________________
૮૭) ૩. ૩. પૂ. ૩]
१२७ અહીં, રતિનો પરિહાર વગેરે અનુભાવો કરુણ (રસ) વગેરેમાં પણ સંભવતા હોવાથી કામિનીરૂપ વિભાવની પ્રતિપત્તિ મુકેલીથી થાય છે.
કપૂરના રજ જેવી શ્વેત ઘતિનાં પૂરથી દિશામંડળને ચંદ્ર ઘોળી નાખ્યું છે ત્યારે લીલાપૂર્વક માથે વસ્ત્રનાખવાની વિશેષરચનાથીજેનાસ્તનનીઉન્નતતા વ્યક્ત થઈ છે તેવીતે (નાયિકા) તેયુવાનની નજરે પડી. (૨૦૦)
અહીં, ઉદીપનરૂપ અને આલંબનરૂપ, શૃંગારને યોગ્ય વિભાવો, અનુભાવમાં પર્યવસિત થતા નથી તેથી તેની પ્રતીતિ મુકેલીથી થાય છે.
વારંવાર દીપન – જેમ કે, “કુમારસંભવ'માં રતિપ્રલાપમાં (સર્ગ-૪) પોતાની સામગ્રીથી પરિપોષ પામેલ રસનો વારંવાર પરામર્શ થતાં (= વારંવાર સૂંઘવાથી) કરમાઈ ગયેલા પુષ્પ જેવો લાગે છે.
એકાએક (સંદર્ભ વિના) નિરૂપણ (આરંભ) જેમ કે, “વેણીસંહાર'માં બીજા અંકમાં, ધીરોદ્ધત પ્રકૃતિનો હોવા છતાં, તે પ્રકારના ભીષ્મ વગેરે મહાન યોદ્ધાઓનો ક્ષય કરનાર (ભયંકર) યુદ્ધના પ્રસંગે - દુર્યોધનના શૃંગારવર્ણનમાં (સંદર્ભ વગરનું) નિરૂપણ છે.
અચાનક નિરૂપણનો ભંગ – જેમ કે, “રત્નાવલી"માં ચોથા અંકમાં, રત્નાવલીનું નામ પણ ન લેતાં (= એકદમ જાણે ભૂલી જ ગયો હોય તેમ) વત્સરાજ વિજયવર્માના વૃત્તાંતને સાંભળે છે ત્યારે (શૃંગારનો દોર અચાનક કપાઈ જતો લાગે છે.) અથવા જેમ કે, વીરચરિતમાં, બીજા અંકમાં, રામ અને પરશુરામનો વીરરસ બરાબર જામ્યો હોય છે ત્યારે, “કંકણ છોડાવવા જાઉં '' એવી રામની ઉક્તિમાં (વીરરસ અચાનક કપાઈ જતો લાગે છે).
ગણ અને અંગભૂત વિગતનું અતિ વિસ્તારથી વર્ણન - જેમ કે હયગ્રીવવધમાં હયગ્રીવનું, અથવા જેમ કે, વિપ્રલંભશૃંગારમાં કોઈક નાયકનું વર્ણન કરવાનું શરૂ કરેલ હોવા છતાં યમક વગેરે અલંકારોના નિરૂપણમાં કવિને રસ હોઈ સમુદ્ર વગેરેનું વિસ્તારથી (વર્ણન). વળી જેમ કે, હરિવિજયમાં, ઈર્ષ્યાથી ગુસ્સે થયેલાં સત્યભામાને મનાવવામાં પ્રવૃત્ત થયેલ હરિના પારિજાત લાવવારૂપ ક્રિયાથી, આરંભાયેલ વિપ્રલંભના વર્ણન પ્રસંગે, “ગલિતક”ના નિરૂપણમાં રસ હોવાથી કવિએ વચ્ચે નકામા સમુદ્ર વર્ણનને વિસ્તાર્યું છે. તે જ રીતે, “કાદંબરી''માં “રૂપવિલાસ (કા. પૃ. ૧૩)' વગેરે દ્વારા મહાવિપ્રલંભનું બીજ નાખેલ હોવા છતાં, તેને ઉપયુક્ત નહીં તેવાં જંગલ, શબરરાજાનો આશ્રમ, મુનિ, નગરી, રાજા વગેરેના વર્ણનમાં નકામા લંબાણનો અભિનિવેશ (કવિ દાખવે છે) તેમજ “હર્ષચરિત'માં ‘નયતિ ચંદ્ર (હ. ચ. ૨૧ પૃ. ૬) વગેરે દ્વારા હર્ષના ઉત્કર્ષવાળા વિજયનું બીજ (રોપતાં), બાણના વંશનું વર્ણન (અને) તેમાં પણ જોડાયેલા નહીં તેવા સારસ્વતોની ઉત્પત્તિ સુધીનો મોટો ગ્રંથસંદર્ભ (અંગભૂતના અતિવિસ્તારના વર્ણનનું ઉદાહરણ છે). “શિશુપાલવધ’’ વગેરેમાં આરંભથી જ દુશ્મનના વિજય માટે બીજ નિક્ષેપથી ઘેરા વ્યાપવાળા વીરરસના અંગત વર્ણનમાં પણ, (સર્ગ ૧, ૨) તેને અસંગત શૃંગારનાં અંગભૂત તેવાં જે તે તુ, ઉપવનમાં વિહાર, ફૂલ વીણવાં, જળમાં મજ્જન (= ડૂબકી મારવી) વગેરે વર્ણનોમાં (કવિ) અત્યંત આસક્તિ (બતાવે છે) (સર્ગ ૩-૧૧).
તો આ રીતે, અપ્રસ્તુત વસ્તુનો વિસ્તાર પ્રસ્તુત રસની પ્રતીતિમાં વ્યવધાન લાવનાર હોવા છતાં, મહાકવિના ગ્રંથોમાં વારંવાર જણાય છે તે (અંગે) હકીકત તેઓ પોતે જ જાણે છે.
મુખ્ય એવા અંગી (રસ)નું અનુસંધાન ન રહે તે જેમ કે, “રત્નાવલી"માં ચોથા અંકમાં, બ્રાભવ્યના આગમનથી સાગરિકાનું વિસ્મરણ. અનુસંધાન જ સહૃદયતાનું સર્વસ્વ છે. જેમ કે, “તાપસંવત્સરાજ''માં છે કે અંકોમાં વાસવદત્તા અંગેનો પ્રેમસંબંધ, ક્યાને કારણે વિચ્છેદની આશંકા થવા છતાં (પુન:) અનુસંધાન પામ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org