________________
१०३
૭૨-૮૦) ૫. ૨. મૂ. ૧૪-૧૧].
શૃંગારમાં તો મરણનો નિશ્ચય અથવા મરણની તરત પહેલાં મિલન નિરૂપાય છે. બીજે સ્થળે તો ઇચ્છા પ્રમાણે (નિરૂપણ થાય છે, જેમ કે,
| નિશ્ચિત દિવસ પ્રાપ્ત થયો ત્યારે (પ્રણથી ન આવી પહોંચ્યો એટલે) તેના માર્ગ ઉપરની બારીમાં ક્ષણભર દષ્ટિ નાખીને (વારંવાર બારી પાસે) જઈને, નિષ્ક્રિય બનીને કંઈક નિશ્ચય કરીને કુરરી (= પક્ષી વિશેષ)ને આંસુ સાથે સખીઓને સોંપીને કરુણ (ભાવ સાથે) માધવી અને આમ્રવૃક્ષનો સંગમ કરાવી આપ્યો. (૧૫૬)
તથા,
ગંગા અને સરયુનાં જળનાં સંગમથી થતા તીર્થમાં દેહત્યાગ કરીને દેવતાઓમાં ગણના પ્રાપ્ત કરીને એકદમ જ, પોતાની પ્રિયતમા સાથે પહેલાંના કરતાં વધારે કાન્તિવાળા દેહથી જોડાયેલા તેણે નંદનવનની અંદર (આવેલાં) લીલાગૃહોમાં ક્રીડા કરી. (૧૫૭).
રિઘુવંશ- ૮.૯૫] હવે સાત્ત્વિક (ભાવો) (નિરૂપતાં) કહે છે - ૭૯) સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભેદ, કંપ, વૈવર્ણ, અશ્રુ ને પ્રલય એ આઠ સાત્વિક ભાવ છે. (૫૪)
આમાં મન સ્થિત થાય છે”, એ વ્યુત્પત્તિ દ્વારા સત્ત્વગુણનો ઉત્કર્ષ થતો હોવાથી ને સાધુત્વને કારણે પ્રાણાત્મક વસ્તુ સત્ત્વ કહેવાય છે. તેમાં બનેલા તે સાત્ત્વિક (કહેવાય છે) “ભાવો” એ (પદ) (આગળથી) આવે છે. તે (સાત્ત્વિકભાવો) પ્રાણભૂમિ પર ફેલાયેલા રતિ વગેરેમાં સંવેદનની વૃત્તિઓવાળા છે. બાહ્ય જડરૂપ ભૌતિક આંસુ વગેરેથી જુદા છે. ત્યાદિના અનુસંધાનમાં ચર્વણાતિશય પામેલા વિભાવ વડે આણેલા અને અનુભાવો વડે સૂચિત થતા ભાવો છે. જેમ કે, પૃથ્વી ભાગપ્રધાન પ્રાણમાં સંક્રાન્ત થયેલ ચિત્તવૃત્તિગણ તંભ છે, જે સ્તબ્ધ થયેલ ચેતનારૂપ છે. જલભાગપ્રધાન (પ્રાણ)માં, અશ્રુ, તેજસ તો પ્રાણની અતિનિકટ હોઈ (તેમાં) તીવ્ર અને મંદ બંને પ્રકારે પ્રાણનો અનુગ્રહ (પ્રાધાન્ય) (થાય છે), તેથી બે રીતે - સ્વેદ અને વિવર્ણતા (રૂપે તે જણાય છે) તે કારણે થતો હોવાથી તે રીતનો વ્યવહાર છે. આકાશના અનુગ્રહમાં ચૈતન્યનો અભાવ તે પ્રલય. વાયુના સ્વાતંત્ર્યમાં તેના મંદ, મધ્ય અને ઉત્કૃષ્ટ આવેશ (જોવા મળે છે) (જે) ત્રણ રીતે – એટલે કે રોમાંચ, વેપયુ અને સ્વરભેદ – રૂપે રહેલાં છે એવું ભરતને જાણનારા કહે છે.*
બાહ્ય -- જેવા કે સ્તંભ, વગેરે (તે) શરીરના ધરૂપ અનુભાવો છે. તે આંતરિક એવા સાત્ત્વિક ભાવોની પ્રતીતિ કરાવતા (હોઈ) વાસ્તવમાં તો તે રતિ, નિર્વેદ વગેરેના જ ગમક છે, એમ વાત થઈ, અને આમ, નવ સ્થાયિભાવ, તેત્રીસ વ્યભિચારિભાવ અને આઠ સાત્ત્વિક ભાવ એમ (કુલ) પચાસ ભાવો થયા.
(હવે) રસ અને ભાવને કહ્યા પછી, તેના આભાસ (વર્ણવતાં) કહે છે -
૮૦) ઇન્દ્રિયરહિત તથા પક્ષી વગેરેને વિષે (રસ તથા ભાવનો) આરોપ કરાતાં રસાભાસ ને ભાવાભાસ સંભવે છે. (૫૫) * આ રીતે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ તત્ત્વના પ્રાણતત્ત્વ સાથે જોડાવાથી સંવેદનોના થતા આવિર્ભાવો તે
સાવિકભાવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org