________________
3. o. સૂ. ૨]
અને જેમ પ્રત્યયાંશની દ્યોતકતા (હોય છે) તેમ પ્રકૃત્યંશની પણ (હોય છે), જેમ કે,
તે વાંકી વળેલી ભીંતોવાળું ઘર (ક્યાં) અને (ક્યાં) આ આકારો સ્પર્શતો મહેલ ! તે ઘરડી ગાય (ક્યાં) ને (ક્યાં) આ મેઘની જેમ ગાજતી હાથીઓની હારમાળા ? તે ક્ષુદ્ર મુસળનો અવાજ (ક્યાં) ને (ક્યાં) આ સુંદરીઓનું સંગીત ! આશ્ચર્ય છે (આટલા જ) દિવસોમાં આ બ્રાહ્મણ આટલી ભૂમિ (= કક્ષા) એ પહોંચ્યો છે. (૯૧) [કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૧૦
-
અહીં દિવસરૂપી અર્થ વડે આ અર્થની અત્યંત અસંભવિતતા વ્યંજિત થાય છે. ‘તવ્’ એ પ્રકૃત્યંશ અહીં ‘નમિત્તિ’ એ પ્રકૃત્યંશની સાથે બધી જ રીતે અમંગળરૂપ (સ્થળનું) ઉંદરો વડે ઉભરાતા હોવું (એ અર્થ) વ્યંજિત કરે છે. આ રીતે, ‘તે ગાય’ વગેરેમાં પણ વિચારવું.
વળી,
રતિક્રીડા સમયે વસ્ત્રનું હરણ કરતા અને કરકમળથી બંધ કરાયેલ બે આંખોવાળા શિવનું, પાર્વતી વડે ચુંબન કરાયેલ તૃત્તીયનેત્ર જય પામે છે. (૯૨) [સસાતક-૪૫૫, ગાથાસસાતી-૫.૫૫] અહીં ‘જય પામે છે’ (એમ છે) ‘શોભે છે’ તેમ નહીં. એકસમાન સ્થગનવ્યાપારમાં પણ લોકોત્તરરૂપે એનું અદશ્ય થવું જ તેની ઉત્કૃષ્ટતા છે એમ વ્યંજિત થાય છે.
५५
ભાવ વગેરેનું પદપ્રકારાત્વ બહુ વૈચિત્ર્ય સર્જતું નથી. તેથી તે ઉદાત કરાયું નથી. વાક્યનું રસાદિવ્યંજકત્વ રસ વગેરેના લક્ષણપ્રસંગે જ ઉદ્દાત કરાશે. પ્રબંધમાં પણ નાટક વગેરેમાં અર્ધશક્તિમૂલ રસની અભિવ્યક્તિ પ્રતીત થાય છે જ. વર્ણરચનાનું તો સાક્ષાત્ માધુર્યાદિ ગુણનું વ્યંજત્વ છે જ. તે દ્વારા તો રસને વિષે ઉપયોગ (થાય) છે. તે ગુણપ્રકરણમાં જ હેવારો. તેથી અહીં કહેવાયું નથી.
આચાર્યશ્રી હેમચન્દ્ર વિરચિત અલંકારચૂડામણિ નામે સ્વોપજ્ઞ કાવ્યાનુશાસનવૃત્તિમાં પ્રથમ અધ્યાય સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org