________________
૮૨-૮૩) જ્ઞ. ૨. . ૬૭-૬૮]
१११
અહીં, સંકેત આપેલ કોઈક ગાઢ લતાઓમાં પ્રવેશ્યો ‘એ વ્યંગ્ય કરતાં,’’ અંગો જ હરી ગયાં’ એ વાચ્ય (અર્થ) જ અતિશય (= ચમત્કારી) છે.
ક્યારેક બીજાના અંગભૂત હોવાથી (વ્યંગ્યનું પ્રાધાન્ય હોતું નથી) જેમ કે,
કાંચી (= કંદોરો) ખેંચનાર, પુષ્ટ સ્તનનું મર્દન કરનાર, નાભિ, સાથળ તથા જઘનસ્થળને સ્પર્શનાર અને નાડું ખોલનાર આ તે જ હાથ છે. (૧૭૩) [મહાભારત-સ્ત્રી પર્વ-૨૪.૧૯]
અહીં શૃંગારરસ કરુણના અંગરૂપ છે અને જેમ કે,
..
(સુવર્ણમૃગની ઇચ્છાથી અંધ થયેલ બુદ્ધિવાળા રામ જેમ જનસ્થાન નામના વનમાં ભટક્યા હતા તેમ) સુવર્ણની વ્યર્થ આશાથી આંધળી થયેલી બુદ્ધિવાળો હું જનસ્થાનમાં (એટલે કે લોકો વસતા હોય તેવાં નગરોમાં ને ગામોમાં) ભટક્યો. (હું વૈદેહી ! હું વૈદેહી) ‘આપો આપો’’ એમ વચન દરેક દિશામાં આંસુ સાથે બોલાયું. (લંકેશના મુખ ઉપર (બાણોની) રચના કરાઈ) હલકા સ્વામીઓનાં મુખ વારંવાર જોયાં. મેં રામત્વ તો પ્રાપ્ત કર્યું પણ (ડુકુશ અને લવ જેનાં બાળકો છે તેવી સીતા) કુશલવસુતા (= પર્યાસ ધનવાળા હોવાની (અથવા) સ્થિતિ પ્રાપ્ત કરી નહિ. (૧૭૪) [કવિકંકાભરણમાં – ભટ્ટવાચસ્પતિનું (પદ્ય)]
અહીં વ્યંગ્ય એવો ઉપમાનોપમેયભાવ
એ વાચ્યના અંગત્વને પામ્યો છે.
અથવા જેમ કે,
વાદળરૂપી સર્પથી જન્મેલ ભયંકર વિષ વિયોગીઓને ચક્કર આવવા, અરુચિ, ઉદાસીનતા, પ્રલય, મૂર્છા, અંધારાં આવવાં, શારીરિક પીડા અને મરણ જન્માવે છે. (૧૧૫)
અહીં હળાહળ રૂપ વ્યંગ્ય વસ્તુ સર્પના આરોપણરૂપી વાચ્યનું અંગ છે.
ક્યારેક સ્ફુટ ન હોવાથી (વ્યંગ્યનું પ્રાધાન્ય હોતું નથી) જેમ કે –
હું નમણા (સરળ, સીધા) રૂપવાળી છું. તેનો પ્રેમ પણ હલાવી નાખે તેવો છે. સખીઓ ચતુર નથી. બસ કર, પગે રંગ (અળતો) લગાવવાથી શું ? (૧૭૬) [ગાયાસસાતી- ૨.૨૭]
..
અહીં તે મને પુરુષાયિત કરવા પ્રાર્થે છે અને હું નિષેધ કરવાને સમર્થ નથી તો સખીઓ, પાદચિહ્નોથી તર્ક કરીને મને હસશો નહીં એ વ્યંગ્ય અસ્ફુટ (રહે) છે.
ક્યારેક અત્યંત સ્ફુટ હોવાને લીધે (વ્યંગ્યનું પ્રાધાન્ય જળવાતું નથી) જેમ કે,
લક્ષ્મીનો પરિચય થતાં, (= પ્રાપ્ત થતાં) જડ પણ ચતુરજનોના વ્યવહારને જાણનાર બને છે. (જેમ) યૌવનનો મદ જ કામિનીઓને લલિત (કામચેષ્ટા) ઉપદેશે છે. (૧૭૭)
[સુભાષિતાવલીમાં રવિગુપ્તનું પદ્ય ૨૮૫૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org