________________
૮૨) મ. રૂ. સૂ. ૧]
જેમ કે,
હથેળી રૂપી શય્યા ઉપર શયનની લીલા જેણે રચી છે, (એવો) ચીમળાવાથી નિમીલિત થતી પાંડુતાવાળો ગાલનો પ્રદેશ હે સુંદરી, એકદમ જ કોની બાબતમાં કામદેવરૂપી રાજાની લીલાનો યુવરાજપદે અભિષેક સૂચવે છે, તે કહે. (૨૩૫)
અહીં “સીતા” પદ (ફરી કહેવાયું છે તે દોષરૂપ છે) ક્યારેક (તે) ગુણ (બને છે, જેમ કે, લાટાનુપ્રાસમાં -
અંધકાર ભેદનાર, રાત્રે (અંધકારથી) અંધ એવા પક્ષીઓનો પ્રિય, પૂર્વ દિશાને સનાય કરતો, પૂર્વ દિશાના તિલકરૂપ સૂર્ય જય પામે છે. (૨૩૬)
ક્યારેક શબ્દશક્તિમૂલંક ધ્વનિમાં (તે ગુણરૂપક બને છે). જેમ કે,
ત્યારે જ ગુણ ગુણ બને છે, જ્યારે તે સહૃદયો વડે સ્વીકારાય છે. સૂર્યકિરણોનો અનુગ્રહ પામેલ કમળ જ કમળ બને છે. (૨૩૭)
[વિષમબાણલીલા] વિહિતના (એક વખત કહેવાયેલ વિગતના) અનુવાદ(= પુનઃ કથન)માં (તે ગુણરૂપ બને છે, જેમ કે, - જિતેન્દ્રિયપણું વિનયનું સાધન છે, વિનયથી ગુણનો પ્રર્ષ પ્રાપ્ત થાય છે. ગુણપ્રકર્ષ દ્વારા મનુષ્ય અનુરાગી બને છે અને મનુષ્યના અનુરાગથી સંપત્તિ નિષ્પન્ન થાય છે. (૨૩૮) (અહીં 'વિનય', 'અપ્રર્ષ', વ. પદો પુનઃકથિત છે.) [સુભાષિતાવલીમાં (૨૯૧૭) ભારવિનું પઘ (જો કે, કિરાત માં મળતું નથી)].
અસ્થાનસ્થપઠત્વ - જેમ કે,
સપત્નીના સાન્નિધ્યમાં પ્રિયતમે, સારી રીતે ગૂંથીને, પુષ્ટ સ્તનયુક્ત છાતી પર પહેરાવેલ માળા પાણીથી કરમાઈ ગયેલ (હોવા છતાં) કોઈએ કાઢી ન નાખી, કેમ કે પ્રેમમાં ગુણો રહેલા છે, વસ્તુમાં નહિ. (૨૩૯)
[કિરાતાર્જુનીય- ૮.૩૭] અહીં, “i #વિત્ર નદી” એમ કહેવું જોઈએ. તથા, - બંને શોચનીય દશાને પામ્યાં છે. ચંદ્રની તે કાંતિયુક્ત કલા અને આ લોકની નેત્રકૌમુદી રૂપ તું. (૨૪૦)
[કુમારસંભવ-૫.૭૧] અહીં, વં શબ્દ પછી 'વર (હોવો) ઉચિત છે. તથા,
હે સ્વામી, તમારી બે ભુજાઓમાં તલવારથી ઉદ્ભવેલી શક્તિ છે (ત્રીસથી પણ વધુ પુરુષો સાથે સંબદ્ધ સ્ત્રીથી જન્મેલી આ શક્તિ નામે વેયાપુત્રી તમારા બાહુઓમાં રહેલી છે), તમારા મુખ પર ચન્દ્રની શોભા છે. (દોષોની ખાણ – મહામૂર્ખની શોભા તમારા મુખમાં રહેલી છે), તમારી પડખે ભારે આઘાત કરનારી તલવાર (મોટી કુલટા) રહે છે. આ તમારી આજ્ઞા (તે નામની પ્રિયા) સો પાસે જનારી વિલાસ કરે છે, ત્યાં મારા જેવી વૃદ્ધા (વિસ્તાર પામેલી)થી તારે શું ? એમ કહીને જ જાણે ગુસ્સાથી ચંદ્રકિરણ જેવી જેની શ્વેત કીર્તિ ચાલી ગઈ (ફેલાઈ ગઈ). (૨૪૧)
[સુભાષિતાવલીમાં, ૨૫૯૬ (મું પઘ)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org