________________
૭૬-૭૮) ૩. ૨. સૂ. ૬-૩]
તેમાં ઉત્પાતથી થતો આવેગ - જેમ કે,
શું શું સિંહ છે ? તે પછી મનુષ્ય જેવું શરીર કેમ છે ? હે દેવ ! એ આશ્ચર્ય છે કે (હું) પકડાયો. આવો કોઈપણ જીવ અદ્ભુત (વિગત) પાસે લાવતો (જોયો) નથી. જો જો ! આવી જ પહોંચ્યો. શસ્ત્ર ? શસ્ત્ર ! (ક્યાં છે ?) શસ્ત્રવાળો (પણ) નથી. ઝડપ કરી ! ઓહ ! અરે નખોની (કેવી) કર્કશતા ! આ રીતે, દૈત્યરાજ ( હિરણ્યકશિપુ) પોતાના નખવાથી જેના વડે ભેઠાયો ( - ચિરાયો), તે (નૃસિંહ) (સૌનું) રક્ષણ કરો ! (૧૫૨) [કવીન્દ્રવચન – ૪૦]
એ જ રીતે, વાયુ વગેરેથી થતા આવેગ ઉદાહૃત કરવા જોઈએ.
૭૬) સંદેહ વગેરે દ્વારા થતો વિતર્ક શિર-કંપ વગેરે કરનાર છે. (૫૧)
સંદેહ, વિમર્શ, ખોધ વગેરે દ્વારા સંભાવનાનું જ્ઞાન તે વિતર્ક છે. તેને માથું ધુણાવવું, ભ્રૂકુટિ ખેંચવી, નિર્ણય કરવો, કાર્યોનો સમૂહ, વારંવાર (કોઈ વસ્તુ) પક્ડવી કે છોડી દેવી વગેરે વડે વર્ણવવો જોઈએ. જેમ કે,
કામદેવે પાંચ પુષ્પનાં બાણોથી વિશ્વને જીત્યું તે અસંભવિત છે. અથવા, વસ્તુની શક્તિઓ અદ્ભુત હોય છે. (૧૫૩) [
]
૭૭) બીજાના ઉત્કર્ષ વગેરે દ્વારા થતી અસૂયા અવજ્ઞા વગેરે કરનારી છે. (૫૨)
બીજાના સૌભાગ્ય, ઐશ્વર્ય, વિદ્યા વગેરેને લીધે થતા ઉત્કર્ષ વગેરેથી (અને) ‘“આદિ’’પદ દ્વારા (સૂચવાતા) અપરાધ, વારંવાર દ્વેષ વગેરે વડે, સહન ન કરવારૂપી અસૂયા થાય છે. તેને અવગણના, ભ્રૂકુટિ, ક્રોધ, ઇર્ષ્યાયુક્ત વચન કે જોવું, દોષોનું વર્ણન વગેરે દ્વારા વર્ણવવી જોઈએ. જેમ કે,
१०१
તે વડીલો છે. તેમનું વર્તન વિચારણીય નથી. રહેવા દો. કંઈ રહે છે બાકી ? સુન્દની સ્ત્રીને હણવા છતાં લોકમાં જેમની કીર્તિને આંચ નથી આવી કેમ ? તેઓ મહાન છે (અને) ખર સાથેના યુદ્ધમાં પેલાં અલબત્ત પીઠ બતાવ્યા સિવાયનાં ત્રણ પગલાં હતાં (તે) અથવા ઇન્દ્ર પુત્ર (વાલી)ને હણવામાં જે હુંશિયારી હતી તેને વિષે પણ લોકો જાણકાર છે. (૧૫૪) [ઉત્તરરામચરિત-૫. ૩૫] ૭૮) વ્યાધિ અને પ્રહાર વડે થતી (મૃતિ =) મૃત્યુ પહેલાંની અવસ્થા, - હેડકી, કૃશતાવગેરે કરનાર છે. (૫૩)
=
વ્યાધિ એટલે વૃદ્ધત્વ વગેરે. અને અભિધાત એટલે સમયનું ઝેર, રાસ્ત્ર, હાથી વગેરેથી (સંભવે છે તે) તે બંને દ્વારા થતી મૃત્યુ પહેલાંની અવસ્થાને સ્મૃતિ કહે છે, કેમ કે, સાક્ષાત્ મૃત્યુમાં અનુભાવ હોઈ શકે નહીં. તે પૈકી વ્યાધિથી થતી સ્મૃતિ હેડકી, શ્વાસ (ચડવો), અંગો તૂટવાં, આંખ મીંચાવી વગેરે દ્વારા તથા અભિધાતથી થતી સ્મૃતિને કૃશતા, ધ્રુજારી, બળતરા, હેડકી, ફીણ, અંગો તૂટવાં, જડતા, મરણ વગેરે દ્વારા વર્ણવવી જોઈએ. જેમ કે,
Jain Education International
(જેણે પોતાની) ખરી અને તીક્ષ્ણ દાંતના અગ્રભાગના પ્રહારથી પથ્થર તોડી નાખ્યો તે (વરાહ) (પોતાના) ગરમ લોહીથી ભીંજાયેલી ભૂમિ પર પડ્યો. (તેણે) ક્ષણવાર ઇન્દ્રપુત્ર (= અર્જુન)ને જોયો (પછી) કૃદ્ધ થઈને મોટી ચિચિયારી કરતો (તે) પ્રાણથી વિમુક્ત થયો. (૧૫૫)
[કિરાતાર્જુનીય-૧૩. ૩૧]
For Private & Personal Use Only
www.jainelibrary.org