________________
૧૪-૧૭) . ૨. . ૨૧-૩૨]
૫૪) થાક વગેરે દ્વારા (જન્મ તે) નિદ્રા (કહેવાય છે) (તે) બગાસાં વગેરે લાવનારી છે. (૨૯)
થાક, શ્રમ, મદ, આલસ્ય, ચિંતા, ખૂબ ખાવું કે સ્વભાવને લીધે મનનું સંમીલિત થવું તે નિદ્રા છે. તેને બગાસું, મોં ભારે થવું, ઝોકાં ખાવાં, આંખ ઘેરાવી, અંગડાઈ લેવી, ઉચ્છવાસ નિઃશ્વાસ, ગાત્રો ઠરી જવાં, આંખ મીંચાવી વગેરે દ્વારા વર્ણવવી જોઈએ.
જેમ કે, નિદ્રાથી બીડાયેલાંનયનોવાળીને તે મૃગાક્ષીના, મદથી મન્થર થયેલ, નહીં અર્થવાળાકે નહીં નિરર્થક, તે કેવાય મનોહર મધુર અક્ષરો હજી હૃદયમાં ધ્વનિત થાય છે. (૧૩૦) [સુભાષિતાવલીમાં-૩૨૮૦; ક્લાનું (પઘ)] ૫૫) નિદ્રાનો ઉદ્ભવ તે સુસ. તે સ્વપ્ન જોવું વગેરે કરનાર છે. (૩૦)
નિદ્રાનો ઉદ્દભવ” એ દ્વારા નિદ્રાની જ ગાઢ સ્થિતિ તે સુસ એમ કહે છે. તેને સ્વપ્ન જોવું, ઉશ્વાસ, નિ:શ્વાસ, સંમોહ, વગેરે દ્વારા વર્ણવવો જોઈએ, જેમ કે,
હે લમણ, જાનકીથી વિરહિત એવા મને આ વાદળો ખેદ આપે છે. આ કદંબ (વૃક્ષ) પરથી વાતા કૂર પવનો જાણે કે મારાં મર્મસ્થાનોને દળી નાખે છે. આ રીતે, જેમણે પોતાના પૂર્વજન્મનું ચરિત કહ્યું છે તેવા, શંકા પામેલી રાધા વડે ઈષ્યપૂર્વક જોવાતા, સ્વપ્નદર્શન કરતા હરિ તમને સુખ આપો. (૧૩૧)
સિદ્ભક્તિકર્ણામૃતમાં શુભાકનું (પઘ)] પ૬) ઈષ્ટનું અનુસ્મરણ વગેરેથી (જન્મતું) ઔસુજ્ય ત્વરા વગેરે કરનાર છે. (૩૧)
ઈષ્ટને પાછળથી યાદ કરવું, જોવું વગેરે દ્વારા વિલંબ સહી ન શક્યો, તે છે સુક્ય. તે ઉતાવળ, નિ:શ્વાસ, ઉશ્વાસ, કૃશતા, મનની શૂન્યતા, દિશાઓમાં જોવું, સંતાપ વગેરે દ્વારા વર્ણવવું જોઈએ.
જેમ કે,
એકદમ જ (અજને) જોવા માટેના માર્ગ ઉપર જતી કોઈ (નાયિકા) વડે ગતિને કારણે મૂળમાંથી છૂટી ગયેલો કેશપાશ હાથથી ગ્રહણ કરાયો પણ (ફરી) ગૂંથવા (= અંબોડો વાળવા) વિચારાયો નહિ. (= અંબોડો ફરી બાંધ્યો નહિ) (૧૩૨)
(રઘુ.- ૭.૬, કુમારસંભવ-૭.૫૭] ૫૭) લજજા વગેરે દ્વારા અવહિત્ય (જન્મે છે) (અને તે) જુદી રીતે કહેવું વગેરે કરનાર છે. (૩૨)
લજ્જા, કુટિલતા, ભય, ગૌરવ વગેરે દ્વારા (જન્મતી) (અને) ભૂવિકાર, મોં લાલ થવું વગેરેને ઢાંકનારી ચિત્તવૃત્તિને અવહિત્ય કે અવહિત્યા કહે છે. “જેનાથી ચિત્ત બહિ:સ્થ નથી’’ એમ પૃષોદરાદિ વર્ગ દ્વારા (સિદ્ધ થાય છે). તેને જુદી રીતે કહેવું, બીજી તરફ જોવું, બોલતાં અટકાવવું, બનાવટી ધીરજ વગેરે દ્વારા વર્ણવવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org