________________
૨૮) ઝ. ૨. ખૂ. ૩] - સ્ત્રી અને પુરુષ એકબીજા વિષે તથા તેમને બંનેને ઉપયોગી એવાં માળા, ઋતુ, પર્વત, નગર, મહેલ, નદી, ચંદ્ર, પવન, ઉદ્યાન, વાવ, જલક્રીડા વગેરે સાંભળવામાં આવતાં કે અનુભવાતાં (તત્ત્વો) જેના આલંબનને ઉદીપનરૂપ વિભાવો છે તે, જુગુપ્સા, આલસ્ય અને ઉગ્રતા સિવાયના વ્યભિચારીઓવાળી, બધા જ વિષયસમૂહથી યુક્ત (સમગ્ર) એવા, સ્થિર અનુરાગવાળા પ્રયોગસુખની ઇચ્છાવાળા બે પ્રેમીઓ કે જે પરસ્પર (એકબીજા)ના વિભાવ છે, તેમની, બંનેની છતાં એકરૂપ, પ્રારંભથી માંડી અંત સુધી વ્યાસ થતી, અંતે જેમાં સુખ પ્રાપ્ત થાય છે તેવી આસ્થાબંધરૂપ રતિ સ્થાયિભાવ ચર્વણાનો વિષય બનતાં શૃંગાર છે રસ (કહેવાય છે).
દેવ, મુનિ, ગુરુ, રાજા, પુત્ર વગેરે વિષયક (રતિ) તો ભાવ જ (છે), નહીં કે રસ. દેવવિષયક રતિ – જેમ કે,
હે ત્રિભુવનના લલામભૂત ! શાંત (ભાવ)માં રુચિવાળા જે પરમાણુઓ વડે તું નિર્માયો છે, તેટલા જ અણુઓ પૃથ્વીમાં છે, કારણ (પૃથ્વીમાં) તારા જેવું બીજું રૂપ નથી. (૯૬), ભિક્તામર -૧૨]
મુનિવિષયક (રતિ) જેમ કે, ઘર તો તેને જ કહેવાય, જેને તપના પુંજરૂપ આપ પવિત્ર ચરણરજથી સન્માનો છો. (૯૭)
[કાવ્યાદર્શ-૧.૮૬] સંભોગ અને વિપ્રલંભ એ બંનેના અનુભાવો તો (પછી) કહેવારો તેથી અહીં કહેવાયા નથી.
સંભોગ અને વિપ્રલંભરૂપ એમ જે કહ્યું છે, તેમાં સંભોગ ને વિપ્રલંભ એ જેનો આત્મા છે (એમ સમજવું); નહિ કે આત્માઓ. તેથી ગોત્વના કાબરચીતરા અને કાળા વગેરે(ભેદો)ની જેમ શૃંગારના આ બે ભેદ નથી, પણ તે બે દશાઓને અનુસરતી આસ્થાબંધવાળી જે રતિ (છે) તેનું આસ્વાદરૂપ (તે થયો) શૃંગાર. સંભોગ અને વિપ્રલંભને વિષે શૃંગાર પદ, ગામના એક ભાગને (પણ) જેમ ગામ (કહેવાય) તેમ ઉપચારથી (પ્રયોજાય છે). તેથી વિપ્રલંભમાં સંભોગનો મનોરથ રહે છે જ. પરંતુ (સંભોગની) આશા ન } હોતાં તો કરુણ જ થાય. સંભોગમાં પણ વિરહની આશંકા ન હોય તો સ્વાધીન ને અનુકૂળ (પ્રિયજન)ને વિષે પણ અનાદર જ થાય, કેમ કે, કામ કુટિલ છે.
મુનિએ જે કહ્યું છે કે –
(૯) વામા વિષે જે અભિનિવેશિત્વ છે અને જેમાંથી તે નિવારાય છે એવી નારીની જે દુર્લભતા છે, તે કામીજનની પરા રતિ છે.
નિાટ્યશાસ્ત્ર-૨૨.૨૦૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org