સંક્રાન્ત થયું છે, નિરોધાયેલી નહિ અને (અર્થ જોડે) સમન્વિત ઉક્તિની યુક્તિવાળો (= લગાવનારો) તેવો હરીફ મદ્ધના અસ્તના ઉદયરૂપ કોઈ એક (નાયક) છે. (૨૧૭)
અહીં, “માકૃતિ' શબ્દ વધારાનો છે. તથા, “જેને માટે, ગૌતમ વડે, તેનો ઉપકાર કરવાવાળો નાડીજંઘ મરાયો.” (૨૧૮)
[નાગાનંદ-૪.૧૫] અહીં “ત” શબ્દ (અધિક છે). તથા
ખીલતા કંદલોવાળી ભૂમિ, નવાં વાદળોવાળું આભલું, ખીલેલાં કમળોવાળી વાવડીઓ, મારી દષ્ટિ માટે વિષ બની ગયાં. (૨૧૯).
અહીં, (તન્વતમામૂનિ. માંનો) મનિટ (= મા), (નવા માંનો), સ૬ શબ્દ અને (૬ઠ્ઠાડુનમાંનો) યુન્ (શબ્દ) અધિક છે. તથા, કમળની દાંડીના કુડાના પાથેય (= એ રૂપી ભાતું)વાળા.'' (૨૨૦)
[મેઘદૂત (પૂર્વ) - ૧૧] વલ્કલરૂપી ઉત્તરીય વસ્ત્રવાળી જેણે અધ્યયન ક્યું છે તેવી (પાર્વતી) ને... (૨૨૧) [કુમાર૦ ૫.૧૬]
આ બેમાં મત્વર્યાય (વા:, વતીકુ)નું આધિક્ય છે, કેમ કે, બહુવ્રીહિ સમાસનો આધાર હોવાથી જ તેના અર્થની પ્રાપ્તિ થાય છે.
કહ્યું છે કે, “કર્મધારય અને મવર્ષીય (પ્રત્યયો) કરતાં બહુવ્રીહિ (યોજવો, કેમ કે તેના) પ્રક્રમ (=માર્ગ)ની લઘુતા છે (= તે માર્ગ સરળ, ટૂંકો છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org