________________
I અધ્યાય - ૨ રસનું લક્ષણ કહે છે - ૨૬) વિભાવ, અનુભાવ અને વ્યભિચારી વડે અભિવ્યકત થતો સ્થાયિભાવ રસ છે. (૧)
જેમના દ્વારા, વાણી વગેરેના અભિનયયુક્ત સ્થાયી અને વ્યભિચારી રૂ૫ ચિત્તવૃત્તિઓ વિભાવિત થાય છે, વિશિષ્ટ રૂપે જણાય છે (તે થયા વિભાવો)તે કાવ્ય (શાસ્ત્રી અને નાટ્યશાસ્ત્રમાં પ્રસિદ્ધ આલંબન અને ઉદ્દીપન સ્વરૂપ (અનુક્રમે) લલના તથા ઉઘાન વગેરે વિભાવો વડે, સ્થાયી અને વ્યભિચારી રૂપ વિશિષ્ટ પ્રકારની ચિત્તવૃત્તિને અનુભવતો સામાજિક, અનુભાવિત થાય છે (એટલે કે) સાક્ષાત્કાર કરાય છે જેનાથી, તે કટાક્ષ, ભુજાક્ષેપ વગેરે અનુભાવો વડે (તથા) વિવિધ રૂપે અભિમુખ થઈને ફરવાના સ્વભાવવાળા ધૃતિ, સ્મૃતિ વગેરે વ્યભિચારીઓ દ્વારા, સ્થાયિભાવનું અનુમાન કરાવતા હોઈને લોમાં (અનુક્રમે) કારણ, કાર્ય અને સહચારી શબ્દથી ઓળખાતા, “આ મારા જ છે” “આ બીજાના છે”, “આ મારા નથી'', “આ બીજાના નથી' - એમ સંબંધી વિશેષના સ્વીકાર કે પરિહારના નિયમનો નિર્ણય ન થવાથી સાધારણરૂપે પ્રતીત થતા (વિભાવાદિ) વડે અભિવ્યક્ત નિયત (= વ્યક્તિગત) પ્રમાતામાં રહેલો હોવા છતાં સાધારણીકરણના બળથી (સલ) સહૃદયોના હૃદયસંવાદરૂપ સાધારણ્ય વડે વિષય બનાવાતો (અર્થાત્ તેનો વિષય બનતો) ચર્થમાણતા એ જ માત્ર જેનો પ્રાણ છે તેવો, વિભાવાદિની ભાવના (ચર્વણા, પુનઃ પુનઃ પ્રવૃત્તિ) સુધી જ ટકનારો, અલૌકિક ચમત્કાર કરતો હોવાથી પરબ્રહ્માસ્વાદસહોદર (= તેના જેવો) બંધ આંખોવાળા કવિ અને સહૃદયો દ્વારા આસ્વાદાતો, સ્વસંવેદનથી સિદ્ધ થતો રસ છે. (= અભિવ્યક્ત થતો રતિ વગેરે સ્થાયી રસ છે)
અને તે (= રસ) વિભાવાદિના કાર્ય (રૂ૫) નથી, કેમ કે, (જો તે કાર્યરૂપ હોય તો) તેમનો (= તે વિભાવાદિનો) નાશ થાય તો પણ રસ ચાલુ રહેવાની પરિસ્થિતિ થાય છે. (તે રસ) જ્ઞાપ્ય પણ નથી, કેમ કે (પૂર્વપ્રસિદ્ધ એવા તેનો (= રસનો) અભાવ હોય છે. કારક અને જ્ઞાપકથી જુદું એવું ક્યાં જોવામાં આવ્યું? એમ જો પ્રશ્ન કરો તો (જવાબ એ છે કે) - ક્યાંય જોયું નથી તે (તેની) અલૌકિકતાની સિદ્ધિમાં ભૂષણરૂપ છે, દૂષણરૂપ નહીં. (વળી) વિભાવ વગેરેનું, ભેગા મળીને વ્યંજકત્વ (સ્વીકારાયું છે), અલગ અલગ વિભાવ વગેરેનું નહીં, કેમ કે, (તે બાબતમાં) વ્યભિચાર જોવા મળે છે. વાઘ વગેરે વિભાવો ભયાનકની જેમ વીર, અભુત અને રૌદ્રના પણ (વિભાવો) છે. અશુપાત વગેરે અનુભાવો કરુણની જેમ શૃંગાર અને ભયાનકના (પણ છે) (તથા) ચિંતા વગેરે વ્યભિચારીઓ #ણની જેમ શૃંગાર, વીર અને ભયાનકના (પણ છે).
પરંતુ જ્યાં એક એકનો જ ઉલ્લેખ છે - જેમ કે,
તારાં બે નેત્રો કેલીના કન્ડલ (= જડ, મૂળ, નવાંકુર) વાળા વિભ્રમમય વસંતના અગ્રગણ્ય શરીર છે. ભૂકુટિની લીલાનો કાર્યક્રમ ભંગિમાંથી તૂટવાવાળું કામદેવનું ધનુષ્ય છે. આશ્ચર્ય છે કે, મુખકમળની મદિરા આપાતમાત્રમાં વિકારનું કારણ છે. (ખરેખર ! હે સુન્દરી, બ્રહ્માજીની એક અનુપમ રચના એવી તું, ત્રણે જગતનો સાર છે.) (૯૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org