________________
૨૭) અ. ૨. સૂ. ૩]
અહીં વિભાવોનો (જ ઉલ્લેખ છે).
(અભિનવગુપ્તનું - લોચનમાં પૃ. ૨૭૭ અને અભિનવભારતીમાં રૃ. ૨૮૬)
વચ્ચે વચ્ચે રોકાઈ રોકાઈને થતા દૃષ્ટિપાતોમાં નેત્ર અનેકવાર જે અસ્થિરતા પ્રાપ્ત કરે છે, કાપેલી કલિનીની દાંડીની જેમ, જે રોજ રોજ (તેનાં) ગાત્રો સુકાતાં જાય છે, કરનાર ઘેરી ફિકાશ (એના) બે ગાલની છે (= ગાલ પર પથરાઈ છે) વિનતાઓની (પણ) આ જ વેષસ્થિતિ (થઈ) છે. (૯૪)
અહીં અનુભવોનો (જ નિર્દેશ છે).
-
-
५९
[ભટ્ટેન્ડુરાજનું પદ્ય-લોચનમાં-પૃ. ૮૧ અને અભિનવભારતીમાં-પૃ. ૨૮૬]
દૂરથી (જોઈને) ઉત્સુક, (પાસે) આવતાં નીચે ઝૂકેલ, વાત કરતાં ખીલી ઉઠેલાં, આલિંગન આપતાં લાલ થયેલાં, વસ્ત્ર પડતાં સહેજ ખેંચેલી ભ્રૂકુટિવાળાં, ચરણે પડતાં અશ્રુજલથી પૂર્ણ એવાં માનિનીનાં નયન, પ્રિયતમે અપરાધ કર્યો હોય ત્યારે પ્રપંચ-વિવિધ ચેષ્ઠા-કરવામાં ચતુર જણાય છે. (૯૫) [અમરુરાતક- ૪૯]
અહીં, ઔત્સુક્ય, થ્રીડા, હર્ષ, કોપ, અસૂચા, પ્રસાદ વગેરે વ્યભિચારીઓનો (જ ઉલ્લેખ છે). ત્યાં પણ (તે સિવાયના) અન્ય એનો આક્ષેપ તેમના ઔચિત્યથી કરાય છે તેથી (મૂળ વિગતમાં) વ્યભિચાર (જણાતો) નથી.
(હવે) રસના ભેદો કહે છે
Jain Education International
(સૂકા) દૂર્વા (ઘાસ)ને તિરસ્કૃત કૃષ્ણ યુવાન થતાં, યૌવનવતી
૨૦) શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એ નવ રસો છે. (૨)
તેમાં સમગ્ર જાતિને સુલભ હોઈને (તથા) અતિપરિચિત હોવાથી બધાના તરફ ઘતા હોવાથી ( = બધાને ખૂબ ગમતો હોવાથી) પહેલાં શૃંગાર (રસ નિરૂપાયો છે) તેનો અનુગામી હાસ્ય (રસ) છે. (પાત્રના) નિરપેક્ષભાવને લીધે (= વિખૂટા પડેલા પાત્રને ફરી મળવાની અપેક્ષા ન હોવાથી) તેનાથી વિપરીત એવો કરુણ તે પછી (નિરૂપાયો છે) ત્યારબાદ તેના નિમિત્તરૂપ અર્થપ્રધાન રૌદ્ર (રસ આવે છે) પછી કામ અને અર્થ બંનેના મૂળમાં ધર્મ હોઈ, ધર્મપ્રધાન વીર (રસ છે) તે (= વીર) ડરી ગયેલાને અભય આપવારૂપ હોઈ પછી ભયાનક (રસ નિરૂપાયેલ છે). તેના વિભાવ (ભયાનક સાથે) સરખા જણાતાં, પછી બીભત્સ (રસ આવે છે)
વીરને અંતે અદ્ભુત (રસ) ફળ (રૂપે) જન્મે છે તેથી પછી તેનો (અદ્ભુતનો) ઉલ્લેખ છે. પછી ત્રણે વર્ગના પ્રવૃત્તિધર્મથી વિપરીત નિવૃત્તિધર્મના સ્વભાવનો, મોક્ષરૂપી ફળવાળો શાંત (રસ) છે.
આ નવ જ, એકબીજામાં સંકીર્ણ ન થતા ( = સ્વતંત્ર) રસ છે. તેથી, આર્દ્રતારૂપી સ્થાયીવાળો તે સ્નેહરસ તે ખોટું છે કેમ કે, તેનો અંતર્ભાવ રતિ વગેરેમાં થઈ જ જાય છે. જેમ કે, સ્ત્રીપુરુષનો, મિત્રને વિષેનો સ્નેહ રતિમાં, લક્ષ્મણ વગેરેનો ભાઈને વિષેનો સ્નેહ ધર્મવીરમાં, બાળકનો માતાપિતા વિષેનો સ્નેહ ભયમાં વિશ્રાન્ત થાય છે એ જ રીતે વૃદ્ધનો પુત્ર વગેરેમાં (રહેલો સ્નેહ અન્યત્ર વિશ્રાન્ત થાય છે) તે જોવું જોઈએ. વળી, લોભ સ્થાયીવાળા લૌલ્યરસની અંતર્ભાવ હાસમાં કે રતિમાં કે પછી બીજે હેવો જોઈએ એ જ રીતે, ભક્તિમાં પણ કહેવું.
તેમાં, શૃંગાર (રસ)ને કહે છે (= શૃંગારનું નિરૂપણ કરે છે) :
૨૮) સ્ત્રી, પુરુષ, માળા વગેરે વિભાવોયુક્ત તથા જુગુપ્સા, આલસ્ય ને ઉગ્રતા સિવાયના વ્યભિચારીઓ યુક્ત રતિ (તે) શૃંગાર (રસ છે) (જે) સંભોગ અને વિપ્રલંભાત્મક (= એવા બે ભેઠવાળો) છે. (૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org