________________
૮૧) ૬. રૂ. સૂ. ૬]
અહીં, રૂપક દ્વારા જ સામ્ય પ્રતિપાદિત કરાયું હોઈ ‘“ડ્વ’” શબ્દનું આધિક્ય (જણાય છે) અથવા જેમ કે, સમાસોક્તિમાં
સૂર્યે કર (કિરણ, હાથ) વડે દિશાઓને સ્પર્શતાં, સુંદર એવી દિનશ્રી અત્યંત તાપ (ગરમી, ક્લેરા) પામેલી, અત્યંત માન (લંબાઈ, રુસણું) ધારણ કરીને પ્રેમિકાની જેમ લાંબા સમય સુધી ઊભી રહી. (૨૩૧) [હરવિજય-૩. ૩૭]
અહીં સૂર્ય અને દિશાઓનાં સમાન વિરોષણને લીધે તથા વ્યક્તિવિશેષના સ્વીકાર દ્વારા નાયરૂપે અભિવ્યક્તિ (થાય છે); તે રીતે ગ્રીષ્મના દિવસની શોભા પણ પ્રતિનાયિકરૂપે થશે તેથી ‘‘ચિતા’’ પદ અધિક છે. અથવા જેમ કે, અન્યોક્તિમાં -
१४१
પાંખવાળાઓને બોલાવતાં આગળ આવતા મચ્છરને જે રોકી શકતો નથી, મધ્યમાં કે ધુરામાં વસવાથી (તુચ્છ) તૃણમણિ પણ (કીમતી) મણિની શોભા ધારણ કરે છે. તેજસ્વીઓની વચ્ચે ચાલતાં પણ આગિયો ય કંપતો નથી. સત્યનો ભેદ ન સમજનાર સ્વામીની જેમ ચેતનરહિત સામાન્યને ધિક્કાર હો. (૨૩૨) [ભલ્લુટનું પદ્ય– ૬૯] અહીં, અચેતન સ્વામીની, અપ્રસ્તુત વડે વિશેષિત સામાન્ય દ્વારા, અભિવ્યક્તિ થવાથી ‘“પ્રભુમિવ’’ એ (પ) જ અધિક છે.
તથા,
આપત્તિમાં દ્રવિણ ( = અર્થાત્ ધનસમાન), ઉત્સવમાં ભૂષણ, આત્મભયમાં શરણ, રાત્રિએ દીપક (એવા) અનેક પ્રકારના અર્થી (=યાચકો)ના ઉપકારનો ભાર (ઉઠાવવા) શક્તિમાન તમારા જેવો કોઈક જ સન્મણિ ( = સાચા મણિરૂપ) બને છે. (૨૩૩) [ભલ્લુટ. – ૪] અહીં, ‘“મવત્’” અર્થનો, અન્યોક્તિના બળે જ, આક્ષેપ થતો હોઈ ‘“મવાનિવ’” (તે પદો) અધિક છે. ક્યારેક (અધિકપઠત્વ) ગુણ (રૂપ બને છે) જેમ કે,
જેમ કે, છેતરવાની ઇચ્છાવાળો અને કાર્યને વિષે ઉન્મુખ એવો દુષ્ટ માણસ અનેક ખુશામતભર્યાં બનાવટી વચન બોલે છે, તે સજ્જનો જાણતા નથી તેમ નહીં; જાણે છે, પરંતુ તેની માગણીને વ્યર્થ કરવાને શક્તિમાન નથી. ( ૨૩૪) [સુભાષિતાવલિમાં- ( ૨૭૧) ભગવત્તરારોગ્યનું (પઘ)]
અહીં ‘“વિન્તિ’” એ દ્વિતીય પદ અન્યયોગના વ્યવચ્છેદપરક છે (તેથી ગુણરૂપ છે).
ઉક્તપાત્વ એટલે બે વાર પ્રયોગ.
(૧૯) કેમ કે, એક જ પદ મોટેભાગે બે વાર પ્રયોજવું ન જોઈએ એવો કવિસમય છે.
Jain Education International
For Private & Personal Use Only
[કાવ્યાલંકાર-૫.૧.૧]
www.jainelibrary.org