________________
७५
૪૨-૪ર) . ૨. ખૂ. ૨૬-૨૭] .
(પ્રશ્ન) રાજા વગેરે શું ગુરુ વગેરેથી બનાવટી ભય દર્શાવે છે ? (ભય) દર્શાવીને શા માટે હાથનો હળવો કંપ વગેરે દર્શાવે છે ? શું ભયમાં જ તક્તા કહેવાય છે? કેમ કે, કૃતક તો બધામાં સંભવે છે. જેમ કે, ધન ઇચ્છનારી વેશ્યા કૃતક (= બનાવટી) પ્રેમ દર્શાવે છે. (જવાબમાં) કહેવાય છે – ભય દર્શાવાતાં જ, ગુરુ (શિષ્ય એવા રાજાને) વિનયવાળો જાણે છે અને મૂદુ ચેષ્ટાઓને કારણે તેને અધમ પ્રકૃતિનો માનતા નથી. બનાવટી રતિ વગેરેના ઉપદેશ (એટલે કે નિરૂપણ)થી કોઈ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી. વળી, જ્યાં રાજાઓ બીજા પર અનુગ્રહ કરવા માટે ક્રોધ, વિસ્મય વગેરે દર્શાવે છે, ત્યાં તેમનું વ્યભિચારીપણું જ છે, સ્થાયિત્વ નહીં.
(હવે) બીભત્સને કહે છે -
૪૧) અસુંદર (વિગતો)નાં દર્શન વગેરે રૂ૫ વિભાવો, અંગ સંકોચવા વગેરે રૂપ અનુભાવો તથા અપસ્માર વગેરે રૂપ વ્યભિચારીયુકત જુગુપ્સા (સ્થાયિભાવવાળો) બીભત્સ (રસ) છે. (૧૬)
અદ્ય એટલે કે ઊલટી, ઘા, વિષ્ટા, કૃમિ, કીડાનાં દર્શન કે સાંભળવા વગેરેરૂપ વિભાવો; અંગ સંકોચવાં, હેડકી, નાક ફુલાવવું, મોં ચપકોડવું, (નાક) ઢાંકવું, ઘૂવું વગેરે રૂપ અનુભાવો, અપસ્માર, ઉગ્રતા, મોહ, રોગ વગેરે વ્યભિચારીઓને યુક્ત સ્થાયિભાવરૂપ જુગુપ્સા ચર્વણાય થતાં બીભત્સ (રસ કહેવાય છે).
જેમ કે,
પહેલાં ચામડીને ઊતરડી ઊતરડીને, ખભા, ઊમૂળ, (અથવા કેડનો સંધિભાગ) પીઠ, પિંડી વગેરે અવયવો પરથી સહેલાઈથી લેવાય તેવા ખૂબ ગંધાતા માંસને ખાઈને, દાંત દેખાડતું, રાંકડું, ચારે બાજુ નજર નાખતું પ્રેત ખોળામાંની ખોપરીના ખરબચડા ભાગમાં રહેલું અપક્વ માંસ પણ નિરાંતે ખાય છે. (૧૧૫)
[માલતીમાધવ-૫.૧૬] (હવે) અભુતને (નિરૂપતાં કહે છે –
૪૨) દિવ્ય દર્શન વગેરે રૂપ વિભાવ, આંખ પહોળી થવી વગેરે રૂ૫ અનુભાવ, હર્ષ વગેરે વ્યભિચારીથી યુક્ત વિસ્મય (સ્થાયી) અભુત (રસ) છે. (૧૦)
દિવ્ય દર્શન, ઇચ્છિત મનોરથની પ્રાપ્તિ, ઉપવન, દેવમંદિર વગેરે સ્થળે જવું તે, સભા, વિમાન, માયા, ઇન્દ્રજાળ, સુંદર શિલ્પધર્મ વગેરે વિભાવો; આંખ પહોળી થવી, અપલક જોવું, રોમાંચ, આંસુ, પરસેવો, “વાહ વાહ' ! એમ કહેવું, દાન, હાહાકાર, રેશમી રૂમાલયુક્ત આંગળી ઘુમાવવી વગેરે અનુભાવો; હર્ષ, આવેગ, જડતા વગેરે વ્યભિચારીઓવાળો, ચિત્તના વિસ્તારરૂપ વિસ્મયસ્થાયિભાવ ચર્વણીય બનતાં અદ્ભુત રસ (કહેવાય છે).
જેમ કે,
હે માતા, રમવા માટે ગયેલા કૃષ્ણ હમણાં સ્વેચ્છાથી માટી ખાધી છે (એ પ્રમાણે બલરામે ફરિયાદ કરતાં માતા પૂછે છે) હે કૃષ્ણ, બલરામ જે આ કહે છે તે શું સાચું છે ? (તો કૃષ્ણ જવાબ આપે છે) હે માતા, (તે) ખોટું છે. (મારું) મુખ જે. એ પ્રમાણે પહોળા કરેલા જેના મુખમાં સમગ્ર જગતને જોઈને માતા વિસ્મય પામી તે કેશવ તમારું રક્ષણ કરો. (૧૧૬મ) સુિભાષિતાવલીમાં ચન્દકનું (પદ્ય)-૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org