________________
૩૨-૨૨) . ૨. ખૂ. ૬-૭]
(વિપ્રલંભશૃંગારના ત્રણ ભેદ પેકી) અભિલાષ વિપ્રલંભ (શૃંગાર)ને કહે છે – ૩૧) દેવ અને પરવશતાને લીધે પ્રથમ (= અભિલાષ - વિપ્રલંભ) બે પ્રકારનો છે. (૬) આદ્ય એટલે કે અભિલાષવિપ્રલંભ. તે દેવથી (સર્જાય) જેમ કે,
પર્વત એવા પિતાના અભિલાષને તથા પોતાના સુંદર શરીરને વ્યર્થ સમર્પિત કરીને, સખીઓની સાથે જેને વધારે લજ્જા આવી છે તેવી શલાત્મજા (= પાર્વતી) કેમેય કરીને શૂન્ય (મનવાળી) બનીને ભવન તરફ અભિમુખ થઈને ચાલી. (૧૦૧)
[કુમારસંભવ-૪.૭૫] પરવશતાથી (સર્જતો અભિલાષશૃંગાર) જેમ કે,
કામદેવરૂપી નદીના પ્રવાહથી લવાયેલ છતાં ગુરુરૂપી સેતુથી રોકાયેલ અને આથી જ અપૂર્ણ મનોરથવાળાં બેઠાં છે, છતાં જાણે લખેલા (ચીતરેલા) ન હોય તેવાં અંગોથી એકબીજા વિષે ઉન્મુખ પ્રિયજનો, નયનરૂપી કમલિનીની નાળથી લવાયેલ રસ પીએ છે. (૧૦૨)
[અમરુશતક-૧૦૪] પ્રતિજ્ઞાભંગના ડરથી પણ જે મિલન નથી થતું.- જેમ કે, કાદંબરીનું ચંદ્રાપીડ સાથે - તે પણ પરવશતાને લીધે જ. માનવિપ્રલંભ (શૃંગાર)ને કહે છે –
૩૨) પ્રણય અને ઈર્ષ્યા વડે માન (કિવિધ છે). (૭)
પ્રેમપૂર્વક વશ કરવામાં આવે તે પ્રણય (અને) તેનો ભંગ થતાં કરાતું માન તે પ્રણયમાન. તે સ્ત્રીનું, પુરુષનું કે બંનેનું હોય છે.
સ્ત્રીનું (પ્રણયમાન) જેમ કે,
દેવીને પ્રણયથી ગુસ્સે થયેલ જોઈને, સંભ્રમ સાથે જેણે ભૂલ કરી છે તેવો ત્રણે લોકનો સ્વામી એકદમ જ પ્રણામમાં પ્રવૃત્ત થયો. જેણે મસ્તક નમાવ્યું છે તેવા (શિવના મસ્તકમાં) ગંગા દેખાતાં તેણે (= દેવીએ) લાત મારતાં આ ત્રણ આંખવાળાની (થયેલી) વિષમ સ્થિતિ તમારું રક્ષણ કરો. (૧૦૩)
[(વાકપતિરાજદેવ) (શ્રી મુંજ)] પુરુષનું (પ્રણયમાન) જેમ કે,
આ લતાગૃહમાં જ તું તેની વાટ જોતો (ઊભો) રહ્યો હતો. તે (સીતા) હંસો વિષે કુતૂહલ થવાથી. ગોદાવરીના રેતાળ પટમાં લાંબો વખત (બેઠી) રહી. નાખુશ થયો હોય તેવા તને જોઈને, આવી રહેલી તેણે, ડરીને કમળની કળી જેવા (હાથ વડે) સ્નેહાળ પ્રણામાંજલિ રચી. (૧૦)
[ઉત્તરરામચરિત-૩.૩૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org