________________
૬૬-૭૨) ૫. ૨. ટૂ. ૪૪-૪૬].
જેમ કે,
હે હંસ, મારી પ્રિયતમા આપી છે. તેની ગતિ (ચાલ) તે ચોરી લીધી છે. જેની પાસે (ચોરીનો) એક ભાગ પકડાયો છે તેવાએ જે બાકી હોય તે આપી દેવું જોઈએ. (૧૪૪) [વિક્રમોવર્સીય-૪.૧૭].
૬૯) પ્રહાર વગેરેને કારણે થતો મોહ ભ્રમણ વગેરે કરનાર છે. (૪૪)
પ્રહાર, મત્સર, ભય, દેવનો ફટકો, પહેલાંના વેરનું સ્મરણ, ત્રાસ વગેરે દ્વારા ચિત્તની મૂઢતાને મોહ કહે છે. મોહની પહેલાંની સ્થિતિ પણ મોહ જ કહેવાય છે. તેને ચક્કર આવવાં, લથડિયાં ખાવાં, પડી જવું, બધી ઇન્દ્રિયોનો મોહ, વૈચિત્ર્ય વગેરે દ્વારા વર્ણવો જોઈએ. જેમ કે,
અત્યંત દુઃસહ અભિભવમાંથી જન્મતા ઇન્દ્રિયોની વૃત્તિને સ્થગિત કરતા મોહથી, જેને પતિના અવસાનનો બોધ નથી થયો તેવી રતિ ક્ષણભર જેના ઉપર ઉપકાર થયો છે તેવી બની. (૧૫)
[કુમારસંભવ-૪.૭૩] સુખથી જન્મેલ મોહ પણ હોય છે. જેમ કે,
શય્યામાં પ્રિય આવતાં, બંધનમાંથી નાડું જાતે જ અલગ થઈ ગયું. તે વસ્ત્ર (= અધોવસ્ત્ર, જેનું નાડું ઢીલું પડ્યું છે, તે) ઢીલા પડેલા કંદોરાના દોરાથી પકડાયેલું થોડુંક નિતંબ ઉપર (લટકી) રહ્યું. હે સખી, અત્યારે હું આટલું જ જાણું છું. પછી તેનાં અંગનો સંગ થતાં, તે કોણ? હું કોણ? રતિક્રીડા કેવી થઈ ? કઈ રીતે થઈ ? એ અંગે મને સહેજ પણ સ્મરણ નથી. (૧૪૬)
[અમરુશતક-૧૦૧] ૭૦) દરિઘ વગેરેને લીધે થતી ચિંતા સંતાપ વગેરે કરનારી છે. (૫)
ગરીબાઈ, ઇચ્છિત દ્રવ્ય ચાલ્યું જવું, ઐશ્વર્યનો નાશ, વગેરે દ્વારા કરાતું ચિંતન કે ધ્યાન તે ચિંતા છે. તે સ્મૃતિથી અલગ છે, જેમ કોળિયાથી અન્ન અથવા રમતથી ગમન જુદાં છે તેમ. તેને સંતાપ, ચિત્તશૂન્યતા, કૃશતા, શ્વાસ, નીચું મુખ, ચિંતન વગેરે દ્વારા વર્ણવવી જોઈએ. તે (= ચિંતા) વિતર્કમાંથી (જન્મે છે). અથવા તેમાંથી વિતક (જન્મે છે) તેથી વિતકથી ચિંતા અલગ છે. જેમ કે,
વિકસિત, સુંદર સુવર્ણકમળ જેવા તથા (મારે વિષે) લાગેલ હોવાથી સહેજ ફેરવેલી દષ્ટિવાળા મુખને ધારણ કરતી એને આ બાજુ, સામે, અંદર, બહાર, ચારે બાજુ રહેલી હું જોઉ છું. (૧૪૭)
મિાલતીમાધવ-૧.૪૦] ૭૧) આક્ષેપ વગેરેને કારણે થતો અમર્ષ સ્વેદ વગેરે કરનાર છે. (૪૬)
વિદ્યા, ઐશ્ચર્ય અને બળની અધિક્તાથી કરાયેલા આક્ષેપ કે અપમાન વગેરેથી (તો) બદલાનો ભાવ તે અમર્ષ છે, અને તે સ્વેદ, ધ્યાન, ઉપાયની શોધ, માથું ધુણાવવું, નીચા મુખે વિચારવું વગેરે દ્વારા વર્ણવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org