________________
૧૮-૬૨) એ. ૨. મૂ. -૩૬]
જેમ કે,
આ પ્રમાણે દેવર્ષિ (નારદ) કહેતા હતા ત્યારે પિતાની પાસે નીચા મુખે ઊભેલી પાર્વતી રમત માટેનાં કમળની પાંદડીઓ ગણવા લાગી. (૧૩૩).
[કુમારસંભવ-૬.૮૪] ૫૮) ચોરી વગેરેને લીધે પોતાના કે પારકા વિષે શંકા (જન્મે છે) તે આજુબાજુ જોવું વગેરે કરનારી છે. (૩૩) .
ચોરી, પરસ્ત્રીગમન વગેરે વિરુદ્ધ આચરણને લીધે અનિષ્ટની કલ્પના તે શંકા છે. તે ક્યારેક પોતાની બાબતમાં જેમ કે, જ્યારે પોતે અને અન્ય સરખા અપરાધી હોય અને રાજા અન્યને દંડ આપે છે ત્યારે (પોતાને વિષે થાય તે) તથા ક્યારેક બીજાની બાબતમાં જેમ કે, જ્યારે વિકારની આકુળતાથી દોષ કરવાથી પારકા વિષે (શંકા) થાય છે. તે આજુબાજુ જોવું, મોં, હોઠ ને કંઠ સુકાવા, અંગ ધ્રૂજવાં, સ્વર બદલાવો, મુખનો રંગ ઊડી જવો, મોં ઢાંકવું વગેરે દ્વારા વર્ણવાય છે. પોતાને વિષે (શંકા) જેમ કે,
પર્વત જેવા ખૂબ દૂર રહેલા તાડકાના પુત્ર – (મારીચ)ને જેણે તૃણની માફક ગબડાવી નાખ્યો, અને જે સુબાહુના હણનાર છે તે તાડકાનો શત્રુ રાજપુત્ર મારા હૃદયને પડ છે. (૧૩૪) મિહાવીરચરિત-૨.૧]
બીજાને વિષે (શંકા) જેમ કે, સમુદ્રદત્તની નંદયંતીને વિષે બીજા પ્રત્યેના પ્રેમવિષયક શંકા અથવા દુર્યોધનની ભાનુમતી વિષે.
વેણી.- . ૨] ૫૯) રાગ વગેરેને લીધે (જન્મતી) ચપલતા કે ચાપલ વાણીની કઠોરતા વગેરે કરનાર છે. (૩૪)
રાગ, દ્વેષ, માત્સર્ય, અમર્ષ, ઈર્ષ્યા વગેરેને કારણે ચિત્ત સ્થિર ન રહેવું, તે ચાપલ છે અર્થાત્ વિચાર્યા વગર કાર્ય કરવું તે. અને તેને કઠોર વાણી, નિંદા, તિરસ્કાર, પ્રહાર, વધ, બંધન વગેરે દ્વારા વર્ણવવું જોઈએ. જેમ કે,
કોઈક રાજાએ બે હાથથી જેની દાંડી પકડી છે તેવા, જેનાં હાલતાં પાંદડાંથી ભમરાઓ અભિહત થયા છે તેવા, રજકણોથી જેની અંદર મંડલ (= પરિવેશ, ચક્રાકાર રચના) રચાયેલ છે તેવા લીલાકમલને ગોળ ગોળ ફેરવ્યું. (૧૩૫)
[રઘુ. -૬.૧૩] ૬૦) શ્રમ વગેરેને કારણે (થતું) આલસ્ય નિદ્રા વગેરે કરનાર છે. (૩૫)
શ્રમ, સંતોષ, રોગ, ગર્ભાવસ્થા, તથા સ્વભાવથી પુરુષાર્થ કરવા પ્રત્યે અરુચિ તે આલસ્ય છે. તેને નિદ્રા, તન્દ્રા, બધાં કાર્યો પ્રત્યે અણગમો, સૂવું, બેસી રહેવું વગેરે દ્વારા વર્ણવવું જોઈએ. જેમ કે,
આગળ વધેલા ગર્ભથી અલસ બનેલી, સુંદર શરીરવાળી (નાયિકા), કહેવામાં આવે ત્યારે ગમે તેમ કરી ચાલે છે. સખીઓને પરાણે જવાબ આપે છે (અને બેસવાની જ ઇચ્છા કરે છે.) (૧૩૬)
[ધનિકનું (પદ્ય), દશરૂ પકાવલોકમાં; (પ્રકાશ. ૪, સૂ. ૨૭] ૬૧) પ્રિયના આગમન વગેરેથી થતો) હર્ષ રોમાંચ વગેરે કરનાર છે. (૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org