________________
૮૭) અ. રૂ. સૂ. 3]
१२५
અહીં વિધિ નથી. (જેમ કે) ત્યારે તે જ કર, (તે) ન કર (વગેરે). એકવાર પ્રાધાન્ય જણાય પણ અન્યત્ર અંગરૂપતા હોય તે અનુવાદ છે. ‘‘આવ’’ એમ ‘“ખેલે છે’’, ‘“જા’” એમ ‘“ખેલે છે’', (તેમાં) ક્રીડારમત-ના અંગભૂત આવવા-જવાની ક્રિયાનો વિરોધ નથી. અને રસને વિષે વિધિ- અનુવાદ વ્યવહાર નથી એમ કહેવું શક્ય નથી. કેમ કે, તે (= રસ) વાક્યાર્થરૂપે પ્રાપ્ત થાય છે. વાચ્ય એવા વાક્યાર્યના જે વિધિ ને અનુવાદ હોય તે તેનાથી આક્ષિસ થતા રસના પણ થાય છે. અથવા, ત્રિપુરરિપુના અતિશય પ્રભાવનો કરુણ અંગભૂત છે, અને તેનો શૃંગાર (અંગભૂત છે) પરંતુ તે કરુણમાં વિશ્રાન્ત ન થતો હોઈ તેની અંગરૂપતા જ છે. અથવા પહેલાં જે રીતે કામુક આચરણ કરતો હતો તે રીતે બાણથી વરસતાં અગ્નિ (આચરણ કરે છે), એ રીતે સ્મરણ કરતા શૃંગાર દ્વારા અત્યારે (પોતે) વિધ્વસ્ત થઈ જતાં શોકના વિભાવરૂપને પામવાથી (તે દ્વારા) પુષ્ટ થયેલ કરુણ રસ મુખ્ય વાક્યાર્યને જ કહે છે, કેમ કે, સ્વભાવથી જ સુંદર પદાર્થો શોાનીય સ્વરૂપ પ્રાપ્ત થતાં, પહેલાંની પરિસ્થિતિમાં રહેલા, સ્મરણ કરાતા વિલાસો દ્વારા વધારે શોનો આવેગ જન્માવે છે. જેમ કે, અન્ય 7 શનોર્ષી... વગેરે.
ખરેખર આ ભૂરિશ્રવાના યુદ્ધભૂમિ પર પડેલા હાથને જોઈને તેની કાન્તાઓનો શોક છે. તે રીતે અહીં પણ ત્રિપુરયુવતીઓનો (શોક છે). શિવાજીના બાણનો અગ્નિ, ઘેરા અપરાધવાળો કામી જેમ વ્યવહાર કરે તેમ વ્યવહાર કરે છે. એ રીતે પણ - વિરોધ રહેલો જ છે. અને વળી,
ઉત્પન્ન થયેલ ગાઢ રોમાંચયુક્ત આપના શરીર ઉપર, રક્ત મનવાળી મૃગરાજની વધૂ વડે આપવામાં આવેલ (= કરાયેલ) દાંતના ઘા અને નખ દ્વારા (કરાયેલ) ચીરફાડ સ્પૃહા ઉદ્ભવેલા મુનિઓ વડે જોવામાં આવેલ છે. (૧૯૭)
[
]
વગેરેમાં પણ શૃંગાર શાંતના અંગરૂપ છે. તે જ રીતે, જેમ કોઈકને, સેંક્ડો મનોરથોથી પ્રાર્થિત પ્રેયસી સાથેના સંભોગ સમયે રોમાંચ ઉત્પન્ન થાય તે રીતે તું પરાર્થની પ્રાપ્તિ માટે પોતાના શરીરનું દાન કરતી વખતે (રોમાંચ અનુભવે છે) એમ શ્રૃંગાર દ્વારા શાંતરસ જ પુષ્ટ થાય છે પરંતુ જ્યાં પુષ્ટિ થતી નથી ત્યાં (તે) અંગરૂપ ન હોઈ દોષ છે જ. જેમ કે,
રામના કામબાણ વડે હૃદયમાં ઘવાયેલી (તથા) ગંધાતા રુધિરરૂપી ચંદનથી લેપાયેલી (સુગંધિત રક્તચંદનનો લેપ કર્યો છે તેવી) તે રાક્ષસી (રાત્રે ફરનારી - અભિસારિકા) યમના (પ્રાણનાથના) ઘેર પહોંચી ગઈ. (૧૯૮) [રઘુ. ૧૧-૨૦]
અહીં, પ્રસ્તુત એવા કરુણરસનો વિરોધી શૃંગાર પુષ્ટિ કરનાર નથી.
૮૭) વિભાવ-અનુભાવની મુશ્કેલીથી થતી અભિવ્યક્તિ, વારંવાર દીપન, એકાએક કરાતો આરંભ (અને) છેઠ, અંગ (ભૂત વિગત)નો અતિવિસ્તાર, અંગીનું અનુસંધાન ન રહે તે, અંગરૂપ ન હોય તેનું કથન અને પ્રકૃતિ વ્યત્યય (સ્વાભાવિકતાનું ખંડન) (એ આઠ રસદોષો છે) (૩)
આ આઠ રસના દોષો છે. તેમાં વિભાવ અને અનુભાવની મુશ્કેલીથી (=બળપૂર્વક, પરાણે) અભિવ્યક્તિ જેમ કે,
રુચિનો પરિહાર કરે છે, મતિને (બુદ્ધિ, વિવેકને) છીનવી લે છે, વારંવાર પડે છે, ઘણીવાર આળોટે છે. અરેરે ! અફસોસ ! આવી વિષમદશા એના દેહનો એક્દમ પરિભવ કરે છે (= દેહની વિષમ દશા થઈ રહી છે). એમાં આપણે શું કરીએ ? (૧૯૯)
}
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org