________________
દર-૬૪) મ. ૨. ખૂ. ૩૭-૩૧]
પ્રિયનું આગમન, ભાઈભાંડુનો હર્ષ, દેવ-ગુરુ-રાજા-માલિકની કૃપા, ભોજન-વસ્ત્ર,-ધનની પ્રાપ્તિ, ઉપભોગ, ઇચ્છા પૂરી થવી વગેરેથી થતી ચિત્તની પ્રસન્નતા તે હર્ષ છે. અને તે રોમાંચ, આંસુ, પરસેવો, મુખ તથા નેત્રની પ્રસન્નતા, પ્રિય બોલવું વગેરે વડે વર્ણવવો જોઈએ. જેમ કે,
પ્રિયતમ આવી ગયો ત્યારે મરુસ્થલની ભૂમિને મુશ્કેલીથી પાર કરાય તેવી કલ્પીને ગૃહિણી વડે સંતોષનાં આંસુવાળી નજર મુખ ઉપર સ્થિર કરીને પીલુ, શીમળા અને વાંસના કોળિયા આપીને ઊંટના બચ્ચાના માથાના વાળ ઉપર લાગેલ ધૂળ પોતાના પાલવથી પ્રેમપૂર્વક લૂછી. (૧૩૭)
[સુભાષિતાવલીમાં અભુતપુણ્યનું પદ; ૨૦ ૭૫] ૬૨) વિદ્યા વગેરે દ્વારા (તો) ગર્વ અસૂયા વગેરે કરનાર છે. (૩૭) વિદ્યા, બળ, કુલ, ઐશ્ચર્ય, ઉમર, રૂ૫, ધન વગેરેને લીધે બીજાનો તિરસ્કાર (કરવો તે) ગર્વ છે. તેને અસૂયા, અમર્ષ, પુરુષતા, ઉપહાસ, વડીલોનું માન ન જાળવવું, તિરસકાર, આંખ તથા અંગના વિકાર, જવાબ ન આપવોશૂન્યમાં તાકી રહેવું કે (એકલા એકલા) બોલવું વગેરે દ્વારા વર્ણવવો જોઈએ. જેમ કે,
બ્રાહ્મણના અપમાનનો ત્યાગ આપના જ કલ્યાણ માટે છે. તેનાથી જમદગ્નિપુત્ર (પરશુરામ) મિત્ર બનરો, નહીં તો (તે) નારાજ થશે. (૧૩૮)
મહાવીરચરિત - ૨.૧૦] ૬૩) ચોરી વગેરેને લીધે (જન્મતી) ઉગ્રતા વધ વગેરે કરનારી છે. (૩૮)
ચોરી, દ્રોહ, ખોટું બોલવું, વગેરેને લીધે ગુસ્સે થવું તે ઉગ્રતા છે. તેને વધ, બંધન, મારવું, તિરસ્કાર કરવો વગેરે દ્વારા વર્ણવવી જોઈએ. જેમ કે,
ક્ષત્રિયોના સંતાન તરફના રોષને કારણે ઊતરડી ઉતરડીને ગર્ભોના પણ ટુક્કા કરતા, ઉદંડ (એવા) બધા જ ક્ષત્રિયવંશીઓને એકવીસ વાર હણી નાખતા, તેમના (= ક્ષત્રિયોના) રક્તથી ભરાયેલ સરોવરમાં સ્નાન કરવાથી જે મહાન આનંદ થવાથી જેનો ક્રોધાગ્નિ મંદ પડ્યો છે (તથા) (તે રક્તથી) પિતૃકર્મ કરતા મારો સ્વભાવ બધાં પ્રાણીઓથી નથી ઓળખાયો તેમ નથી. (૧૩૯)
મિહાવીરચરિત-૨.૪૮] ૬૪) શબ્દ વગેરેને લીધે થતો પ્રબોધ ચૂંભા • બગાસાં વગેરે કરનાર છે. (૩૯)
શબ્દ, સ્પર્શ, સ્વપ્ન પૂરું થવું, સ્વપ્નમાં બબડવું, ઊંઘ ઊડી જવી, આહારને કારણે (= આહારથી આફરો ચડવો) વગેરેથી નિદ્રાનો અભાવ તે પ્રબોધ છે. તે બગાસું ખાવું, આંખ ચોળવી. હાથ વીંઝવા, આંગળા ફોડવાં (= ટચાકા બોલાવવા) પથારી છોડવી, ડોક તથા અંગો વાળવા વગેરે દ્વારા વર્ણવાય છે. જેમ કે,
હમણાં જ (ઊંઘમાંથી જાગેલી હોઈ સુસ્તક રત્ન દીવડાની જ્યોતિને ક્ષણવાર પણ સામે જોઈ ન શક્તી, પોતાના કાર્યમાં (= જોવામાં) ભારે જણાતી, અંગો તૂટવાની સાથે બગાસાંને લીધે જેમાં પાણી ઉભરાયાં છે તેવી, નિદ્રાભંગને લીધે સહેજ લાલ, નાગના ખોળારૂપી પથારી તથા ફેણના વ્યાપરૂપી ઓશિકાને છોડવાની ઇચ્છાવાળા હરિની સહેજ ત્રાંસી દષ્ટિ તમારું સદાય રક્ષણ કરે. (૧૪૦) મુિદ્રારાક્ષસ-૩. ૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org