________________
૮૨-૮૩) . ૨. . ૧૭-૧૮]
१०९ અથવા જેમ કે,
હે સુંદર નેત્રવાળી, જેના વિના એક ક્ષણ પણ તું આનંદ પામતી નથી તેવા કોની અમે પ્રશંસા કરીએ? કોણે યુદ્ધ રૂપી યજ્ઞામાં પ્રાણ આપી દીધા છે, જેને તું શોધે છે ! હે ચન્દ્રસમાન મુખવાળી, જેને તું બળપૂર્વક આલિંગન આપે છે તે કોણ શુભ મુહૂર્તમાં જન્મેલો છે ! હે મદન નગરી, આ કોના તપની શોભા છે, જેનું તું ધ્યાન ધરે છે ? (૧૬૯)
અહીં, તેના અનેક પ્રેમીઓ વિષેના અનુરાગને અમે સ્તવીએ છીએ વગેરે તેની સાથે જતા અનેક (પ્રણય) (વ્યાપારો)ના ગ્રહણને વ્યંજિત કરે છે.
ભાવાભાસ – જેમ કે,
જેનાં નયનની શોભાની નિર્મળતા તે નીલકમલ છે, મુખનો દાસ ચન્દ્ર છે, કાન્તિ શરીરનું વસ્ત્ર છે, (અને) વાણી મધમાખી છે. વીસ હાથોથી અંજલિ રચીને આ રાવણ તને યાચે છે કે હે હૃદય, તે જનકપુત્રીને જોવાને નયનો ભેગાં કર ! (૧૦૦)
[બાલરામાયણ- ૧.૪૦] અહીં, સુક્ય(નો આભાસ છે). કાવ્યનું લક્ષણ કહીને (હવે) (તેના) ભેદો કહે છે – ૮૨) વ્યંગ્યનું પ્રાધાન્ય હોતાં, કાવ્ય ઉત્તમ (કહેવાય છે). (૫૭) વાચ્ય અર્થ કરતાં વસ્તુ, અલંકાર, રસાદિરૂપ વ્યંગ્ય (અર્થ)નું પ્રાધાન્ય હોતાં ઉત્તમ કાવ્ય (સંભવે છે, જેમકે,
‘‘કોઈના ય માન્યામાં નહિ આવે કે તમે કીડીનો રાફડો ય ઊંચક્યો છે; તો પહાડની તો વાત જ શી?) જો તપથી ત્રણે લોક જીત્યા હોય તો આ ભુજબળનો મદ શો? આ બધું હું સાચું માનીશ જો વિરહથી ક્ષીણ થયેલા આ રામનું (= મારું) બાણ જે તમે રોકી શકશો તો; એ બાણ કે જેની ટોચ તમારા દાંતથી અંક્તિ થયેલ વાલિના બગલના લોહીથી ખરડાયેલ છે – (૧૦૧)
અહીં, “દાંતથી અંક્તિ” એ પદ દ્વારા તેનો પરાજય, તેના પડખાનું ગ્રહણ, તે જ રીતે ચાર સાગરનું ભ્રમણ પછી દયાથી છોડી દેવો, તેમાં પ્રતીકાર ન કરવો, ફરી અભિમાનને કારણે ગર્વ વગેરે વ્યંજિત થાય છે.
૮૩) અસત્રાધાન્ય, સંદિગ્ધપ્રાધાન્ય અને તુલ્યપ્રાધાન્ય હોતાં (થતું) મધ્યમકાવ્ય પણ ત્રણ પ્રકારનું છે. (૫૮)
વ્યંગ્યનું પ્રાધાન્ય ન હોય અથવા સંદિગ્ધ હોય કે (વાચ્ચને) સમાન હોય તો મધ્યમકાવ્ય બને છે.
તેમાં ક્યારેક વાચ્યથી (વ્યંગ્યનો) ઉત્કર્ષ થતો ન હોવાથી (વ્યંગ્યનું) પ્રાધાન્ય હોય જ નહીં. (તેનું ઉદા.) જેમ કે, વેતકુંજમાં ઊડતા પક્ષીઓના કોલાહલને સાંભળતી, ઘરના કામમાં વ્યસ્ત એવી વધૂનાં અંગો ઠરી જાય છે. (૧૭૨)
[સપ્તશતક- ૮૭૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org