________________
૮૬) ૫. 3. સૂ. ૨].
અહીં વડા વગેરે (વ્યભિચારી)નું (સ્વશબ્દથન) છે.
“ક્યારેક સંચારિભાવ સિવાય” એમ જે કહ્યું છે તેનાથી (વ્યભિચારીના સ્વશબ્દક્યનમાં) ક્યારેક દોષ આવતો નથી. જેમ કે,
નવીન સંગમ વખતે ઉત્સુક્તાને લીધે ઉતાવળ કરતી, સ્વાભાવિક લજ્જાથી પાછી ફરતી, તે તે બંધુઓની વધૂનાં વચનો વડે ફરી અભિમુખ કરાતી, ડરી ગયેલી, વરને સામે જોઈને રોમાંચિત થયેલી, હસતા શિવે આલિંગેલી ગૌરી તમારા કલ્યાણ માટે હો. (૧૮૬)
રિત્નાવલી – ૧. ૨] અહીં, “સુક્ય’ શબ્દની જેમ, તેનો અનુભાવ તેટલો પ્રતીતિકર નથી. આથી જ, ‘દૂરઉફુમ્’ - વગેરેમાં બ્રીડા વગેરે અનુભાવોનું, વિવલિતત્ત્વ વગેરેની જેમ સુજ્યના અનુભાવનું એકદમ જ પ્રસરણ વગેરે (કરાવે છે તે) રૂપી બોધના અભાવને કારણે “ત્યુ ” એમ ક્યું છે.
૮૬) બાધ્યત્વ ન હોતાં, એક જ આશ્રય હોતાં, એક સાથે હતાં અને અંગરૂપ ન હોતાં (સતી) વિભાવાદિની પ્રતિકૂળતા (પણ દોષરૂપ છે). (૨)
અબાધ્યત્વ વગેરે હોતાં, જે વિભાવાદિની પ્રતિકૂળતા (સર્જાય છે તે) રસ વગેરેનો દોષ છે. જેમ કે,
પ્રસન્નતામાં રહે, આનંદ પ્રગટ કર, રોષ છોડી દે, હે પ્રિયા, સુકાઈ જતાં અંગોને તારાં અમૃતસમાં વચન સિંચ, સુખના ભંડારરૂપ મુખ ક્ષણભર સામે રાખ, હે મુગ્ધા, વીતી ગયેલા કાળરૂપી હરણ પાછું વાળવાને સમર્થ નથી. (૧૮)
સુિભાષિતાવલી – (૧૬૨૯)] (ચંદ્રકનું પઘ) અહીં, કાળરૂપી ચંચળ હરણ ઝડપથી જાય છે અને ફરી પાછું આવતું નથી વગેરે વૈરાગ્યWાઓ વડે કરાતો પ્રિયનો અનુનય કોઈ નિરાશ થયેલાની (ઉક્તિ) જેવો છે (જે), શૃંગારથી વિરુદ્ધ શાંતરસના
અનિત્યતાના પ્રકાશનરૂપ - વિભાવ (રૂપે) નિરૂપાયો છે તેથી વિભાવની પ્રતિકૂળતા છે અને તેનાથી પ્રગટતો નિર્વેદ આસ્વાદાય છે તેથી વ્યભિચારીની પ્રતિકૂળતાનું ઉદાહરણ પણ આ જ છે.
આ રીતે, શૃંગાર-બીભત્સ, વીર-ભયાનક, શાંત-રૌદ્રને પણ ઉદાત કરી લેવા. અને જેમ કે, વડીલોની વચ્ચે સંતાયેલો પ્રિયતમ નજરે પડતાં, બધું જ છોડવાના મનવાળી વધૂ વનમાં જવાનું જ ઇચ્છે છે. (૧૮૮)
અહીં સર્વસ્વનો ત્યાગ અને વનમાં જવું એ બંને શાંતના અનુભાવો છે (પરંતુ) ઇંધણ વગેરે લાવવાને બહાને ઉપભોગ માટે વનમાં જવાનું નિરૂપણ હોય તો તે દોષરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org