________________
રૂ૬-૪૦) અ. ૨. સૂ. ↑૪-]
જેમ કે,
(ગોળ ગોળ) ફેરવવામાં આવતી ભુજાઓ દ્વારા ઘુમાવાતી પ્રચંડ ગદાના અભિઘાતથી જેની બંને સાથળો ચૂરો કરી નાખી છે તેવા સુયોધનના ચીકણા, આર્દ્ર તથા ગાઢા રક્તથી લાલ થયેલા હાથથી હે દેવી, ભીમ તારા વાળ બાંધશે. (૧૧૨) [વેણીસંહાર- ૧.૧ ૨૧]
७३
(હવે) વીરને વર્ણવતાં કહે છે
૩૯) નય વગેરે વિભાવ, સ્થિરતા વગેરે અનુભાવ તથા ધૃતિ વગેરે વ્યભિચારીવાળો ઉત્સાહ (સ્થાયી) ધર્મ, દાન ને યુદ્ધ (એ ત્રણ) પ્રકારનો વીરરસ છે. (૧૪)
પ્રતિનાયકમાં રહેલ નય, વિનય, અસંમોહમૂલક નિશ્ચય, બળ, શક્તિ, પ્રતાપ, પ્રભાવ, પરાક્રમ, અધિક્ષેપ વગેરે વિભાવ, સ્થિરતા, ધૈર્ય, શૌર્ય, ગાંભીર્ય, ત્યાગ, વૈશારઘ વગેરે અનુભાવ, અને ધૃતિ, સ્મૃતિ, ઉગ્રતા, ગર્વ, અમર્ષ, મતિ, આવેગ, હર્ષ વગેરે વ્યભિચારીવાળો ઉત્સાહ સ્થાયિભાવ ચર્વણા યોગ્ય બનતાં, ધર્મવીર, દાનવીર, યુદ્ધવીરના ભેદથી જેમ કે,
સમુદ્રસહિતની પૃથ્વીને જીત્યા વગર વિવિધ યજ્ઞોનું યજન કર્યા વગર, યાચકોને ધન આપ્યા વગર રાજા કઈ રીતે ખનું ? (૧૧૩) [કાવ્યાદર્શ-૨.૨૮૪] તેમાં ધર્મવીર (રસ) જેમ કે, નાગાનન્દમાં જીમૂત વાહનનો, દાનવીર (રસ) પરશુરામ, લિ વગેરેનો (અને) યુદ્ધવીર (રસ) વીરચરિતમાં રામનો.
અહીંઆપત્તિનાકાદવમાંડૂબનારાઓનો, થોડામાં સંતોષ અને મિથ્યાજ્ઞાનનેદૂરકરીને, તત્ત્વ ( = સાચીવિગત)ના નિર્ણયરૂપ અસંમોહમૂલક નિશ્ચય, તેજ મુખ્યત્વે ઉત્સાહનુંકારણ છે. રૌદ્રમાં તો મમતાનું પ્રાધાન્ય હોવાથીશાસ્ત્રવિરુદ્ધ ને અનુચિત યુદ્ધ વગેરે પણ હોય છે તેથી મોહ અને વિસ્મયનું પ્રાધાન્ય છે, એમ તફાવત જાણવો...
(હવે) ભયાનકને કહે છે
૪૦) વિકૃત સ્વર સાંભળવા વગેરેરૂપ વિભાવ, હાથ ધ્રૂજવા વગેરે રૂપ અનુભાવ તથા શંકા વગેરે વ્યભિચારીવાળો ભય (સ્થાયી) ભયાનક (રસ છે). (૧૫)
પિશાચ વગેરેનો વિકૃત સ્વર સાંભળવો, તેમને જોવા, સ્વજનના વધ કે બંધન વગેરે જોવાં કે સાંભળવાં, નિર્જન ઘર કે વનમાં જવું વગેરે રૂપ વિભાવ, હાથ ધ્રુજવા, ચકળવકળ થતી નજરે જોવું, હૃદય (ધબકવું) ને પગ ધ્રૂજવા, હોઠ ને કંઠ સુકાવાં, મુખનો રંગ ઊડી જવો, સ્વર બદલાઈ જવો વગેરે અનુભાવો; શંકા, અપસ્માર, મરણ, ત્રાસ, ચાપલ, આવેગ, દૈત્ય, મોહ વગેરે વ્યભિચારીવાળો, સ્ત્રી તથા નીચ પ્રકૃતિવાળાઓને માટે સ્વાભાવિક તથા ઉત્તમ (જન)ને માટે કૃતક (= બનાવટી) ભયસ્થાયિભાવ ચર્વણા પામતાં ભયાનક રસ (બને છે). જેમ કે,
સુંદર રીતે, ડોક વાંકી વાળીને, પાછળ આવતા રથ ઉપર વારંવાર દૃષ્ટિ નાખતું, બાણ વાગવાના ભયથી આગળના શરીરમાં પાછલો અડધો ભાગ ઘણોખરો પ્રવેશી ગયો છે તેવું, થાકને લીધે ખુલ્લા રહેલા મુખમાંથી પડતા અડધા ચાવેલા દર્ભથી જેણે રસ્તો ભરી દીધો છે તેવું (આ હરણ), લાંબા કૂદકાને લીધે, મોટેભાગે આકાશમાં ને પૃથ્વી ઉપર થોડુંક જ ચાલે છે. (૧૧૪)
[શાકુન્તલ-૧. ૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org