________________
૮૪) ૫. ૨. ખૂ. ૧૬]
અહીં વિનાપ્રયાસે શિક્ષણ આપવા રૂપ વસ્તુ વ્યંગ્ય છે (જે અત્યંત ફુટ રીતે પ્રતીત થાય છે તેથી અસપ્રાધાન્ય જ છે (કેમ કે) કામિનીના વક્ષ:સ્થળની જેમ તે ગૂઢ હોતાં જ ચમત્કાર સર્જે છે, અગૂઢ હોતાં નહીં.
(વ્યંગ્યનું) પ્રાધાન્ય સંદિગ્ધ હોય (તેવું મધ્યમ કાવ્ય) જેમ કે,
હે સુભગ, અનેક મહિલાઓથી ભરેલા તારા હૃદયમાં સમાતી ન હોવાને લીધે આ તરુણી દરરોજ બીજાં કાર્યો છોડીને (પોતાના) પાતળા શારીરને પણ (વધુ) પાતળું બનાવે છે. (૧૦૮)
(ગાથાસસરાતી-૨.૮૨] અહીં પાતળા શરીરને પણ વધુ દુર્બળ બનાવે છે તે વાચ્ય અથવા અત્યંત કૃશતા પ્રાપ્ત થતાં જ્યાં સુધી મૃત્યુ થાય નહિ ત્યાં સુધી (તું ખુશ નહિ થાય) (તેથી) દુર્જનતા ત્યાગીને ને (નાયિકા)ને મનાવી લેવી જોઈએ તે વ્યંગ્ય (એ બે પૈકી શું) પ્રધાન છે તે સંદિગ્ધ છે.
(બંનેનું) પ્રાધાન્ય તુલ્ય હોય - જેમ કે, દ્વારા તિક્રમ: વગેરે.
અહીં, પરશુરામ બધા જ ક્ષત્રિયોની જેમ રાક્ષસોનો ક્ષય કરી નાખશે એ વ્યંગ્ય અને વાચ્યનું સરખું પ્રાધાન્ય છે.
અથવા જેમ કે, જો ચંદ્રનાં મુખ્ય કિરણો સૂર્યનાં કિરણોથી એવાં ઢંકાઈ જાય છે, હોવા છતાં જાણે ન હોય તેવાં લાગે, તો પછી તે (= ચંદ્રનાં કિરણો) (આકાશમાં) એકસામટાં પ્રવેશે કે વિપરીત ક્રમથી, અથવા (સર્વથા) (પ્રવેશ કરતાં) શરમાય, (એ બધામાં કોઈ તફાવત નથી). (૧૭૯)
ભિલ્લટશતક-૧૧] અહીં પ્રસ્તુત ને અપ્રસ્તુત બંનેનું સરખું પ્રાધાન્ય છે. અથવા જેમ કે,
યુદ્ધમાં ક્રોધે ભરાઈને સો કૌરવોને નહીં હણું, દુઃશાસનની છાતીમાંથી લોહી નહીં પીઉં, સુયોધનની સાથળ ગદાથી ભાંગી નહીં નાખુ. તમારા રાજા ભલે સાટાથી સંધિ કરે. (૧૮૦) [વેણીસંહાર-૧.૧૫]
અહીં “મથી નાખીશ જ” એ વ્યંગ્ય વાચ્યને સમકક્ષ થઈને રહેલું છે. આમ, મધ્યમકાવ્યના ત્રણ જ ભેદ છે, નહિ કે આઠ. ૮૪) વ્યંગ્ય વગરનું (તે) અવર (કાવ્ય છે). (૫૯) શબ્દાર્થના ચિત્ર્યમાત્રરૂપ, વ્યંગ્યરહિત કાવ્ય (તે) અવરકાવ્ય (કહેવાય છે). જેમ કે,
નરસિંહનો વાદળના અથડાવા જેવા ઘેરા ધ્વનિવાળો, ગર્જનને કારણે ઘોર એવો ઘુરઘુરાટ તમારા પાપસમૂહને હણી નાખો. (૧૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org