________________
૮૭) ૧. રૂ. સૂ. 3]
१२९
અંગભૂત ન હોય (એટલે) રસને ઉપકારક ન હોય તેનું વર્ણન - જેમ કે, ‘‘કર્પૂરમંજરી’’માં નાયિકા વડે પોતે (કરેલા) વસંતવર્ણન વિષે અનાદત એવી (= ધ્યાન ન આપીને) બંદીજનો વડે કરાતી પ્રશંસા (અનંગભૂત જણાય છે) [જવનિકા-૧]
પ્રકૃતિ વ્યત્યય ( સ્વભાવમાં પરિવર્તન) જેમ કે, પ્રકૃતિ (અથવા સ્વભાવ) દિવ્યા, માનુષી, દિવ્યમાનુષી, પાતાલીયા, મર્ત્યપાતાલીયા, દિવ્યપાતાલીયા, દિવ્યમર્ત્ય પાતાલીયા એમ સાત પ્રકારની છે. (વળી) વીર, રૌદ્ર, શૃંગાર અને શાંતરસના પ્રાધાન્યવાળી ધીરોઠાત, ધીરોદ્ધત, ધીરલલિત અને ધીરશાંત (નાયકની હોય છે) અને ઉત્તમ, મધ્યમ અને અધમ (એમ પણ ત્રિવિધ પ્રકૃતિ-સ્વભાવ-હોય છે).
તેમાં રતિ, હાસ, શોક અને અદ્ભુત માનુષ (તથા) ઉત્તમ પ્રકૃતિની જેમ દિવ્ય (પ્રકૃતિ) વગેરેમાં પણ (હોય છે). પરંતુ સંભોગ-શૃંગારરૂપ રતિ ઉત્તમ દેવતાની બાબતમાં વર્ણવાવી જોઈએ નહીં, કેમ કે, તેનું વર્ણન માતાપિતાના સંભોગના વર્ણનની જેમ અત્યંત અનુચિત છે. પરંતુ ‘‘કુમારસંભવ’’માં જે શિવ અને પાર્વતીના સંભોગનું વર્ણન છે તે તો કવિની શક્તિ દ્વારા દબાઈ જતું હોવાથી મહદ્અંશે દોષરૂપ જણાતું નથી. (ઉત્તમોનો) ક્રોધ પણ ભ્રકુટી વગેરેના વિકાર વગેરેનો (તથા) તરત જ ફલ આપનાર હોય તેવો નિરૂપવો
જોઈએ. જેમ કે,
હે પ્રભુ, ક્રોધને કાબૂમાં રાખો - કાબૂમાં રાખો.. એવી દેવોની વાણી આકારામાં જ્યાં થઈ ત્યાં તો શિવના નેત્રમાંથી જન્મેલા તે અગ્નિએ કામદેવને ભસ્માવશેષ કરી દીધો. (૨૦૧) [કુમાર૦–૩.૭૨]
સ્વર્ગ (તથા) પાતાળમાં ગમન, સમુદ્ર ઓળંગી જવો વગેરેમાં ઉત્સાહ તો માનુષમાં અને અન્યમાં પણ (નિરૂપી શકાય) માણસમાં તો જેટલું કર્મ પ્રસિદ્ધ હોય કે ઉચિત હોય તેટલું જ વર્ણવવું જોઈએ. અધિક તો પ્રયોજાતાં, તે અસત્ય જણાતું હોઈ - ‘‘નાયકની જેમ વર્તવું જોઈએ, પ્રતિનાયકની જેમ નહીં’’ એ પ્રમાણેના ઉપદેશમાં પર્યવસિત નહીં થાય. આ પ્રમાણે કહેવાયેલ પ્રકૃતિનું તેથી ભિન્ન વર્ણન તે પ્રકૃતિ વ્યત્યય દોષ છે.
વળી, ‘‘સજ્જન’’, ‘‘ભગવાન’” એ રીતે ઉત્તમ પુરુષે કહેવું જોઈએ, અધમે નહીં. (વળી) (તે વચન) મુનિ વગેરે વિષે (પ્રયોજાવું જોઈએ), રાજા વિષે નહિ. રાજા વિષે ‘‘ભટ્ટારક’” (પણ) ન (પ્રયોજવું). ‘‘પરમેશ્વર’’ વગેરે મુનિ વિષે ન (પ્રયોજવું). (તેમ કરવાથી) પ્રકૃતિવિપર્યય થવાની આપત્તિ આવશે. જેમ કે, કહ્યું છે કે
-
(૧૫) અધમ (પ્રકૃતિવાળો) વક્તા (રાજા વગેરે) ઉત્તમોને (પણ) “ત્રમવન, મવન્” આદિ સંબોધનપદોથી ઉદ્દેશી શક્તો નથી. એ રીતે, (ભટ્ટારક એ પદથી સંબોધનને યોગ્ય હોવા છતાં) આ ઉત્તમ (રાજા વગેરે)ને ઉત્તમ પ્રકૃતિવાળો (વક્તા) ‘‘ભટ્ટારક’’ પદથી સંબોધિત નથી કરી રાતો. ઉત્તમ વક્તા (= મુનિ, મંત્રી) વગેરે તમવન, ‘મવન્’ આદિ (સંમાનસૂચક) પદોના પ્રયોગમાં (અધિકારી હોવા છતાં) રાજાને આ પદોથી સંબોધિત નથી કરી શક્તો. (એ રીતે) ઉત્તમ પ્રકૃતિવાળો (રાજા) પણ મુનિને ‘‘પરમેશ્વર’’, ‘“શ' વગેરે પદોથી સંબોધિત નથી કરી શકતો.
[રુદ્રષ્ટ- ૬.૧૯ - ૨૦]
આ રીતે દેશ, કાળ, વય, જાતિ વગેરેને વિષે વેશ, વ્યવહાર વગેરે ઉચિત રીતે જ નિરૂપવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org