________________
૪૯) અ. ૨. ખૂ. ર૦]
જે વળી આ કૃતિ વગેરે ખાસ ચિત્તવૃત્તિઓ છે, તે યોગ્ય વિભાવના અભાવથી આખા જન્મારામાં પણ હોતી નથી (અનુભવાતી નથી, તેથી તે વ્યભિચારી (કહેવાય) છે. જેમ કે, રસાયણનું સેવન કરનારને
ગ્લાનિ, આલસ્ય, શ્રમ વગેરે સંભવતાં નથી. વિભાવના બળથી જેને પણ થાય છે, તેને વિષે ય હેતુ દૂર થતાં નાશ પામતી (તે ચિત્તવૃત્તિઓ) (પોતાનો) સંસ્કાર અનિવાર્યપણે મૂકી જતી નથી (જ્યારે રતિ વગેરે (ભાવો) તો પોતાનું કાર્ય ર્યા પછી પણ, શમી ગયેલા જેવા થાય છતાં સંસ્કાર પાછળ છોડવાનું ચૂકતા નથી, કેમ કે, બીજી વસ્તુ વિષેની રતિ વગેરે અખંડ (જ રહે છે) જેમ કે, પતંજલિએ કહ્યું છે કે, (૧૨) ચિત્ર એક સ્ત્રીને વિષે અનુરાગી હોતાં, બીજી સ્ત્રીઓ વિષે વિરક્ત બનતો નથી.
વ્યિાસભાષ્ય, યોગસૂત્ર ૨.૪, પૃ. ૬૦] વગેરે.
તેથી, સ્થાયિરૂપ ચિત્તવૃત્તિના સૂત્રમાં પરોવાયેલ, પોતાને ઉદય ને અસ્તરૂપે સેંક્કો હજારો વૈચિત્ર્ય પ્રાપ્ત કરાવતા (એટલે કે અનેક સ્વરૂપે જણાતા) સ્થાયીને શોભાવતા આ (ચિત્તવૃત્તિવિશેષો) પ્રતિભાસિત થાય છે તેથી વ્યભિચારીઓ કહેવાય છે. જેમ કે, “આ ગ્લાનિ પામેલો છે” એમ કહેવાતાં, “શેનાથી?' એવો પ્રશ્ન થવાને લીધે તેની (- ગ્લાનિની) અભ્યાયિતા સૂચવાય છે. પરંતુ “રામ ઉત્સાહશક્તિવાળો છે” એમાં હેતુપ્રશ્ન (= કારણ જાણવું) (જરૂરી) નથી. આથી જ વિભાવો ત્યાં ઉદબોધકો થતાં પોતાના સ્વરૂપનું ઉપરંજકત્વ પામતા, રતિ-ઉત્સાહ વગેરેનું ઔચિત્ય કે અનૌચિત્ય માત્ર લાવે છે. પરંતુ તેના (વિભાવાદિના) અભાવમાં તે (રતિ વગેરે) સંપૂર્ણતયા અવર્ણનીય નથી. કેમ કે, બધાં પ્રાણીઓ વાસનારૂપે તેનાથી યુક્ત હોવાનું કહેવાયું છે. વ્યભિચારીઓનું તો પોતાના વિભાવના અભાવમાં નામ પણ રહેતું નથી. .
(હવે તે સ્થાયિભાવોનું સ્વરૂપ નિર્દેશતાં કહે છે કે, તેમાં રતિ એકબીજા માટેની આસ્થાબંધરૂપ છે. ચિત્તનો વિકાસ તે હાસ છે. ચિત્તનું વધુર્ય (= નિરાશ થવું) તે શોક છે. તીક્ષ્ણતાનો આવિર્ભાવ તે ક્રોધ, (પ્રવૃત્તિનો) સ્થાયી આરંભ તે ઉત્સાહ છે. વૈક્લવ્ય તે ભય છે. સંકોચ એ જુગુપ્સા છે. (ચિત્તનો) વિસ્તાર તે વિસ્મય છે. તૃષ્ણાનો ક્ષય એ શમ (સ્થાયી) છે.
રસના લક્ષણમાં જ સ્થાયિભાવનું સ્વરૂપ નિરૂપ્યું હોવા છતાં (તેનો) ફરી નિર્દેશ. તેમનું (= રતિ વગેરેનું) ક્યારેક વ્યભિચારિત્વ (સંભવે છે) (તે કહેવા માટે કરાયો છે). તેથી અનેક વિભાવો હોતાં, તેમનું
સ્થાયિત્વ (સંભવે છે) પરંતુ ઓછા વિભાવો હોતાં, વ્યભિચારિત્વ જ (માનવું). જેમ રાવણ વગેરેમાં પરસ્પર પ્રીતિનો અભાવ હોવાથી રતિ વ્યભિચારી (ભાવરૂપ) જ છે. તથા ગુરુ, પ્રિયતમ અને સેવકને વિષે યથાયોગ્ય રીતે, વીર, શૃંગાર વગેરેમાં રોષ (પણ) વ્યભિચારી જ છે. એ જ રીતે, અન્ય ભાવો વિશે પણ કહેવું જોઈએ. (પરંતુ) શમનું તો જો કે ક્યારેક અપ્રાધાન્ય (જણાય) તો પણ (તેનું વ્યભિચારિત્વ) (સંભવતું નથી) (કેમ કે), બધે જ તે સ્થાયિતમ હોવાથી, પ્રકૃતિરૂપે રહેલ છે.
(હવે) વ્યભિચારીઓ (વર્ણવતાં) કહે છે –
૪૫) ધૃતિ, મૃતિ, મતિ, બ્રિીડ, જડતા, વિષાદ, મઠ, વ્યાધિ, નિદ્રા, સુરત, ઔસુક્ય, અવહિન્થા, શંકા, ચાપલ, આલસ્ય, હર્ષ, ગર્વ, ઉગ્રતા, પ્રબોધ, ગ્લાનિ, કેન્ય, શ્રમ, ઉન્માદ, મોહ, ચિન્તા, અમર્ષ, ત્રાસ, અપસ્માર, નિર્વેદ, આવેગ, વિર્તક, અસૂયા (અને) મૃત્યુ એ તેત્રીસ વ્યભિચારીઓ સ્થિતિ, ઉદય, પ્રશમ, સંધિ, શબલતા વગેરે ધર્મવાળા (બને છે). (૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org