________________
| અધ્યાય - ૩ ||
દોષરહિત એવા શબ્દ અને અર્થ(નું સાહિત્ય)તે કાવ્ય – એમ વ્હેવાયું છે. તેમાં દોષોનું રસના અપર્ષમાં હેતુરૂપ હોવું, એ અમાન્ય લક્ષણ (આગળ) કહ્યું છે (પરંતુ) (દોષોનું) વિશેષ લક્ષણ હવે કહે છે –
૮૫) કયારેક સંચારિભાવ સિવાય રસ વગેરેનું સ્વશબ્દ દ્વારા કથન દોષરૂપ (મનાયું છે). (૧) રસ, સ્થાયિભાવ, વ્યભિચારિભાવનું, સ્વશબ્દ દ્વારા કથન કરવામાં આવે તે દોષરૂપ છે પરંતુ સંચારીનું તો ! ક્યારેક સ્વરશબ્દ દ્વારા કથન થાય તો પણ દોષ સંભવતો નથી. તેમાં રસનું સ્વશબ્દ એટલે કે, “શૃંગાર” વગેરે શબ્દ દ્વારા કથન જેમ કે –
પાર્વતીના મુખ વિષે શૃંગારી રતિ વિષે સકરુણ, કામદેવ વિષે મહાવીર, અસ્થિ વડે બીભત્સ, ફણીધરવાળો અને ભયકારક, ઊચી શરીરમૂર્તિથી અભુત, દક્ષના વિમર્થનમાં રૌદ્ર, નગ્ન (હોવાથી) હાસ્યકારક, લાંબા સમયથી પ્રશાન્ત - આમ સર્વ રસાત્મક પશુપતિ તમારા કલ્યાણ માટે હજો. (૧૮૩)
શૃિંગારતિલક – ૧.૧] સ્થાયિભાવોનું (સ્વશબ્દ દ્વારા કથન) જેમ કે, યુદ્ધમાં સામસામા અથડાતાં અને કાને પડતાં અવાજવાળાં અસ્ત્રો વડે તેનો કોઈ અપૂર્વ ઉત્સાહ જમ્યો. (૧૮૪)
અહીં “ઉત્સાહ” નામે સ્થાયિભાવોનું (સ્વશબ્દ દ્વારા કથન છે).
જ્યાં સ્વશબ્દ વડે ક્યન કરાયું હોય છે ત્યાં પણ વિશિષ્ટ વિભાવાદિના પ્રતિપાદન દ્વારા જ રસ વગેરેની પ્રતીતિ થાય છે, સ્વશબ્દ વડે તો તે (પ્રતીતિ) માત્ર અનુદિત થાય છે (= પુનરુક્ત થાય છે, જેમ કે, યાતે તારવત (પૃ. ૬૬)” વગેરે. અહીં વિભાવ-અનુભાવના સામર્થ્યથી ઉત્કંઠા પ્રતીત થાય છે જ.
” ઉત્કંઠાયુક્ત – એ શબ્દ તો ફક્ત સિદ્ધ (વિગત)ને જ સાબિત કરે છે. ‘રું' - કહેવાયું એ દ્વારા કહેવાયેલા અનુભાવને ખેંચવા “
સોઠ” – એ શબ્દ પ્રયોજાયો છે, તેથી અનુક્શન પણ નિરર્થક નથી. વ્યભિચારીભાવોનું (સ્વશબ્દ દ્વારા કથન) જેમ કે,
પાર્વતીની, પ્રિયના મુખ સામે લજ્જાયુક્ત, હાથીના ચામડાના વસ્ત્ર સામે કરુણાયુક્ત, સાપ સામે ત્રાસયુક્ત, અમૃત ઝરતા ચન્દ્ર સામે વિસ્મયયુક્ત, જહનુપુત્રી ગંગાને જોવામાં ઈર્ષાયુક્ત, ખોપરીની અંદર (જોતાં) દીન, એવી નવસંગમ માટે ઉત્સુક એવી દષ્ટિ તમારા કલ્યાણ માટે હો. (૧૮૫)
[સુભાષિતાવલી-૭૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org