________________
૮૮) . ૩. ટૂ. ૪].
१३१ જેમ કે, કહ્યું છે કે –
(૧૬) અનૌચિત્ય સિવાય રસના ભંગનું બીજું કારણ નથી. પ્રસિદ્ધ ઓચત્યવાળી રચના એ રસનું પરમ રહસ્ય છે.
[ધ્વન્યાલોક-૩.૧૪, વૃત્તિ, ઉપચારથી “શબ્દ અને અર્થના” દોષો એમ કહ્યું છે. તેમાં શુદ્ધ પદ્ધ અને વાક્યરૂપ હોવાથી પહેલાં બે પદદોષો કહે છે.
૮૮) નિરર્થકત્વ અને અસાધુત્વ (એ બે) પદના (દોષો છે). (૪)
‘દોષ” એમ આગળથી ચાલે છે. કૃદંત અને સમાજમાં ભાવપ્રત્યય છે. તેથી, નિરર્થકત્વ અને અસાધુત્વ એ બે પદના દોષો છે. એ જ રીતે પછી પણ યોજાવું, તેમાં “ચ” વગેરેના પાદપુરક તરીકેના ઉપયોગને વિષે નિરર્થત્વ (દોષ) જેમ કે -
વારંવાર મોહ પામું છું, ચંચળ અને વ્યગ્ર આંખોવાળો છું, આપની સમક્ષ ડગ ભરતાં પગ લથડે છે. હે સ્વામી, હું આપના ચરણોના શરણે આવ્યો છું. કેમકે, હું સંસારરૂપી દારુણ ભયથી બીને ભાગેલો છું. (૨૦૨)
પદનો એક ભાગ તે પદ જ (કહેવાય). તેનું નિરર્થકત્વ જેમ કે, -
પહેલાં કાજળના સમૂહથી લેપાયેલ શરીરવાળા (બાણને પણ અંગારાની રાખથી લીંપાય છે), શ્વાસરૂપી પવનથી ઉદીપિત તથા પ્રસરતા વિરહના અગ્નિથી સારી રીતે તપાવેલ (બાણને પણ ધમણથી ફૂંકીને ભભૂકાયેલ અગ્નિથી તપાવાય છે) નેત્રોને હાલમાં અશ્રુજળના નિષેકથી (તપાવેલા બાણ પર જળનું સિંચન થાય છે) કામદેવના બાણને કુરંગનયના જાણે કે પાનકર્મ કરાવે છે. (= અર્થાત્ ધાર ચડાવે છે, પાનો ચડાવે છે.) (૨૦૩).
અહીં, “શ” માં બહુવચન અર્ધરહિત છે, કેમ કે, (અહીં) એક જ કુરંગાક્ષીનું ગ્રહણ થયું છે.
આળસથી સુંદર, પ્રમાદ્ધ, વારંવાર મીંચાતાં, ક્ષણવાર અભિમુખ બનેલાં. લજ્જાને લીધે ચંચળ, પલકારાથી વિમુખ બનેલ, હૃદયમાં રહેલ ભાવને બહાર કાઢતાં નયનો વડે હે મુગ્ધા, કયો ભાગ્યશાળી તારા વડે આજે જોવાય છે તે કહે. (૨૦૦૪)
[અમરુ૦ -૪] વગેરેની જેમ વ્યાપારભેદથી (દૃશવ. બ્લો. ૨૦૩માં) બહુત્વ નથી, કેમ કે (ત્યાં) વ્યાપારો ઉપાર નથી અને અહીં (= શ્લોક ૨૦૩માં) વ્યાપાર (ના અર્થ)માં “” શબ્દ રહેલો નથી. * ઝળકીકર - (પૃ. ૩૨૧) નોંધે છે – ઘાયતૈયાય શä પર તિ, મઘ સંતાણ, પતિ
निक्षिप्यते, इति पानकर्मस्वरूपम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org