________________
१०५
૭૨-૮૦) મ. ૨. મૂ. ૧૪-૧૧] .
ઇન્દ્રિયરહિત હોય તેમને વિષે, સંભોગનું આરોપણ કરાતાં સંભોગનો આભાસ – જેમ કે,
બધા પુષ્પગુચ્છોરૂપી સ્તનોવાળી, ચમક્તા પરવાળારૂપી હોઠથી મનોહર એવી લતાવધૂઓ સાથે વૃક્ષો નમેલી શાખા રૂપી ભુજાઓના આશ્લેષ પામ્યા. (૧૫૮)
[કુમારસંભવ-૭.૩૯]
વિપ્રલંભના આરોપથી વિપ્રલંભનો આભાસ. જેમ કે,
હે સુભગ ! તેને વટાવીને આગળ વધેલા તારું સૌભાગ્ય વિરહાવસ્થાયી વ્યંજિત કરતી નદી કે જે આછા જાળને લીધે વાંકીચૂંકી બનેલી છે તથા કિનારા પરનાં વૃક્ષો પરથી પડેલાં પાકાં પાંદડાંઓથી ફિક્કી શોભાવાળી છે, તે જે પ્રકારે કૃાતા ત્યજે તે (કાર્ય) તારે જ કરવાનું છે. (૧૫૯) મેઘદૂત (પૂર્વ) (૨૯)]
ભાવાભાસ – જેમ કે,
આગળ વધેલા ગર્ભના ભારથી થાકેલી તથા ગર્જના કરતી આ મેઘની હારમાળા ઢાળરૂપી ખોળામાં બિરાજે છે. (૧૬)
પશુપંખીગત સંભોગાભાસ – જેમ કે,
પોતાની પ્રિયાને અનુસરતો ભ્રમર પુષ્પના એક દડિયામાં મધુને પીએ છે. સ્પરથી મીંચેલી આંખોવાળી હરિણીને કૃષ્ણસારમૃગ (પોતાના) શિંગડાથી ખંજવાળે છે. (૧૧) [કુમારસંભવ- ૩.૩૬]
અને વળી,
સરોવરના કમળોની રજથી સુગંધિત એવું ઘૂંટડામાં રહેલું જળ હાથિણી હાથીને આપે છે. અડધા ચાવલા બિસતંતુ વડે ચક્રવાક (પોતાની) પત્નીને સેવે છે. (૧૨)
[કુમારસંભવ- ૩,૩૭] વિપ્રલંભનો આભાસ - જેમ કે,
તારી રજા લઉં છું. મન વ્યથિત થાય છે. દિવસની શોભા દુર્બળ બની છે. આવ, આશ્લેષ આપ ! હે ચક્રવાકી! રાત્રિ એકાકિની થઈને વિતાવ. બીજીમાં આસક્ત નહીં, કુપિત પણ નહિ કે પ્રેમમાંથી ચલિત પણ ન થયેલો (છતાં) દેવથી અશક્ત થયેલો, પરાધીન એવો હું અહીં તને ત્યજું છું. (૧૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org