________________
૮૨) ઝ. ૨. . ૨૬].
१०७ અથવા જેમ કે,
વાદળો ગર્જતાં હોય ત્યારે ગંભીર ગર્જન કરતો નથી. નજીકના સરોવરમાંથી શેવાળથી વીંટળાયેલા કોળિયાઓ લેતો નથી. દાનના (= મઠવારિના) આસ્વાદ માટે બેઠેલા મૂંગા ભમરાના ખૂબ નજીક રહેવાથી દીન મુખવાળો, જાણે કે પ્રાણસમી (પ્રિયા)ના વિયોગથી વ્યાકુળ એવો હાથી દુઃખી થાય છે. (૧૬૪)
ભાવાભાસ - જેમ કે,
હે પ્રિયે, તારા કટાક્ષની પરંપરા જોઈને રામથી શૂન્ય બનેલ દષ્ટિવાળી આ હરિણી અચાનક વનમાં ચાલી જાય છે. (૧૫)
આદિ” શબ્દથી રાત્રિ અને ચંદ્રમા ઉપર નાયત્વનો આરોપ હોતાં સંભોગાભાસ. જેમ કે, આંગળીઓથી જાણે કેશસમૂહને તેમ કિરણો વડે અંધકારને આવરી લઈને, બીડી દીધેલ કમળરૂપી લોચનવાળા રાત્રિમુખને ચંદ્ર ચૂમે છે. (૧૬)
[કુમારસંભવ-૮.૬૩] ભાવાભાસ જેમ કે.
માનું છું કે જાણે તારું મુખ જોઈને લજ્જા પામેલ ચંદ્ર વાદળોની ઘટામાં છુપાઈને ઉતાવળો જઈ આશ્રય પામે છે. (૧૬૭)
સમાસોક્તિ, અર્થાન્તરચાસ, ઉક્ષા, રૂપક, ઉપમા, લેપ વગેરે રસાભાસ અને ભાવાભાસના પ્રાણરૂપ છે.
૮૧) અનૌચિત્યને લીધે પણ (રસાભાસ-ભાવાભાસ સંભવે છે) (૫૬)
પરસ્પર અનુરાગ ન હોતાં, ઔચિત્ય ન હોવાને કારણે (પણ) રસાભાસ ને ભાવાભાસ થાય છે. રસાભાસ - જેમ કે,
દૂરથી આકર્ષિત કરનાર મોહમંત્ર જેવા એના નામનું શ્રવણ થતાં, ચિત્ત તેના વગર કાળની એક કળા (જેટલા સમય) માટે પણ સ્થિરતા પામતું નથી. આ કામાતુર અંગોથી આકુળવ્યાકુળ અને જેનો પ્રેમ ખંડિત થયો છે એવા મને તેની પ્રાપ્તિનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તે હું સ્પષ્ટ જાણતો નથી. (૧૬ ૮)
અહીં, રાવણ તરફ સીતાની રતિ ન હોવાથી રસાભાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org