________________
८१
૪૯) . ૨. સૂ. ૨૦]
તેમાં ધૃતિ એટલે સંતોષ, સ્મૃતિ એટલે સ્મરણ. મતિ એટલે અર્થનો નિશ્ચય. બ્રીડા એટલે ચિત્તનો સંકોચ. જડતા એટલે અર્થનો બોધ ન થવો તે. વિષાદ એટલે મનની પીડા. મદ એટલે આનંદ અને સંમોહનું મિશ્રણ. વ્યાધિ એટલે મનનો સંતોષ. નિદ્રા એટલે મનનું મળી જવું. સુસ એટલે ગાઢ નિદ્રાની સ્થિતિ. સુક્ય એટલે વિલંબ સહન ન થાય તે. અવહિત્ય એટલે આકાર ઢાંકવો. શંકા એટલે અનિષ્ટની કલ્પના. ચાપલ એટલે ચિત્તની અસ્થિરતા. આલસ્ય એટલે પુરુષાર્થ માટે અનાદર. હર્ષ એટલે ચિત્તની પ્રસન્નતા. ગર્વ એટલે બીજાની અવજ્ઞા. ઉગ્રતા એટલે ગુસ્સે થવું. પ્રબોધ એટલે નિદ્રાનો અભાવ. ગ્લાનિ એટલે બળનો નાશ.એટલે (ઓજસ) શક્તિનો અભાવ. શ્રમ એટલે થાક. ઉન્માદ એટલે ચિત્તની અસ્થિરતા. મોહ એટલે મૂઢતા. ચિંતા એટલે ધ્યાન. અમર્ષ એટલે સામે થવું. ત્રાસ એટલે ચિત્તનું ચમક્યું. અપસ્માર એટલે આવેશ. નિર્વેદ એટલે પોતાનો તિરસ્કાર. આવેગ એટલે સંભ્રમ. વિતક એટલે સંભાવના. અસૂયા એટલે ક્ષમાનો અભાવ. મૃતિ એટલે મરવાની પ્રક્રિયા. આ (વ્યભિચારીઓ) સ્થિતિ, ઉદય, પ્રામ, સંધિ અને શબલતાના ધર્મવાળા છે.
(તેમાં) (ભાવ) સ્થિતિ જેમ કે,
કોપને લીધે (પોતાના) પ્રભાવથી છુપાઈને રહી હશે? (પરંતુ) તે લાંબો સમય ગુસ્સો નથી કરતી. સ્વર્ગમાં ઊડી ગઈ હરો? મારામાં તો તેનું મન અત્યંત લાગેલું છે. મારી પાસે રહેલી તેને હરી જવાને દાનવો પણ સમર્થ નથી (છતાં) તે આંખોથી અત્યંત અદશ્ય બની ગઈ છે. આ કેવી વાત છે ? (૧૧૭)
[વિક્રમોર્વશીય-૪.૨] અહીં વિપ્રલંભ રસ હોવા છતાં, આ પ્રકારે વિતર્કની સ્થિતિના ચમત્કારથી આસ્વાદનો અતિશય (સધાયો છે) (તેમનો) ઉદય જેમ કે,
ગોત્રખ્ખલન (= નામ લેવામાં થતી ભૂલ) કાન પર પડતાં જ શય્યાને સેવતી (નાયિકાએ) પરિવર્તન (= પડખાં ઘસવાં)નું ધ્યાન ક્યું, અને ફરી (પડખું ફેરવવાનો) આરંભ પણ ર્યો. ફરી તે (= પડખું ફેરવી લેવાની ક્રિયા)ને પ્રયત્નોનો વિષય બનાવ્યો અને એક ભુજલતા શિથિલ કરી બીજી બાજુ નાખીને (તે કાર્ય) પું ય ખરું પણ એ તવંગી સ્તનભારને પ્રિયતમની છાતી પરથી પૃથફ કરવામાં સમર્થ ન થઈ. (૧૧૮)
[અમતક-૧૫૧] અહીં માનનો ઉદય છે. પ્રથમ – જેમ કે,
(પ્રિયતમને નાયિકાએ) જોતામાં જ (નાયિકાનું સ્વમાન) નયનની માફક મુકુલિત થયું, પાસે બેસતામાં મુખની માફક નીચે નમ્યું, સ્પર્શ કરતાં વહેત રોમાંચની માફક બહાર આવ્યું, પછી બોલવાનું શરૂ કરતાં જ તો નીવીબંધની માફક શિથિલતાને પામ્યું અને એ સુંદર નયનનો ચરણસ્પર્શ પ્રિયતમે કર્યો ને જાણે લજ્જાથી માન દૂર થઈ ગયું ! (૧૧૯)
[અમરુશતક-૧૬૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org