________________
૬-૬૮) ઞ. ૨. સૂ. ૪૦-૪૩]
૬૫) વ્યાધિ વગેરેને લીધે થતી ગ્લાનિ, રંગ ઊડી જવો વગેરે કરનારી છે. (૪૦)
વ્યાધિ, મનનો સંતાપ, રતિક્રીડા, ઉપવાસ, ભૂખતરસ, રસ્તો કાપવો, ઊંધ ઊડી જવી, અતિશય પાન કરવું, તપ, વૃદ્ધત્વ, ક્લા, અભ્યાસ વગેરેને લીધે શક્તિનો નાશ (યાય) તે ગ્લાનિ છે. તેને રંગ ઊડી જવો, આંખ ઊંડી ઊતરવી, ગાલ ફિક્કા પડવા (અથવા ગાલ સુકાવા, તેમાં ખાડા પડવા), (ગ્લાનિપૂર્વક) બોલવું, અંગો ઢીલાં પડવાં, ધ્રૂજવું, અરાક્તની માફક સંચરણ કરવું, ઉત્સાહનો અભાવ વગેરે વડે વર્ણવવી જોઈએ. જેમ કે,
કૂંપળ જેવા કોમળ, મૂળમાંથી ઢીલા પડેલા, કેવડાના અંદરના પાંદડાને જેમ શરદઋતુનો તાપ (ગળી જાય તેમ) હૃદય પુષ્પને શોષી નાખતો દારુણ દીર્ઘ શોક એના ફિક્કા ક્ષીણ ારીરને ગળી જાય છે. (૧૪૧) [ઉત્તરરામચરિત- ૩.૫]
૬૬) દુર્ગતિ વગેરેને કારણે આવતી હીનતા તે દૈન્ય. મુજા’” એટલે કે શુદ્ધિ ને પવિત્રતાનો ત્યાગ વગેરે કરનાર છે. (૪૧)
९५
દુર્ગતિ, મનનો સંતાપ વગેરેને લીધે શુદ્ધિનો અભાવ તે દીનતા છે, તેને સ્નાનાદિનો ત્યાગ, અંગો ભારે થવાં, માથું ઢાંકવું વગેરે દ્વારા વર્ણવવી. જેમ કે,
સંયમરૂપી ધનવાળા અમને અને પોતાના ઉચ્ચ કુળને (અને વળી)આની તારે વિષેની બાંધવોએ (સંબંધીજનોએ) ન રચેલી તે પ્રેમવૃત્તિને બરાબર વિચારીને તારે એને પત્નીઓની વચ્ચે સામાન્ય સન્માનપૂર્વક જોવી. એથી વિશેષ ભાગ્ય ઉપર આધારિત છે. તે વધૂના સગાંઓએ કહેવાનું હોતું નથી. (૧૪૨)
[શાકુન્તલ-૪.૧૬]
૬૭) વ્યાયામ વગેરે વડે થતો શ્રમ (તે) અંગભંગ વગેરે કરે છે. (૪૨)
વ્યાયામ, રસ્તે જવું (= ચાલવું) વગેરે કારણે મન અને શરીરને લગતો થાક તે શ્રમ છે. તેને અંગો ભાંગવાં, અંગ દબાવવાં, ધીમેથી ચાલવું, મોં બગાડવું વગેરે દ્વારા વર્ણવવો જોઈએ. જેમ કે,
માર્ગના સંતાપના ખેઠથી આળસને કારણે શિયિલ અને કોમળ, ગાઢ આશ્લેષોથી જેનું સંવાહન કરાયું છે તેવાં કોમળ, ચડાયેલ, મૃણાલ જેવાં દુર્બળ અંગોને મારી છાતી પર રાખી જ્યાં તું નિદ્રા પામી હતી. (૧૪૩) [ઉત્તરરામચરિત- ૧,૨૪]
૬૮) ઇષ્ટના વિયોગ વગેરે કારણે થતો ઉન્માદ કારણ વગર સ્મિત વગેરે કરનારો છે. (૪૩) ઇષ્ટનો વિયોગ, ધનનો નાશ, પ્રહાર, સનેપાત, ગ્રહ વગેરેને કારણે થતી ચિત્તની અસ્થિરતા તે ઉન્માદ છે. તેને કારણ વગર હસવું, રડવું, જોરથી નાચવું, ગાવું, દોડવું, બેસવું, ઊઠવું, અસંબદ્ધ પ્રલાપ કરવો, ભભૂત ચોળવી, ફાટેલાં વસ્ત્ર, (ફૂટેલો) ઘડો, (તૂટેલું) ખપ્પર, (નાટ્યશાસ્ત્ર ભા. ૧, પૃ. ૩૭૨, G.O.S. ૧૯૫૬, પ્રમાણે પાઠ છે.) (ફૂટેલું) વાસણ, (તૂટેલાં), ઘરેણાં વગેરે દ્વારા વર્ણવવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org