________________
૩૩) ક. ૨. સૂ. ૮]
બંનેનું (પ્રણયમાન) જેમ કે,
પ્રણયથી કુપિત થયેલ, ખોટું ખોટું સૂઈ ગયેલાં, માન ધારણ કરેલાં, નિશ્ચલ અને નિરોધાયેલ નિઃશ્વાસ વિષે (ધ્યાનથી) કાન દેતાં બંને (પ્રણયીઓ) માં કોણ મહ્ન છે ? (૧૦૫)
ગિાથાસસરાતી-૧. ૨૭]. ઈષ્યમાન સ્ત્રીમાં જ (સંભવે છે, જેમ કે,
પગે લાગીને, લોકો આગળ હાથ જોડીને, સંધ્યાની યાચના કરે છે; શરમા (જીરા), કે નદીને માથે ધારણ કરે છે તે પણ મેં સહ્યું. અમૃતમંથનમાં જો હરિને શ્રી (= લક્ષ્મી) મળી તો તે કેમ વિષ ખાધું? હે સ્ત્રીલંપટ ! મને સ્પર્શ ન કરીશ એમ ગોરી વડે કહેવાતા, હર તમારું રક્ષણ કરો. (૧૬)
પ્રવાસવિપ્રલંભ (શૃંગારને વર્ણવતાં) કહે છે - ૩૩) કાર્ય, શાપ અને સંભ્રમ વડે પ્રવાસ (વિપ્રલંભ) થાય છે (૮) પ્રવાસ એટલે બીજા દેશમાં હોવું. તેમાં કાર્યને લીધે થતો પ્રવાસ - જેમ કે,
જ્યારે મધુરિપુ (= શ્રીકૃષ્ણ) દ્વારિકા જતા રહ્યા ત્યારે કાલિંદીને કાંઠે ઊગેલી ને તેમના (શ્રી કૃષ્ણના) કૂદવાથી નમી પડેલી વંજુલલતાને આલિંગન આપીને ઉત્કંઠિત થયેલી રાધાએ ઘેરા અથુ (પ્રવાહ)ને કારણે ગદ્ગદ્ કઠે તારસ્વરે એવું ગાયું કે, જેનાથી જળની અંદર રહેતા જળચર જીવોએ પણ ઉત્સુકતાથી (દુઃખભર્યું) કૂજન કર્યું ! (૧૦૭)
શાપને લીધે થતા પ્રવાસને વિષે મેઘદૂતકાવ્ય જ ઉદાહરણરૂપ છે.
સંભ્રમ એટલે દિવ્ય અને માનુષની સ્પર્ધાથી (થતા) ઉત્પાત, આંધી વગેરે તકલીફોથી અથવા બીજા રાજ્યના વિપ્લવથી થતી વ્યાકુળતા.
જેમ કે, મકરંદને યુદ્ધની સહાય કરવા ગયેલા માધવની (ઉક્તિ) -
હે પ્રિયા માલતી! મંગલથી ભિન્ન (અમંગલ) એવા કંઈક કંઈક વિષે (મને) શંકા થાય છે. હે ચંડી ! (= રોષે ભરાયેલી) મકરી છોડ. હું ખૂબ ઉત્સુક થયો છું. જો તું (પરીક્ષા કરીને) જાણવા માગતી હોય તો (મારી પરીક્ષા થઈ ચૂકી છે તેથી) હું જણાઈ ગયો છું. જવાબ આપ, મારું વિવળ હૃદય અંદર વલોવાય છે, તું નિર્દય છે. (૧૦૮)
મિાલતીમાધવ- ૮.૧૩].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org