________________
. . . ર૧]
હે બાળક ! તું બીજે જા. નહાતી (= સ્નાન કરતી, મને કેમ જુએ છે ? પત્નીથી ડરનારાઓ માટે આ સ્થળ નથી. (૮૫)
અહીં, “પત્નીઓથી જે ડરે છે તેઓનું આ સ્નાનસ્થળ છે એમ દૂરનો સંબંધ છે. તે આ સંબંધ વડે જ પ્રચ્છન્ન કામિની વડે અત્યંત ઈષ્ય અભિવ્યક્ત થાય છે. ડાયામી ’ એમાં તદ્ધિતનું પણ વ્યંજકત્વ છે, કેમ કે, જે અરસજ્ઞો ધર્મપત્નીને વિષે પ્રેમપરવશ છે, તેમનાથી બીજો કોણ જગતમાં ઊતરતો હોય એમ ‘ક’ પ્રત્યય અત્યંત અવશાનો ઘાતક છે.
આ અચાનક તે પ્રિયતમાથી એ દુઃસહ વિયોગ આવી પડ્યો છે, ને (બીજી તરફ) નવીન વાદળ આવવાથી દિવસો, તડકો ન હોવાથી, સુંદર બનવા લાગશે. (૮૬)
[વિક્રમોર્વશીય-૪. ૩] અહીં, બે ‘ચ કાર રૂપી નિપાતો એવું કહે છે કે, ફોલ્લી ઉપર ફોલ્લો થાય તેની માફક (પ્રિયતમાનો) વિયોગ અને વર્ષાકાળ આ આવી પડેલી બંને વિગત પ્રાણહરણ માટે પર્યાપ્ત છે. આથી જ ‘રમ્ય” એ પદ વડે ઉદ્દીપન વિભાવ વધારે અસરકારક રીતે કહેવાયો છે. ક્યાંક ખૂબ ચીકણા પથ્થરો (તે) ઇંગુદીનાં ફળ ભાંગનાર (છે, એમ) સૂચવાય છે. (૮૭)
[શાકુન્તલ-૧.૧ ૩] અહીં “y' એ ઉપસર્ગ ઇંગુદીફળનું સરસ– કહે છે અને આશ્રમના અતિશય સૌંદર્યને વ્યંજિત કરે છે. અનેક નિપાત અને ઉપસર્ગનો એક પદમાં જે પ્રયોગ (થાય છે) તે પણ રસને વ્યંજિત કરે છે. જેમ કે અરે ! વાહ ! તું પૃહણીય વીર્યવાળો છે. (૮૮)
[કુમારસંભવ-૩. ૨૦] અહીં, ‘દો વત’ તે દ્વારા અત્યંત પ્રશંસા ધ્વનિત થાય છે.
પોતાની સામાન્ય બુદ્ધિથી અનુમાન કરનારા મૂર્ખ લોકો પોતાના તર્ક વડે, મનુષ્યની જેમ વર્તનાર (તથા) યોગીશ્વરો વડે પણ સહેલાઈથી જાણી ન શકાય તેવા તને ઈશ્વરને, જાણવા ઇચ્છે છે. (૮૯) [ ]
અહીં, ‘(કુપરન્તમ્ અર્થાતુ)' બરાબર રીતે નજીક રહીને ચારે બાજુ વ્યવહરતા’ – તે દ્વારા તે તે કાર્ય કરવાવાળા પરમાત્માનો અનુગ્રહાતિશય વ્યંજિત થાય છે. ‘રમણીય ક્ષત્રિયકુમાર હતો.” (૯૦)
મિહાવીરચરિત-૨, પૃ. ૬૭] અહીં શંકરના ધનુષ્યનો ભંગ સાંભળીને ગુસ્સે થયેલા પરશુરામની ઉક્તિ દ્વારા, ‘મારી’ એ ભૂતકાળના નિર્દેશથી રામનું કથારોષ7 (= હતો ન હતો થઈ જશે, એ વિગત) વ્યંજિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org