________________
૨૧-૩૦) ૪. ૨. સૂ. ૪-૬]
આથી જ, તે બંને દશાના સમન્વયમાં જ વધારે ચમત્કાર (રહેલો છે) જેમ કે,
એક જ પયારીમાં વિમુખ થવાથી, જવાબ ન આપીને સંતાપ પામતા, એકબીજાના હૃદયમાં અનુનય (કરવાની ઇચ્છા) હોવા છતાં (પોતાના) ગૌરવનું રક્ષણ કરતા, ધીમેથી ત્રાંસી આંખે જોતાં મળેલી દૃષ્ટિવાળા દંપતીનું માન ભાંગી ગયું ને (તેઓ) સ્મિત અને ઉતાવળ સાથે (એકબીજાને) ગળે બાઝી પડ્યાં. (૯૮)
६३
[અમરુશતક - ૨૩]
તે આ વિભાવાદિ સામગ્રી વાસ્તવમાં પ્રબંધમાં જ નિરૂપાય છે. મુક્તકમાં તો (તે) કાલ્પનિક જ (હોય છે). તે પૈકી સંભોગ (શૃંગાર)ને કહે છે
-
૨૯) સુખમય ધૃતિ વગેરે વ્યભિચારીઓવાળો અને રોમાંચ વગેરે અનુભાવયુક્ત સંભોગ (શૃંગાર હોય છે). (૪)
લજ્જા વગેરેને લીધે નિષિદ્ધ છતાં ઇષ્ટ એવાં દર્શન વગેરે બે કામીજનો જ્યાં અનુભવે છે, તે સંભોગ (શૃંગાર) છે અને તે સુખમય ધૃતિ વગેરે વ્યભિચારીથી ગમે તેવો, રોમાંચ, સ્વેદ, કંપ, અશ્રુ, મેખલા સરી જવી, શ્વસિત, ઉતાવળ, દેશ બાંધવા, વસ્ત્ર સંકોરવાં, વસ્ત્ર આભૂષણ, માળા વગેરેને બરાબર ગોઠવવાં, સુંદર નજર, ચાદ્ભક્તિ (પ્રસન્ન થાય તેવું વચન) વગેરે વાચિક, કાયિક વ્યાપારરૂપ અનુભાવો (વાળો છે) અને તે પરસ્પર અવલોકન, આલિંગન, ચુંબન (અધર/સુરા) પાન વગેરે અનંત પ્રકારનો છે જેમ કે,
એક જ આસન ઉપર રહેલ બંને પ્રિયતમાને જોઈને, પાછળથી આવીને આદરપૂર્વક એક (નાયિકા)નાં બંને નયન દબાવીને, (પ્રેમ) ક્રીડા ર્યાનું કપટ આચરતો ધૂર્ત (નાયક) સહેજ ડોક વાંકી વાળીને રોમાંચસહિત, પ્રેમથી ઊછળતા માનસવાળી, હાસ્ય દબાવવાથી જેના ગાલનું ફલક ચમકી ઊઠ્યું છે તેવી બીજી (નાયિકા)ને ચૂમે છે. (૯૯) [અમરુશતક-૧૯]
વિપ્રલંભ (રશૃંગાર)ને કહે છે
૩૦) શંકા વગેરે વ્યભિચારી (અને) સંતાપ વગેરે અનુભાવ(વાળો) વિપ્રલંભ અભિલાષ, માન ને પ્રવાસરૂપ છે. (૫)
સંભોગસુખના આસ્વાદના લોભથી, જેમાં આત્મા વિશેષરૂપ પ્રાપ્ત થાય છે તે વિપ્રલંભ (શૃંગાર) છે અને તે શંકા, ઔત્સુક્ય, મઠ, ગ્લાનિ, નિદ્રા, સુસ, પ્રબોધ, ચિંતા, અસૂયા, શ્રમ, નિર્વેદ, મરણ, ઉન્માદ, જડતા, વ્યાધિ, સ્વપ્ન, અપસ્માર વગેરે વ્યભિચારીયુક્ત તથા સંતાપ, જાગરણ, કૃશતા, પ્રલાપ, કીકાં નયન, વાણીની વક્રતા, દીનતાયુક્ત સંચરણ, અનુકરણ કરવું, લેખન, વાંચન, સ્વભાવ છુપાવવો, સમાચાર પૂછવા, સ્નેહ નિવેદિત કરવો, સાત્ત્વિકભાવો અનુભવવા, શીતળ વિગતને સેવવી, મરવા માટેનો પ્રયત્ન, સંદેશ (પાઠવવો) વગેરે અનુભાવોવાળો (વિપ્રલંભ શૃંગાર) અભિલાષ, માન અને પ્રવાસના ભેદથી, ત્રણ પ્રકારનો છે, જ્યારે કરુણવિપ્રલંભ તો ણ જ છે (= અર્થાત્ કરુણથી ભિન્ન નથી). જેમ કે,
તું હૃદયમાં વસે છે (એમ) મને પ્રિય લાગે તેવું જે (વચન) કહ્યું તે જૂઠું છે તે હું જાણું છું. જો તે કેવળ ઉપચારરૂપ ન હોત તો, તું ‘અના’ થયો છતાં રતિ ‘અક્ષતા’ કેવી રીતે રહી ? (૧૦૦) [કુમારસંભવ- ૪.૯] વગેરે રતિપ્રલાપોમાં (કરુણવિપ્રલંભ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org