________________
૪૭-૦) ૪. ૨. સૂ. ૨૨-૨]
૪૭) સમાનના દર્શન વગેરેથી થતી સ્મૃતિ ભ્રક્ષેપ વગેરે કરનારી છે. (૨૨)
સમાન દર્શન, સ્પર્શ, શ્રવણ, અભ્યાસ, પ્રણિધાન વગેરેને લીધે સુખદુઃખના હેતુઓનું સ્મરણ તે સ્મૃતિ છે. તેને ભવાં ચડાવવાં, માથું ધુણાવવું, મોં ઊંચું કરવું, શૂન્યમાં તાકી રહેવું, આંગળી કરડવી વગેરે (અનુભાવો) વડે વર્ણવવી જોઈએ.
જેમ કે,
८५
નિર્વિઘ્ન એવા મારા માર્ગને ગગનમાં શું મૈનાક રુંધે છે ? એની વળી શક્તિ ક્યાંથી હોય ? એ તો વજ્ર પડવાના ભયથી મહેન્દ્રથી પણ બીનેલો છે. ગરુડ (હોય) ? તે તેના સ્વામી સાથે મને રાવણને જાણે છે. ઓહ ! જાણ્યું; તે જટાયુ છે. ઘડપણથી ખેદ પામેલો આ મૃત્યુ ઇચ્છે છે. (૧૨૩) [હનુમન્નાટક-૪.૯]
૪૮) શાસ્ત્રના ચિંતન વગેરેથી જન્મતી મતિ શિષ્યને ઉપદેશ વગેરે કરનારી છે. (૨૩)
શાસ્ત્રનું ચિંતન, ઊડ્ડ-અપોહ વગેરેથી કરાતો અર્થનો નિશ્ચય તે મતિ છે. તે શિષ્યોને ઉપદેશ, અર્થનો વિસ્તાર, સંશયનો છેદ વગેરે દ્વારા વર્ણવવી જોઈએ.
જેમ કે,
ચોક્કસ જ તે ક્ષત્રિયને માટે વરવાયોગ્ય છે, કેમ કે, મારું આર્ય મન તેની અભિલાષા કરે છે. સંદેહાસ્પદ વસ્તુઓને વિષે સજ્જનોના અંતઃકરણની પ્રવૃત્તિ જ પ્રમાણરૂપ હોય છે. (૧૨૪)
[શાકુન્તલ-૧.૧૯]
૪૯) અકાર્ય કર્યાની જાણથી થ્રીડા જન્મે છે તે વિવર્ણતા વગેરે કરનારી છે, (૨૪)
નહીં કરવા યોગ્ય કર્યું હોવાની જાણ, ગુરુનું ઉલ્લંઘન, પ્રતિજ્ઞાનો ભંગ વગેરે વડે થતો ચિત્તનો સંકોચ તે વ્રીડા છે. તેને વિવર્ણતા, નીચું મુખ (રાખવું), વિચાર, જમીન ખોતરવી, આંગળી પર વસ્ત્ર વીંટાળવું, કાનને સ્પર્શવું, નખ ખોતરવા વગેરે વડે વર્ણવવી જોઈએ.
જેમ કે,
દર્પણમાં સંભોગનાં ચિહ્નો જોતી (પાર્વતીએ) પાછળ રહેલા પ્રણયીનું પ્રતિબિંબ (દર્પણમાં) પોતાના પ્રતિબિંબ પાસે જોઈને લજ્જાથી શું શું ન કર્યું ? (૧૨૫) [કુમારસંભવ-૮.૧૧]
૫૦) ઇષ્ટ કે અનિષ્ટના દર્શન વગેરેથી જન્મતી જડતા મૌન વગેરે કરનારી છે. (૨૫)
ઇષ્ટ અને અનિષ્ટનું દર્શન, શ્રવણ, વ્યાધિ વગેરે દ્વારા અર્થ ન જણાય તે થઈ જડતા. તેને ચૂપ રહેવું, સ્થિર નજરે જોવું વગેરે દ્વારા નિરૂપવી જોઈએ. જેમ કે,
સેવન કર
એ રીતે જેને હે સખી ! (પાર્વતી !) ગભરાટ દૂર કરીને એકાંતમાં શંકરનું સખીઓએ ઉપદેશ આપ્યો એવી વ્યાકુળ થયેલી (તે પાર્વતીએ) પ્રિયજન સામે આવતાં (તે ઉપદેશ) સ્મર્યો નહિ. (૧૨૬) [કુમારસંભવ-૮.૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org