________________
૭ર-) . ૨. ખૂ. ૪૭-૧૦]
જેમ કે,
લાક્ષાગૃહમાં આગ, ઝેરનું ભોજન, સભામાં પ્રવેશ વડે આપણા પ્રાણ તથા ધનભંડોળ ઉપર પ્રહાર કરીને તથા દ્રૌપદીનાં વસ્ત્ર અને કેશ ખેંચીને, મારા જીવતાં છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો સ્વસ્થ રહે છે. (૧૪૮).
[વેણીસંહાર – ૧.૮]. ૭૨) નિર્ધાત વગેરે દ્વારા થતો ત્રાસ; અંગ સંકોચવાં વગેરે કરનાર છે. (૪૭)
નિર્ધાત, ગર્જના, ભૂકંપ, પર્વત ડોલવા, પથ્થર પડવા, ઉલ્કાપાત, વજપાત, વીજળી પડવી, રાક્ષસો, પશુઓ વધારે બળવાન વગેરે દ્વારા ચિત્તના ચમકવા રૂપી ત્રાસ; (તે) આગળ-પાછળનું ભાવ = ) ભય કરતાં ભિન્ન જ છે. તે (= ત્રાસ) અંગ સંકોચવાં, ખોડાઈ જવું – જડ થઈ જવું, રોમાંચ થવા, ગદ્ગદ (વચન), પ્રલય, ધ્રુજારી, અનિમેષ નયને જોવું વગેરે દ્વારા વર્ણવવો જોઈએ. જેમ કે,
સાથળ ઉપર ચંચળ માછલીના પ્રહારથી (એટલે કે અથડાવાથી) વ્યાકુળ બનીને આમતેમ ફેરવતી દષ્ટિવાળી, જેમના હાથરૂપી કૂંપળો પૂજતી હતી તેવી દેવાંગનાઓ (= અપ્સરાઓ) સખીઓને માટે જોવાલાયક (= જોણું) બની. (૧૪૯) (કિરાત. ૮.૪૫).
૭૩) ગ્રહ વગેરેને કારણે થતો અપસ્માર, ધ્રુજારી વગેરે કરનાર છે. (૪૮)
ગ્રહ, ભૂત, દેવ, યક્ષ, પિશાચ, બ્રહ્મરાક્ષસ, નિર્જન અરણ્ય, સ્મશાનનું સેવન, ઉચ્છિષ્ટનું સેવન, ધાતુનું વૈષમ્ય વગેરે દ્વારા થતો આવેશરૂપ અપસ્માર છે. તેને પૂજવું, ફુરણ થવું, પરસેવો વળવો, હાંફ ચઢવી, જમીન ઉપર પડવું, ભાગવું, મોંમાંથી ફીણ નીકળવાં વગેરે દ્વારા વર્ણવવો જોઈએ, અને આ મોટેભાગે આભાસમાં જ શોભે છે.
પૃથ્વીને અડીને રહેલા, મોટો અવાજ કરતા, ચંચળ હાથ જેવા મોટા મોજાંઓવાળા, ફિણિયુક્ત આ નદીના પતિને (= સમુદ્રને) (જોઈને) આને વાઈના રોગીની આશંકા થઈ. (૧૫૦) [શિશુપાલવધ-૩.૭૨]
૭૪) રોગ વગેરેને લીધે થતો નિર્વેદ રુદન વગેરે કરનાર છે. (૪૯)
રોગ, તિરસ્કાર, મારવું, ગરીબાઈ, ઇષ્ટનો વિયોગ, અપમાન, તત્ત્વજ્ઞાન વગેરે દ્વારા આવતો નિર્વેદ પોતાના તિરસ્કારરૂપ છે, તે રુદન, શ્વાસ, અગ્રાહ્યતા વગેરે દ્વારા વર્ણવાય છે.
હું શું કરું? ક્યાં જાઉં? કોની પાસે જાઉં? મુશ્કેલીથી ભરી શકાય તેવા (આ) ધૃષ્ટ ઉદરને લીધે પ્રાણોથી પણ છેતરાયો છું. (૧૫૧)
૭૫) ઉત્પાત વગેરે દ્વારા થતો આવેગ વિસ્મય વગેરે કરનાર છે. (૫૦)
ઉત્પાત, પવન, વર્ષા, અગ્નિ, હાથી, પ્રિય ને અપ્રિય વિગતોનું શ્રવણ, દુઃખ વગેરેને કારણે થતો સંભ્રમ તે આવેગ છે. તે વિસ્મય, મોં ઢાંકવું, ગુપ્ત (સ્થાનમાં) આશ્રય, ધુમાડાથી થતી અંધતા. ઉતાવળથી જતા રહેવું, રોમાંચ, વિલાપ, (સંનહન = ) તૈયારી કરવી (અથવા કેડે કમરપટ્ટો બાંધી તૈયાર થવું), વગેરે વડે અનુક્રમે જણાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org