________________
૨૪-૩૬) ૫. ૨. મૂ. ૨-૨૨]
(હ) હાસ્યને કહે છે - ૩૪) વિકૃત વેષ વગેરે વિભાવવાળો, નાકના અવાજ વગેરે અનુભાવોવાળો અને નિદ્રા વગેરે વ્યભિચારીયુકત હાસ (સ્થાયી) હાસ્ય (રસ) (છે). (૯) - દેશ, કાળ, વય, વર્ણ વગેરે વિપરીત હોતાં વિકૃત જણાય છે. કેશબંધન વગેરે વેષ (કહેવાય છે). “આદિ’ પદ વડે નર્તન, બીજાની ચાલ વગેરેનું અનુકરણ, અસત્પલાપ (બકવાસ), ભૂષણ વગેરે વિભાવો જેના છે તે, તથા નાક, હોઠ અને ગાલનું સ્પંદન દષ્ટિના સંકોચ અને વિકાસ, પરસેવો, મોં લાલ થઈ જવું, પડખાં દબાવવાં વગેરે અનુભાવોવાળો અને નિદ્રા, અવહિત્યા, લજ્જા, આલસ્ય વગેરે વ્યભિચારીયુક્ત હાસ સ્થાયી ચર્વણાયોગ્ય બનતાં હાસ્ય કહેવાય છે. તે આત્મસ્થ (= પોતાનામાં) રહેલ તથા પરસ્થ (= અન્યમાં રહેલ) એમ ત્રિવિધ છે.
તેમાં આત્મસ્થને કહે છે –
૩૫) ઉત્તમ, મધ્યમ અને અધમને વિષે રહેલ તે આત્મસ્થ (હાસ) સ્મિત, વિહસિત અને અપહસિત એમ ત્રણ પ્રકારનો છે. (૧૦)
તે એટલે કે હાસ. ભરતે જે (કહ્યું છે કે) - (૧૦) સહેજ વિસેલા ગાલ તથા સૌષ્ઠવયુક્ત કટાક્ષ વડે ન દેખાતા દાંતવાળું, ધીર સ્મિત ઉત્તમ વ્યક્તિઓનું હોય છે.
સંકોચાઈ ગયેલ આંખ તથા ગાલયુક્ત, અવાજવાળું તથા મધુર, સમય અનુસાર કરાતું, મુખની લાલિમાયુક્ત (હાસ્ય) તે વિહસિત હોય છે. અયોગ્ય સ્થાને થતું, આંસુપૂર્ણ નેત્રયુક્ત, ખભો, માથું વગેરે હાલતાં હોય તેવું અપહસિત હોય છે.
[નાટ્યશાસ્ત્ર- ૬.૫૪, ૫૬, ૫૮]. પરસ્થને કહે છે :
૩૬) બીજાને વિષે રહેલ પણ, તે (= સ્મિત વગેરે)ના સંક્રમણથી જન્મેલ હસિત, ઉપહસિત અને અતિહસિત એમ (ત્રણ પ્રકારનું છે). (૧૧)
આ સ્મિત વગેરે (અન્યને વિષે) સંક્રાન્ત થતાં જન્મેલ (હાસ્ય) અનુક્રમે ઉત્તમ વગેરેને વિષે હોય છે. ભરતે જે (કહ્યું છે કે) - (૧૧) વિકસિત મુખને નેત્રયુક્ત તથા વિકસિત પોલયુક્ત, સહેજ દેખાતા દાંતવાળું તે હસિત કહેવાય છે. ફૂલેલા નાકવાળું, જેમાં વક્ર દષ્ટિથી જોવાય છે તેવું, સંકોચાયેલ ખભા કે મસ્તક્યુક્ત ઉપહસિત હોય છે.
આંખોમાં ઊભરાતાં આંસુયુક્ત, બેસૂરું (તથા) ઉદ્ધત, જેમાં હાથ વડે પડખાં દબાવાય છે તે અતિહસિત હોય છે.
[નાટ્યશાસ્ત્ર- ૬.૫૫, ૫૭, ૫૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org