________________
૮૬) ઞ. રૂ. સૂ. ૨]
१२१
અબાધ્યત્વ હોતાં - એમ (જે કહ્યું છે તેમાં) અબાધ્યત્વ એટલે અભિભાવ કરવો શક્ય ન હોય તે. તેનો અભાવ હોતાં દોષ સંભવતો જ નથી, કેમ કે, તેનાથી પ્રસ્તુત રસનો પરિપોષ થાય છે. જેમ કે,
“ધાાર્ય શશલક્ષ્મ:'' વગેરે.
અહીં વિર્તકો અને ઔત્સુક્ય, મતિ અને સ્મરણ, શંકા અને દૈત્ય, ધૃતિ અને ચિંતન, પરસ્પર બાધ્યબાધકભાવ વડે થતી ચિંતામાં જ પર્યવસાન પામે છે, જે પરમ આસ્વાદરૂપ છે.
સ્ત્રીઓ મનોરમ છે એ સાચું છે, વૈભવ (પણ) સુંદર છે તે સાચું છે પરંતુ જીવન જ મત્ત સ્ત્રીના કટાક્ષ જેવું ચંચળ (= અસ્થિર) છે. (૧૮૯)
[વ્યાસનું (પદ્ય) ‘‘ઔચિત્યવિચાર-ચર્ચા’’માં ‘‘સુભાષિતાવલીમાં, (શ્લો. ૩૨૬૬)]
અહીં, આગળનું અડધું પદ્ય બાધ્ય રીતે જ કહેવાયું છે, જ્યારે બીજું (અડધું પદ્ય) પ્રસિદ્ધ એવા જીવનની અસ્થિરતાને પ્રતિપાદિત કરતાં બાધરૂપે કહેવાયું છે ને શાંતની જ પુષ્ટિ કરે છે. શૃંગારની અહીં પ્રતીતિ થતી નથી, કેમ કે, તેના (= શૃંગારના) અંગની પ્રતીતિ અહીં છે નહીં.
ધ્વનિકાર તો (કહે છે) -
(૧૪) વિનેયોને ઉન્મુખ કરવા માટે અથવા કાવ્યશોભા માટે શૃંગારથી વિરોધી રસમાં પણ તેનાં (= શૃંગારનાં) અંગોનો (= વિભાવાદિનો) સ્પર્શ થાય તો તે દોષયુક્ત (નિરૂપણ જણાતું) નથી.
[ધ્વન્યાલોક- ૩.૩૦ ]
આ રીતે, વિરોધનો પરિહાર કહે છે.
આશ્રય એક હોતાં - એમ (જે કહ્યું છે તેમાં) એક જ આશ્રય હોતાં દોષ પરંતુ આશ્રય ભિન્ન હોતાં, પરસ્પર વિરુદ્ધ છતાં નાયક તે પ્રતિનાયકમાં રહેલ હોય તેમ નિરૂપાયેલ વીર અને ભયાનક
દોષરૂપ નથી.
જેમ કે, અર્જુનચરિતમાં –
અર્જુનના ભયંકર ધનુષ્યનો અવાજ ઊઠતાં પુરંદરનો (= ઇન્દ્રનો) દ્વેષ કરનારાના નગરમાં મોટો કોલાહલ થયો. તેનો અવાજ સાંભળવાથી દૈત્યોની બધી જ સ્ત્રીઓનું, જેનાં મૂળનું બંધન કમાઈ ગયું છે તેવું જીવન ઢીલું પડ્યું (= નબળું પડ્યું) (૧૯૦) [અર્જુનચરિતમાં]
વગેરે.
-
નૈરન્તર્ય હોતાં – એમ (જે કહ્યું છે તેમાં) એક જ આશ્રય હોય પણ – પરસ્પર વિરુદ્ધ એવા શાંત અને શૃંગાર એકસાથે નિરૂપાય તો દોષ સંભવે પણ બીજા રસથી અંતરિત થયેલા (શાંત-શૃંગાર)નું (એકાશ્રયત્વ) દોષરૂપ નથી.
જેમ કે, ‘‘નાગાનંદ’’માં શાન્તરસનું
‘‘અહો ગીત ! અહો વાજિંત્ર !’’ (૧૯૧)
એ પ્રમાણે અદ્ભુતને વચ્ચે નિરૂપી જીમૂતવાહનનો મલયવતી પ્રત્યેનો શૃંગાર નિરૂપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
[નાગાનંદ - ૧, પૃ. ૧૦]
www.jainelibrary.org